1 અયૂબે તેનું ષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું.
2 “દેવે મારો ન્યાયનો હક છીનવી લીધો છે,
3 જ્યાં સુધી હું જીવું છું
4 જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે,
5 તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ;
6 હું મારી નિદોર્ષતાને વળગી રહીશ;
7 લોકો મારી વિરુદ્ધ થઇ ગયા છે.
8 જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી.
9 તે દુષ્ટ વ્યકિત દુ:ખમાં આવી પડશે અને દેવને મદદ માટે પોકારશે.
10 તે વ્યકિતએ સર્વ પ્રસંગે દેવની પ્રાર્થના કરવી જોઇતી હતી.
11 “ઇશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ.
12 તમે તમારી પોતાની આંખોથી દેવની શકિત જોઇ છે ને?
13 “દેવ પાસેથી દુષ્ટ માણસનો ભાગ,
14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે.
15 તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુના ભોગ બનશે.
16 જો દુષ્ટ લોકો ધૂળની જેમ પુષ્કળ સંપત્તિ એકઠી કરે,
17 પરંતુ અંતમાં તેઓને બદલે ભલા લોકો તેમના વસ્ત્રો પહેરશે,
18 તેણે બાંધેલા ઘર કરોળિયાના જાળાં જેવા
19 દ્રવ્યવાન જ્યારે સૂવા જાય છે ત્યારે એ કદાચ ધનવાન હોય,
20 તે ગભરાયેલો હશે.
21 પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઇ જાય છે, એટલે તે લોપ થાય છે;
22 દુષ્ટ વ્યકિત કદાચ વંટોળિયાના જોરથી બચવાનો પ્રયત્ન કરે
23 માણસો તેની સામે તાળી પાડશે કારણકે તે દુષ્ટ વ્યકિત ભાગી ગયો છે.