Deuteronômio 7

પવિત્ર બાઇબલ (GUJ2009) vs BKJ

Sair da comparação
1 “તમે જે ભૂમિનો કબજો લેવા માંટે જઈ રહ્યા છો ત્યાં તમને તમાંરા દેવ યહોવા લઈ જશે અને તમાંરા માંટે અનેક પ્રજાને તે હાંકી કાઢશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓ, આ સાત રાષ્ટો તમાંરાં કરતાં મોટા અને શકિતશાળી છે. પણ તે તેઓને હાંકી કાઢશે.
1 Quando o SENHOR teu Deus te trouxer à terra que vais possuir, e tiver expulsado muitas nações de diante de ti, os heteus, e os girgaseus, e os amorreus, e os cananeus, e os ferezeus, e os heveus, e os jebuseus, sete nações maiores e mais poderosas do que tu,
2 તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.
2 e quando o SENHOR teu Deus as entregar diante de ti, tu as ferirás, e as destruirás completamente; não farás pacto algum com elas, nem lhes exibirás misericórdia;
3 તમે તેઓની સાથે લગ્નવ્યવહાર ન રાખો. તમાંરા પુત્રોને તેઓની પુત્રીઓ સાથે કે તમાંરી પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવશો નહિ.
3 tampouco estabelecerá casamentos com elas; não darás tua filha ao seu filho, nem a sua filha tomarás a teu filho.
4 કારણ તે લોકો તમાંરા સંતાનોને યહોવાની પૂજા કરતાં બીજે વાળશે, અને તેઓ બીજા દેવ દેવીઓને પૂજવાનું શરૂ કરશે, પછી યહોવા તમાંરા પર રોષે ભરાશે અને સત્વરે તમાંરો નાશ કરશે.
4 Porque elas fariam com que teu filho deixasse de me seguir, para servir a outros deuses; e a ira do SENHOR se acenderá contra vós, e vos destruirá repentinamente.
5 “પરંતુ તમાંરે તે લોકો સાથે આ પ્રમાંણે વર્તવું: તેમની વેદીઓને તોડી પાડવી, તેમના સ્તંભોને ભાંગી નાખવા, તેઓની ધિક્કારપાત્ર પ્રતિમાંઓને તોડી નાખવી અને તેમની મૂર્તિઓને બાળી નાખવી.
5 Mas assim lidareis com elas: destruireis os seus altares, e quebrareis as suas imagens, e derrubareis os seus bosques, e queimareis a fogo as suas imagens de escultura.
6 તમે તમાંરા યહોવા દેવને અપિર્ત થયેલા પવિત્ર લોકો છો. તમાંરા દેવ યહોવાએ પૃથ્વી પરની બીજી બધી પ્રજાઓમાંથી તમને જ પોતાના ખાસ લોકો થવા માંટે પસંદ કરેલા છે.
6 Porque és um povo santo para o SENHOR teu Deus; o SENHOR teu Deus te escolheu como povo especial para si mesmo, acima de todos os povos que há na face da terra.
7 તમે અન્ય કોઈ પણ પ્રજા કરતાં સંખ્યાંબળમાં વધારે હતા માંટે યહોવાએ તમને પસંદ કર્યા નથી, તમે બધાં રાષ્ટોમાંનાં સૌથી નાના હતા.
7 O SENHOR não derramou seu amor sobre vós, nem vos escolheu, porque era mais numeroso do que qualquer outro povo, pois vós éreis menos em número do que todos os povos,
8 પરંતુ યહોવાને તમાંરા પર પ્રેમ હતો અને તમાંરા પિતૃઓને-વડવાઓને આપેલા વચનનું પાલન કરવું હતું, માંટે તે તમને ગુલામીના દેશમાંથી, મિસરના રાજા ફારુનના હાથમાંથી પ્રચંડ ભૂજબળથી છોડાવી લાવ્યો હતો.
8 mas porque o SENHOR vos amou, e porque ele desejava cumprir o juramento que havia jurado aos vossos pais, o SENHOR te trouxe, com mão forte, e te resgatou da casa de servidão, da mão do Faraó, rei do Egito.
9 “તેથી તમાંરે સમજી લેવું જોઈએ કે ફકત યહોવા જ તમાંરા દેવ છે, એ જ માંત્ર સાચા વિશ્વાસુ દેવ છે. તે પોતાનો કરાર હજારો પેઢીઓ સુધી રાખે છે, અને જેઓ તેના પર પ્રેમ રાખે છે અને તેની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમના પર કરુણા રાખે છે.
