Gênesis 32
પવિત્ર બાઇબલ (GUJ2009) vs ARA
1 યાકૂબે પણ તે સ્થળ છોડયું. જયારે તે પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે તેણે દેવના દૂતો જોયા.
1 Também Jacó seguiu o seu caminho, e anjos de Deus lhe saíram a encontrá-lo.
2 તેમને જોઈને યાકૂબે કહ્યું, “આ તો દેવની છાવણી છે!” આથી તેણે તે જગ્યાનું નામ “માંહનાઈમ” પાડયું.
2 Quando os viu, disse: Este é o acampamento de Deus. E chamou àquele lugar Maanaim.
3 યાકૂબનો ભાઈ એસાવ “સેઇર” પ્રદેશમાં રહેતો હતો. તે અદોમનો પહાડી પ્રદેશ હતો. યાકૂબે એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા.
3 Então, Jacó enviou mensageiros adiante de si a Esaú, seu irmão, à terra de Seir, território de Edom,
4 યાકૂબે ખેપિયાઓને કહ્યું કે, “માંરા વડીલ એસાવને તમે એવું કહેજો કે, તમાંરો સેવક યાકૂબ કહે છે કે, ‘હું લાબાનને ત્યાં જઈ વસ્યો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો.
4 e lhes ordenou: Assim falareis a meu senhor Esaú: Teu servo Jacó manda dizer isto: Como peregrino morei com Labão, em cuja companhia fiquei até agora.
5 માંરી પાસે ગાય, બળદ, ગધેડાં, બકરાં, ઘેટાં અને સેવકો મોટી સંખ્યામાં છે. અમને સ્વીકારવાનું કહેવા હું તમને આ સંદેશો મોકલું છું.’”
5 Tenho bois, jumentos, rebanhos, servos e servas; mando comunicá-lo a meu senhor, para lograr mercê à sua presença.
6 ખેપિયાઓ પાછા આવીને યાકૂબને કહ્યું, “અમે તમાંરા ભાઈ એસાવ પાસે ગયા હતા. તે તમને મળવા આવી રહ્યો છે. તેની સાથે 400 સશસ્ર યોદ્વાઓ છે.”
6 Voltaram os mensageiros a Jacó, dizendo: Fomos a teu irmão Esaú; também ele vem de caminho para se encontrar contigo, e quatrocentos homens com ele.
7 ખેપિયાઓની વાત સાંભળી યાકૂબ ગભરાઈ ગયો. તેણે પોતાની સાથેના બધા માંણસોને બે ટોળીમાં વહેંચી નાખ્યા અને પોતાનાં બધાં જ ઢોરો, ઘેટાંબકરાં અને ઊંટોને પણ બે ભાગમાં જુદા પાડયાં.
7 Então, Jacó teve medo e se perturbou; dividiu em dois bandos o povo que com ele estava, e os rebanhos, e os bois, e os camelos.
8 યાકૂબે વિચાર્યુ, “એસાવ આવીને એક ટોળી પર હુમલો કરે, તો બીજી ટોળી ભાગી જઈને બચી જાય.”
8 Pois disse: Se vier Esaú a um bando e o ferir, o outro bando escapará.
9 યાકૂબે કહ્યું, “હે માંરા પૂર્વજ ઇબ્રાહિમના દેવ, હે માંરા પિતા ઇસહાકના દેવ! તેં જ મને કહ્યું હતું કે, ‘તારા દેશમાં તારા વતનમાં પાછો જા, હું તારું ભલું કરીશ.’
9 E orou Jacó: Deus de meu pai Abraão e Deus de meu pai Isaque, ó Senhor , que me disseste: Torna à tua terra e à tua parentela, e te farei bem;
10 તેં માંરા પર ધણી કરુણા બતાવી છે. તમે માંરા માંટે જે બધું સારું કર્યુ છે. તે માંટે હું યોગ્ય નથી. મે યર્દન નદી પહેલી વાર ઓળંગી ત્યારે માંરી પાસે ફકત માંરી લાકડી જ હતી, અને અત્યારે માંરી પાસે એટલી બધી વસ્તુઓ છે કે, હું તે બધીને પૂરા બે ભાગમાં અને બે ટોળીમાં વહેંચી શકું.
