1 ત્યારે અયૂબે પ્રત્યુતર આપ્યો,
2 “આ બધું તો મેં પહેલાં સાંભળેલું છે.
3 શું તમારા નકામા શબ્દોનો અંત નથી?
4 જો તમારી જગાએ હું હોત તો હું આ પ્રમાણે જ બોલી શક્યો હોત.
5 માત્ર મૌખિક રીતેજ હું તમને હિંમત આપી શક્યો હોત,
6 “જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી;
7 સાચેજ દેવ! તમે મારી શકિત લઇ લીધી છે,
8 હે દેવ! તમે મને કેવો હાડપિંજર જેવો બનાવી દીધો છે!
9 “દેવ મારા પર હુમલો કરે છે,
10 લોકો મારી આજુબાજુ ટોળે વળી ગયા છે.
11 દેવે મને દુષ્ટ લોકોને સોંપી દીધો છે;
12 હું સુખચેનમાં હતો,
13 દેવના ધનુર્ધારી માણસોએ મને ઘેરી લીધો છે.
14 મારાં પર તે વારંવાર આક્રમણ કરે છે
15 “હું ખૂબ ઊદાસ છું તેથી મે આ શોકના વસ્ત્રો પહેર્યા છે,
16 હું કોઇ ઉપર ક્રૂર થયો ન હતો.
17 રડી રડીને મારું મોં લાલ થઇ ગયું છે.
18 “હે પૃથ્વી ન્યાય માટે તલસતાં મારા લોહીને તું ઢાંકી દઇશ નહિ.
19 હજુ પણ આકાશમાં કોઇ છે જે મારી તરફેણમાં બોલે છે.
20 મારા મિત્રો મારી વિરૂદ્ધ બોલે છે જયારે
21 જેમ એક વ્યકિત તેના મિત્ર માટે દલીલો કરે
22 “થોડાજ વષોર્ માં હું