9 Sabe, portanto, que o SENHOR teu Deus, ele é Deus, o Deus fiel, que guarda o pacto e a misericórdia com aqueles que o amam, e guardam os seus mandamentos por mil gerações;
10 પરંતુ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેઓ જાહેરમાં શિક્ષા ભોગવશે અને નાશ પામશે, જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે ઘડીનોય વિલંબ નહિ કરે.
10 e recompensa em sua face aqueles que o odeiam, destruindo-os; e não será negligente com aquele que o odeia, ele o recompensará em sua face.
11 આથી આ બધી આજ્ઞાઓ જે હું આજે તમને જણાવું છું. તે આ કાયદાઓ અને નિયમોનું તમાંરે પાલન કરવું,
11 Portanto, guardarás os mandamentos, e os estatutos, e os juízos, que hoje te ordeno que faças.
12 “જો તમે લોકો આ કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ ધ્યાનથી સાંભળશો અને ખૂબ કાળજીપૂર્વક તેનું પાલન કરશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પિતૃઓ સાથે કરેલા કરાર પાળશે અને તમાંરા પર કરુણા દર્શાવશે.
12 Portanto, acontecerá que, se ouvirdes esses juízos, e os guardardes, e cumprires, que o SENHOR teu Deus vos guardará o pacto e a misericórdia que jurou aos teus pais;
13 તે તમાંરી સાથે પ્રેમ કરશે અને શુભ આશીર્વાદ આપશે અને તમાંરો વંશવેલો વધારશે, જે ભૂમિ તમને આપવાની એમણે તમાંરા પિતૃઓ સમક્ષ સમ ખાધા હતા તે ભૂમિમાં તે તમને આશીર્વાદ આપશે; તે તમને પુષ્કળ સંતતિ, અને ભૂમિની પેદાશ, અનાજ, દ્રાક્ષારસ અને તેલ, તથા ઢોર અને ઘેટાંબકરાં આપશે.
13 e ele te amará, e te abençoará, e te multiplicará; ele também abençoará o fruto do teu ventre, e o fruto da tua terra, o teu grão, e o teu vinho, e o teu azeite, a criação das tuas vacas, e os rebanhos das tuas ovelhas, na terra que ele jurou aos teus pais que te daria.
14 “પૃથ્વી પરની બધી પ્રજાઓ કરતાં તમે વિશેષ આશીર્વાદિત થશો, તમાંરા લોકોમાં તેમ જ તમાંરાં ઢોરમાં કોઈ નિ:સંતાન નહિ રહે.
14 Serás abençoado acima de todos os povos; não haverá homem ou mulher estéril entre ti, nem entre o teu gado.
15 યહોવા તમાંરી બધી બિમાંરીઓ લઈ લેશે, મિસરમાં જે ખરાબ રોગોનો તમને અનુભવ થયો હતો, તેમાંનો કોઈ એ તમને નહિ થવા દે, પણ તમાંરા દુશ્મનોને એ રોગોનો ભોગ બનાવશે.
15 E o SENHOR tirará de ti toda enfermidade, e não colocará sobre ti nenhuma das terríveis doenças do Egito, que conheceste. Mas as porá sobre todos aqueles que te odeiam.
16 યહોવા તમાંરા દેવ તમને જે બધી પ્રજાઓને સોંપવાના છે, તેઓનો નાશ કરો. તેઓના પ્રત્યે સહાનુ-ભૂતિ ન અનુભવો અને તેઓના દેવોને ન પૂજો, જો તમે તેમ કરશો તો તમે ફસાઇ જશો.
16 E consumirás todos os povos que o SENHOR teu Deus te entregar; teus olhos não terão piedade deles, e nem servirás aos seus deuses, pois isso seria uma armadilha para ti.
17 “કદાચ તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમાંરા કરતાં ઘણી તાકતવર છે; અમે તેમને શી રીતે કાઢી શકીએ?’
17 Se disseres em teu coração: Estas nações são maiores do que eu, como poderei desapossá-las?
18 પરંતુ તમે તેમનાથી ગભરાશો નહિ, તમાંરા યહોવા દેવે ફારુન તથા મિસર દેશના જે હાલ કર્યા હતા તેનું સ્મરણ કરવું.