10 sou indigno de todas as misericórdias e de toda a fidelidade que tens usado para com teu servo; pois com apenas o meu cajado atravessei este Jordão; já agora sou dois bandos.
11 હું તમને પ્રાર્થના કરું છું કે, કૃપા કરીને મને માંરા ભાઈ એસાવના હાથમાંથી બચાવો. મને એનો ભય છે કે, રખેને તે આવીને અમને બધાંને, માંરા દીકરાઓને તેઓની માંઓ સુદ્વાંને માંરી નાખે.
11 Livra-me das mãos de meu irmão Esaú, porque eu o temo, para que não venha ele matar-me e as mães com os filhos.
12 હે યહોવા, તમે મને વચન આપ્યું હતું કે, ‘હું તારું ભલું કરીશ, અને તારા વંશજોને સમુદ્રની રેતીના રજ જેટલા બનાવીશ કે, જેને કોઈ ગણી ન શકે.’”
12 E disseste: Certamente eu te farei bem e dar-te-ei a descendência como a areia do mar, que, pela multidão, não se pode contar.
13 તે રાત્રે યાકૂબે ત્યાં જ મુકામ કર્યો. યાકૂબે પોતાની પાસે જે કાંઈ હતું તેમાંથી કેટલીક વસ્તુઓ પોતાના ભાઈ એસાવને ભેટ આપવા પસંદ કરી:
13 E, tendo passado ali aquela noite, separou do que tinha um presente para seu irmão Esaú:
14 બકરીઓ 200, બકરાઓ 20, અને 200 ઘેટીઓ, 20 ધેટા,
14 duzentas cabras e vinte bodes; duzentas ovelhas e vinte carneiros;
15 ઊઁટડીઓ 30, તેઓના બચ્ચાં સાથે, તથા 40 ગાયો અને 10 ગોધાઓ, 20 ગધેડીઓ અને 10 વછેરા.
15 trinta camelas de leite com suas crias, quarenta vacas e dez touros; vinte jumentas e dez jumentinhos.
16 આ બધાં તેણે જુદાં જુદાં ટોળાંમાં પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “માંરી આગળ ચાલો, અને એક ટોળાં અને બીજા ટોળાં વચ્ચે જગ્યા રાખજો.”
16 Entregou-os às mãos dos seus servos, cada rebanho à parte, e disse aos servos: Passai adiante de mim e deixai espaço entre rebanho e rebanho.
17 યાકૂબે તેમને હુકમ કર્યો અને પ્રાણીઓના પહેલા ટોળા સાથેના સેવકને સૂચના આપી કે, “જો માંરો ભાઈ એસાવ તમને મળે અને પૂછે કે, ‘તમે કોના સેવક છો? તમે કયાં જાઓ છો? અને આ તમાંરી આગળનાં ઢોરનાં માંલિક કોણ છે?’
17 Ordenou ao primeiro, dizendo: Quando Esaú, meu irmão, te encontrar e te perguntar: De quem és, para onde vais, de quem são estes diante de ti?
18 ત્યારે જવાબ આપજો, ‘એ તો આપના સેવક યાકૂબનાં છે, અને એના વડીલ એસાવ માંટે ભેટમાં મોકલ્યાં છે; અને યાકૂબ પોતે અમાંરી પાછળ જ આવે છે.’”
18 Responderás: São de teu servo Jacó; é presente que ele envia a meu senhor Esaú; e eis que ele mesmo vem vindo atrás de nós.
19 એ જ રીતે તેણે ઢોરોના ટોળાં પાછળ ચાલતા બીજા માંણસને, ત્રીજા માંણસને અને બધાં જ માંણસોને સૂચના આપી કે, “જયારે તમે લોકો એસાવને મળો ત્યારે આ એક જ વાત કહેજો.
19 Ordenou também ao segundo, ao terceiro e a todos os que vinham conduzindo os rebanhos: Falareis desta maneira a Esaú, quando vos encontrardes com ele.
20 વધુમાં કહેજો કે, ‘આ તમાંરી ભેટ છે, અને આપનો સેવક યાકૂબ પણ લોકોની પાછળ આવી રહ્યો છે.’”
20 Direis assim: Eis que o teu servo Jacó vem vindo atrás de nós. Porque dizia consigo mesmo: Eu o aplacarei com o presente que me antecede, depois o verei; porventura me aceitará a presença.
