Jó 24

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “સર્વસમર્થ દેવ, લોકોનું કયારે બૂરું થવાનું છે તે કેમ જાણે છે?

2 “કારણકે દુષ્ટો પારકાની જમીન પચાવી પાડવાં સંપતિની આંકણી કરનારાઓને બદલી નાખે છે,

3 તેઓ અનાથોની માલિકીના ગધેડાઓને ચોરી જાય છે

4 તેઓ ઘર વગરના એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ગરીબોનો પીછો કરે છે.

5 “જંગલી ગધેડાની જેમ, ગરીબોએ કામ અને ખોરાકની શોધમાં ભટકવું પડે છે.

6 ગરીબ લોકોએ ખેતરમાં સૂકું ઘાસ અને પરાળ કાપતા મોડી રાત સુધી કામ કરવું જોઇએ.

7 તેઓ અન્ય લોકોના ખેતરોમાં કામ કરે છે

8 તેઓ આખી રાત વસ્રો વિના ઉઘાડા સૂઇ જાય છે.

9 બાપ વગરના ગરીબ સંતાનો વેચાવા માટે માતાના ખોળામાંથી ઊપાડી લેવામાં આવે છે.

10 તેઓને વસ્ત્ર વિના ઉડા ફરવું પડે છે, તેઓ જથ્થાબંધ અનાજ

11 તેઓને જૈતૂનનું તેલ કાઢવાની અને દ્રાક્ષો પીલીને તેનો રસ કાઢવાની ફરજ પાડવામાં આવે છે.

12 નગરોમાં મરતાં લોકોના દુ:ખદાયક અવાજો તમે સાંભળી શકો છો.

13 “એવા લોકો પણ છે જે પ્રકાશ સામે બળવો કરે છે,

14 અજવાળું થતાં ખૂની માણસ ગરીબો અને દરિદ્રી લોકોના ખૂન કરવાં નીકળી પડે છે

15 જે વ્યકિત વ્યભિચાર કરે છે, તે સાંજે પરોઢ થવાની રાહ જુએ છે.

16 રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ખાતર પાડે છે;

17 અંધારી રાત એ તેઓની સવાર છે;

18 “દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે.

19 અનાવૃષ્ટિ તથા ગરમીમાં બરફ ઓગળી જાય છે

20 તેની માતા તેને ભૂલી જશે.

21 સ્રીઓ કે જેને સંતાન થઇ શકે નહિ, દુષ્ટ લોકો તેઓને દુ:ખ પહોચાડે છે.

22 દુષ્ટ લોકો તેઓનું બળ શકિતશાળી માણસોના નાશ કરવામાં વાપરે છે.

23 હા, દેવ તેઓને સુરક્ષાની ભાવનામાં આરામથી રહેવા દે છે.

24 ઘડીક માટે દુષ્ટ માણસ ઊંચો આવે છે પણ પછી તે મળતો નથી.

25 “કોણ કહી શકશે આ સાચું નથી?

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 24, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.