18 Não as temerás, mas te lembrarás do que o SENHOR teu Deus fez a Faraó, e a todo o Egito;
19 યહોવા તેમના પર જે ભયાનક આફતો લાવ્યા તે યાદ કરો. તમે તમાંરી જાતે તે બનતા જોયું હતું. મિસરમાંથી તમને મુકત કરાવવા માંટે દેવે પોતાના પ્રચંડ બળ અને સાર્મથ્યનો ઉપયોગ કરીને જે પરચો બતાવ્યો હતો અને અદૃભૂત કૃત્યો કર્યા હતા તે યાદ કરો. તમે જે લોકોથી ડરો છો તેઓની સામે યહોવા દેવ એવું જ બળ વાપરશે.
19 as grandes tentações que os teus olhos viram, e os sinais, e os prodígios, e a mão forte e o braço estendido com que o SENHOR teu Deus te tirou, isso fará o SENHOR teu Deus a todos os povos que temeres.
20 “જે લોકો તમાંરાથી સંતાઈ ગયા હશે અને ભાગી ગયા હશે તેઓ વિરુદ્ધ યહોવા તમાંરા દેવ ભમરાં મોકલશે.
20 Além disso, o SENHOR teu Deus enviará vespões entre eles, até que sejam destruídos os que restarem e se esconderem de ti.
21 એ પ્રજાથી તમે જરાય ડરશો નહિ. કારણ કે, તમાંરા દેવ યહોવા તમાંરી વચ્ચે છે; અને તે તો મહાન અને ભયંકર દેવ છે.
21 Não te deixarás amedrontar por eles, porque o SENHOR teu Deus está no teu meio, um Deus poderoso e terrível.
22 તે ધીમે ધીમે તમાંરી આગળથી એ પ્રજાઓને હાંકી કાઢશે; એક સામટો તેઓનો ઉચ્છેદ નહિ કરે. કારણ કે, કદાચ જંગલી પશુઓ વધી જાય અને તમને હેરાન કરે.
22 E o SENHOR teu Deus expulsará essas nações pouco a pouco de diante de ti; não poderás consumi-las imediatamente, para que os animais no campo não se multipliquem contra ti.
23 તમાંરા દેવ યહોવા એ લોકોને તમાંરા હવાલે કરશે, જ્યાં સુધી તેઓ નાશ ન પામે ત્યાં સુધી તે તેઓને યુદ્ધમાં ગભરાતા કરશે.
23 Mas o SENHOR teu Deus as entregará a ti, e as destruirá com grande destruição, até que sejam destruídas.
24 યહોવા તેઓના રાજાઓને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમે લોકો પૃથ્વી પરથી તેમનું નામોનિશાન સમાંપ્ત કરી દેશો. તેમનો નાશ કરતાં સુધી કોઈ તમાંરો સામનો કરી શકશે નહિ.
24 E entregará os seus reis na tua mão, e destruirás seu nome de debaixo dos céus; não haverá homem capaz de ficar de pé diante de ti, até que tu os destruas.
25 “તમે લોકો તેઓની મૂર્તિઓને બાળી મૂકો. એ મૂર્તિઓ ઉપરના સોનાચાંદીના મોહમાં પડીને તે ધાતુઓને અડકશો નહિ. જો તમે તે ધાતુઓને લેશો તો તે તમાંરા માંટે ફાંદારૂપ બનશે, કારણ, તમાંરા દેવ મૂર્તિપૂજાને ધિક્કારે છે.
25 As imagens de escultura de seus deuses queimarás com fogo; não desejarás a prata ou o ouro que houver nelas, nem os tomará para ti, para que não te sirvam de armadilha; porque é uma abominação para o SENHOR teu Deus.
26 માંટે તમાંરે ધિક્કારપાત્ર કોઈ પણ મૂર્તિને તમાંરા ઘરમાં લાવવી નહિ, અને તેની પૂજા કરવી નહિ, જો તમે એમ કરશો તો મૂર્તિની જેમ તમાંરો પણ નાશ થશે. માંટે તમે તેને ધિક્કારો, તે શ્રાપિત વસ્તુ છે.
26 Tampouco trarás uma abominação à tua casa, para que não sejas uma coisa amaldiçoada como ela; mas a detestarás completamente, e a abominarás completamente, porque é uma coisa amaldiçoada.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Deuteronômio 7, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.