Gênesis 29

પવિત્ર બાઇબલ (GUJ2009) vs NTLH

Sair da comparação
NTLH Nova Tradução na Linguagem de Hoje 2000
1 પછી યાકૂબે પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો, તે પૂર્વના લોકોના પ્રદેશમાં પહોંચ્યો.
1 Jacó continuou a sua viagem e chegou à terra do Oriente.
2 યાકૂબે એક નજર કરી, તો ત્યાં તેણે વગડામાં એક કૂવો જોયો. અને કૂવા પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાને પાણી પીવડાવવામાં આવતું હતું. એક મોટા પથ્થરથી કૂવાનું મોઢું ઢાંકેલું હતું.
2 De repente, ele olhou e viu no campo um poço; em volta dele estavam três pastores, cada um com as suas ovelhas e cabras. A água para os animais era tirada desse poço, que era tapado com uma grande pedra.
3 અને જયારે બધાં ઘેટાં ભેગાં થઈ જતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના મોં પરથી પથ્થર હટાવતા હતા. પછી બધાં ઘેટાં તેનું પાણી પી શકતાં હતાં. જયારે બધાં ઘેટાં પાણી પી લેતાં એટલે ઘેટાંપાળકો કૂવાના મોં પર ફરીથી પથ્થર ઢાંકી દેતા.
3 Quando todos os pastores se ajuntavam ali com os seus animais, então tiravam a pedra para dar água às ovelhas e cabras. Depois tornavam a pôr a pedra na boca do poço.
4 યાકૂબે ઘેટાંપાળકોને પૂછયું, “ભાઈઓ, તમે લોકો કયાંથી આવો છો?”
4 Jacó perguntou aos pastores: — De onde são vocês, meus amigos? — Somos de Harã — responderam eles.
5 પછી યાકૂબે પૂછયું, “શું તમે લોકો નાહોરના પુત્ર લાબાનને ઓળખો છો?”
5 Em seguida perguntou: — Vocês conhecem Labão, filho de Naor? — Conhecemos, sim — disseram.
6 પછી યાકૂબે પૂછયું, “તે કુશળ તો છે ને?”
6 — Ele vai bem? — perguntou Jacó. Eles responderam: — Sim, vai bem. Olhe! Raquel, a filha dele, vem vindo aí com as ovelhas.
7 યાકૂબે કહ્યું, “જુઓ, હજુ દિવસ છે અને સૂર્યાસ્ત થવાને હજુ ધણી વાર છે. રાતને માંટે ઢોરોને એકઠાં કરવાનો વખત થયો નથી. તેથી તેને પાણી પાઈને ફરીથી મેદાનમાં ચરવા માંટે જવા દો.”
7 Então Jacó disse: — Ainda é dia, e é muito cedo para recolher as ovelhas. Por que vocês não lhes dão água e as levam de volta para pastar?
8 પરંતુ તે ઘેટાંપાળકે કહ્યું, “જયાંસુધી બધાં ઘેટાંનાં ટોળાં ભેગા થાય નહિ ત્યાં સુધી અમે એમ કરી શકીએ નહિ, બધા ટોળાં ભેગાં થાય તે પછી જ કૂવાના મુખ પરથી પથ્થર હઠાવીશું અને બધા ઘેટાં પાણી પીશે.”
8 Eles responderam: — Não podemos. Temos de esperar que todas as ovelhas e cabras estejam aqui e a pedra seja tirada da boca do poço. Aí daremos água para elas.
9 યાકૂબ ઘેટાંપાળકો સાથે વાત કરતો હતો ત્યારે જ રાહેલ પોતાનાં પિતાનાં ઘેટાં સાથે આવી. (રાહેલનું કામ ઘેટાં ચારવાનું હતું.)
9 Jacó ainda estava falando com eles quando Raquel, que era pastora de ovelhas, chegou com os animais do seu pai.
10 રાહેલ લાબાનની પુત્રી હતી. લાબાન રિબકાનો ભાઈ હતો. અને રિબકા યાકૂબની માંતા હતી. જયારે યાકૂબે રાહેલને જોઈ, ત્યારે તેણે કૂવા પરનો પથ્થર હઠાવ્યો અને ઘેટાંઓને પાણી પાયું.
10 Logo que Jacó a viu com as ovelhas e cabras do seu tio Labão, ele foi, e tirou a pedra da boca do poço, e deu água para os animais.
11 પછી યાકૂબ રાહેલને ચૂમીને પોક મૂકીને રડ્યો.
11 Depois ele beijou Raquel e, muito emocionado, começou a chorar.
12 પછી યાકૂબે રાહેલને જણાવ્યું કે, હું તારા પિતાના પરિવારનો છું અને રિબકાનો પુત્ર યાકૂબ છું. એટલે રાહેલ દોડતી ઘરે ગઈ અને પિતાને આ બધી વાત કરી.
