Mateus 3

પવિત્ર બાઇબલ (GUJ2009) vs NAA

Sair da comparação
NAA Nova Almeida Atualizada 2017
1 સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ.
1 Naqueles dias, apareceu João Batista pregando no deserto da Judeia.
2 યોહાને કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.”
2 Ele dizia: — Arrependam-se, porque está próximo o Reino dos Céus.
3 યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે. યશાયા પ્રબોધકે કહ્યું છે:
3 Pois é a João que se refere o que foi dito por meio do profeta Isaías: “Voz do que clama no deserto: Preparem o caminho do Senhor, endireitem as suas veredas.”
4 યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો. યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો.
4 João usava uma roupa feita de pelos de camelo e um cinto de couro. O seu alimento eram gafanhotos e mel silvestre.
5 યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી, યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં.
5 Então os moradores de Jerusalém, de toda a Judeia e de toda a região em volta do Jordão iam até onde ele estava.
6 લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.
6 E, confessando os seus pecados, eram batizados por ele no rio Jordão.
7 ફરોશીઓ અને સદૂકીઓ તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં. યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે: “તમે બધા સર્પો છો! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે?
7 Quando João viu que muitos fariseus e saduceus vinham ao seu batismo, disse-lhes: — Raça de víboras! Quem deu a entender que vocês podem fugir da ira que está por vir?
8 તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે.
8 Produzam fruto digno de arrependimento!
9 તમે એમ ન માનતા કે ‘ઈબ્રાહિમ અમારો પિતા છે’ તેથી અમે ઉગરી જઈશું. દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે.
9 E não pensem que podem dizer uns aos outros: “Temos por pai Abraão”, porque eu afirmo a vocês que Deus pode fazer com que destas pedras surjam filhos a Abraão.
10 અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી દેશે.
10 E o machado já está posto à raiz das árvores. Portanto, toda árvore que não produz bom fruto é cortada e lançada ao fogo.
11 “તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે.
11 Eu batizo vocês com água, para arrependimento; mas aquele que vem depois de mim é mais poderoso do que eu, do qual não sou digno de carregar as sandálias. Ele os batizará com o Espírito Santo e com fogo.
12 તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ.”
12 Ele tem a pá em suas mãos, limpará a sua eira e recolherá o seu trigo no celeiro; porém queimará a palha num fogo que nunca se apaga.
13 તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો. ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી.
13 Por esse tempo, Jesus foi da Galileia para o rio Jordão, a fim de que João o batizasse.
14 પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો. યોહાને કહ્યું કે, “તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે?”
14 João, porém, quis convencê-lo a mudar de ideia, dizendo: — Eu é que preciso ser batizado por você, e é você que vem a mim?
15 ઈસુએ ઉત્તર આપ્યો, “અત્યારે આમ જ થવા દે. દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે.” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો.
15 Mas Jesus respondeu: Então ele concordou.
16 બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો. પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો.
16 Depois de batizado, Jesus logo saiu da água. E eis que os céus se abriram e ele viu o Espírito de Deus descendo como pomba, vindo sobre ele.
17 અને આકાશવાણી થઈ, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું.”
17 E eis que uma voz dos céus dizia: — Este é o meu Filho amado, em quem me agrado.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Mateus 3, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.