21 એટલા માંટે યાકૂબે એસાવને ભેટ તેની આગળ આગળ મોકલી પરંતુ યાકૂબ પોતે તે રાત્રે પોતાની છાવણીમાં જ રહ્યો.
21 Assim, passou o presente para diante dele; ele, porém, ficou aquela noite no acampamento.
22 તે રાત્રે મોડેથી યાકૂબ ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ, અને અગિયાર બાળકોની સાથે યાબ્બોક નદીને પાર ચાલ્યો ગયો.
22 Levantou-se naquela mesma noite, tomou suas duas mulheres, suas duas servas e seus onze filhos e transpôs o vau de Jaboque.
23 યાકૂબે પોતાની પત્નીઓ અને બાળકોને તેમજ પોતાની બધી મતાને નદીની પાર મોકલી દીધાં અને તે એકલો રહી ગયો.
23 Tomou-os e fê-los passar o ribeiro; fez passar tudo o que lhe pertencia,
24 યાકૂબ નદીને પાર કરનાર છેલ્લો માંણસ હતો. પરંતુ પાર કરતા પહેલાં જયારે તે એકલો હતો ત્યારે એક માંણસ આવ્યો અને તેની સાથે કુસ્તી કર્યા કરી. જયાં સુધી સૂરજ ના ઊંગ્યો ત્યાં સુધી તે વ્યકિએ યાકૂબ સાથે કુસ્તી કર્યા કરી.
24 ficando ele só; e lutava com ele um homem, até ao romper do dia.
25 તે વ્યકિતએ જયારે જોયું કે, પોતે યાકૂબને હરાવી શકતો નથી ત્યારે તેણે યાકૂબના જાંઘના સાંધા પર ઠોંસો માંર્યો અને યાકૂબ કુસ્તી કરતો હતો ત્યાં જ તેની જાંઘનો સાંધો ઊતરી ગયો.
25 Vendo este que não podia com ele, tocou-lhe na articulação da coxa; deslocou-se a junta da coxa de Jacó, na luta com o homem.
26 પછી તે વ્યકિતએ યાકૂબને કહ્યું, “પરોઢ થવા આવ્યું છે, એટલે મને છોડી દો.”
26 Disse este: Deixa-me ir, pois já rompeu o dia. Respondeu Jacó: Não te deixarei ir se me não abençoares.
27 એટલે પેલા વ્યકિતએ પૂછયું, “તારું નામ શું છે?”
27 Perguntou-lhe, pois: Como te chamas? Ele respondeu: Jacó.
28 પછી પુરુષે કહ્યું, “હવે તારું નામ યાકૂબ નહિ પણ ઇસ્રાએલ કહેવાશે. કારણ કે તેં દેવ સાથે તથા પુરુષો સાથે લડીને વિજય મેળવ્યો છે.”
28 Então, disse: Já não te chamarás Jacó, e sim Israel, pois como príncipe lutaste com Deus e com os homens e prevaleceste.
29 પછી યાકૂબે પેલાને પૂછયું, “કૃપા કરીને મને જરા તમાંરું નામ કહેશો?”
29 Tornou Jacó: Dize, rogo-te, como te chamas? Respondeu ele: Por que perguntas pelo meu nome? E o abençoou ali.
30 એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ પનુએલ પાડયું. યાકૂબે કહ્યું, “આ જગ્યાએ મેં દેવના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. પરંતુ માંરો જીવ બચી ગયો.”
30 Àquele lugar chamou Jacó Peniel, pois disse: Vi a Deus face a face, e a minha vida foi salva.
31 જેવો તે પનુએલ આગળથી પસાર થયો કે, તરત જ સૂર્યોદય થયો. યાકૂબ પોતાના પગને કારણે લંગડો ચાલતો હતો.
31 Nasceu-lhe o sol, quando ele atravessava Peniel; e manquejava de uma coxa.
32 એટલા માંટે આજે પણ ઈસ્રાએલના લોકો પ્રાણીની જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી. કારણ કે યાકૂબની જાંઘના સાંધાના સ્નાયુ પર તેણે ઈજા પહોચાડી હતી.
32 Por isso, os filhos de Israel não comem, até hoje, o nervo do quadril, na articulação da coxa, porque o homem tocou a articulação da coxa de Jacó no nervo do quadril.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Gênesis 32, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.