12 E disse: — Eu sou parente do seu pai; sou filho de Rebeca. Raquel foi correndo contar tudo ao pai.
13 લાબાને પોતાની બહેનના પુત્ર યાકૂબના સમાંચાર સાંભળ્યા, તેથી તે ભાણેજને મળવા માંટે દોડયો. અને તેને ભેટી પડયો, ચુંબન કરવા લાગ્યો અને પોતાને ઘેર લઈ આવ્યો. યાકૂબે જે કાંઈ થયું હતું તે બધુંજ લાબાનને કહી સંભળાવ્યું.
13 Ele ouviu as novidades a respeito do seu sobrinho e logo saiu correndo. Quando encontrou Jacó, Labão o abraçou, e beijou, e o levou para casa. Jacó lhe contou tudo o que havia acontecido,
14 પછી લાબાને કહ્યું, “આશ્ચર્ય! તમે અમાંરા પરિવારના છો!” તેથી યાકૂબ લાબાન સાથે એક મહિના સુધી રહ્યો.
14 e aí Labão disse: — Sim, de fato, você é da minha própria carne e sangue. Jacó ficou na casa do seu tio um mês inteiro.
15 એક દિવસ લાબાને યાકૂબને કહ્યું, “તું અમાંરે ત્યાં મફતમાં કામ કરતો રહે તે શું યોગ્ય છે? તમે સંબંધી છો, ગુલામ નહિ, બોલો, હું તમને શી મજૂરી આપું?”
15 Aí Labão disse: — Não está certo você trabalhar de graça para mim só porque é meu parente. Quanto você quer ganhar?
16 લાબાનને બે પુત્રીઓ હતી. મોટીનું નામ “લેઆહ” અને નાનીનું નામ રાહેલ હતું.
16 Acontece que Labão tinha duas filhas. A mais velha se chamava Leia, e a mais moça, Raquel.
17 રાહેલ સુંદર હતી અને લેઆહની આંખો સૌમ્ય હતી.
17 Leia tinha olhos meigos, mas Raquel era bonita de rosto e de corpo.
18 યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “જો તમે તમાંરી નાની પુત્રી રાહેલને માંરી સાથે પરણાવો, તો હું તમાંરે માંટે સાત વર્ષ સુધી કામ કરીશ.”
18 Como Jacó estava apaixonado por Raquel, respondeu: — Trabalharei sete anos para o senhor a fim de poder casar com Raquel.
19 લાબાને કહ્યું, “હું એને બીજા કોઈની સાથે પરણાવું તેના કરતાં તારી સાથે પરણાવું તે એના માંટે સારું છે. તેથી માંરી સાથે રહો.”
19 Labão disse: — Eu prefiro dá-la a você em vez de a um estranho. Fique aqui comigo.
20 એટલા માંટે યાકૂબ ત્યાં રહ્યો. અને સાત વર્ષ સુધી લાબાન માંટે કામ કરતો રહ્યો. છતાં એ સાત વરસ તેને સાત દિવસ જેવા લાગ્યા, કારણ કે તે રાહેલને ખૂબ પ્રેમ કરતો હતો.
20 Assim, Jacó trabalhou sete anos para poder ter Raquel. Mas, porque ele a amava, esses anos pareceram poucos dias.
21 સાત વર્ષ પછી તેણે લાબાનને કહ્યું, “હવે મને રાહેલ સોંપી દો, જેથી હું તેની સાથે લગ્ન કરું. તમાંરે ત્યાં કામ કરવાની માંરી મુદત પૂરી થઈ છે.”
21 Quando passaram os sete anos, Jacó disse a Labão: — Dê-me a minha mulher. O tempo combinado já passou, e eu quero casar com ela.
22 તેથી લાબાને તે પ્રદેશના બધા લોકોને ભેગા કર્યા અને ભોજન આપ્યું.
22 Labão deu uma festa de casamento e convidou toda a gente do lugar.
23 તે રાત્રે લાબાન પોતાની પુત્રી લેઆહને યાકૂબ પાસે લાવ્યો. યાકૂબે અને લેઆહએ પરપસ્પર શારીરિક સંબંધ બાંધ્યો.
23 Mas naquela noite Labão pegou Leia e a entregou a Jacó, e ele teve relações com ela
24 લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી.
24 (Labão tinha dado a sua escrava Zilpa a Leia para ser escrava dela.).
25 સવારે યાકૂબે જોયુ કે, તે લેઆહ સાથે સૂતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “તેં માંરી સાથે છળ કર્યુ છે, હું રાહેલ સાથે લગ્ન કરી શકું તે માંટે મેં તમાંરે ત્યાં કેવો સખત પરિશ્રમ કર્યો છે! તમે મને શા માંટે છેતર્યો?”
25 Só na manhã seguinte Jacó descobriu que havia dormido com Leia. Por isso foi reclamar com Labão. Ele disse: — Por que o senhor me fez uma coisa dessas? Eu trabalhei para ficar com Raquel. Por que foi que o senhor me enganou?
26 લાબાને કહ્યું, “અમાંરા દેશમાં મોટી પુત્રી પહેલાં નાની પુત્રીને પરણાવવાનો રિવાજ અમાંરા લોકોમાં નથી.
26 Labão respondeu: — Aqui na nossa terra não é costume a filha mais moça casar antes da mais velha.
27 પરંતુ લગ્નોત્સવની વિધિ પૂરા અઠવાડિયા સુધી માંણો, અને હું રાહેલને પણ તારી સાથે પરણાવીશ. પરંતુ એ માંટે તારે બીજા સાત વર્ષ માંરી સેવા કરવી પડશે.”
27 Espere até que termine a semana de festas do casamento. Aí, se você prometer que vai trabalhar para mim outros sete anos, eu lhe darei Raquel.
28 તેથી યાકૂબે તેનો સ્વીકાર કર્યો અને તેણે લેઆહના લગ્નની વિધિનું સપ્તાહ પૂરું કર્યુ. ત્યાર પછી લાબાને પોતાની દીકરી રાહેલ પણ તેને પરણાવી.
28 Jacó concordou, e, quando terminou a semana de festas do casamento de Leia, Labão lhe deu a sua filha Raquel como esposa
29 લાબાને પોતાની દાસી બિલ્હાહ પોતાની પુત્રી રાહેલને દાસી તરીકે આપી.
29 (Labão tinha dado a sua escrava Bila a Raquel para ser escrava dela.).
30 તેથી યાકૂબે રાહેલની સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યો. અને લેઆહ કરતાં વધારે પ્રેમ રાહેલને આપ્યો. અને યાકૂબે લાબાનને માંટે બીજા સાત વર્ષ સુધી કામ કર્યુ.
30 Jacó também teve relações com Raquel; e ele amava Raquel muito mais do que amava Leia. E ficou trabalhando para Labão mais sete anos.
31 યહોવાએ જોયું કે, યાકૂબ લેઆહ કરતાં વધારે રાહેલને પ્રેમ કરે છે, તેથી યહોવાએ લેઆહને બાળકોને જન્મ આપવા યોગ્ય બનાવી, પરંતુ રાહેલને કોઈ સંતાન થયું નહિ.
31 Quando o Senhor Deus viu que Jacó desprezava Leia, fez com que ela pudesse ter filhos, mas Raquel não podia ter filhos.
32 લેઆહે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ રૂબેન રાખ્યું. તેણે કહ્યું, “યહોવાએ માંરાં દુ:ખો સામે જોયું છે. માંરા પતિ મને પ્રેમ કરતાં નથી. તેથી કદાચ એવું બને કે, માંરા પતિ મને પ્રેમ કરે.”
32 Leia ficou grávida e deu à luz um filho; e pôs nele o nome de Rúben . Ela explicou assim: — O
33 લેઆહ ફરીવાર ગર્ભવતી થઈ. અને તેણે બીજા પુત્રને જન્મ આપ્યો. તેણે આ પુત્રનું નામ “શિમયોન” રાખ્યું. લેઆહે કહ્યું, “યહોવાએ સાંભળ્યું કે, મને પ્રેમ મળતો નથી તેથી તેણે મને આ પુત્ર આપ્યો.”
33 Leia ficou grávida outra vez e teve outro filho, a quem deu o nome de Simeão . E disse: — O
34 લેઆહ ફરીથી ગર્ભવતી થઈ અને ત્રીજા એક પુત્રને જન્મ આપ્યો. તેણે તે પુત્રનું નામ લેવી રાખ્યું. લેઆહએ કહ્યું, “હવે તો નક્કી મને માંરા પતિ પ્રેમ કરશે. મેં તેમના ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.”
34 Leia engravidou ainda outra vez e teve mais um filho, a quem chamou de Levi , pois disse assim: — Agora o meu marido ficará mais unido comigo, pois já lhe dei três filhos.
35 પછી લેઆહને ચોથો પુત્ર થયો. તેણીએ એ બાળકનું નામ યહૂદા પાડયું. અને તેણી બોલી, “આ વખતે હું યહોવાની પ્રસંશા કરીશ.” આથી તેણીએ તેનું નામ યહૂદા પાડયું. એ પછી તેણીને સંતાન થતાં બંધ થયાં.
35 Leia ficou grávida mais uma vez e teve outro filho. A esse deu o nome de Judá e disse: — Desta vez louvarei a Deus, o Depois disso não teve mais filhos.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Gênesis 29, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.