Deuteronômio 4
પવિત્ર બાઇબલ (GUJ2009) vs NTLH
1 મૂસાએ લોકોને જણાવ્યું, “હે ઇસ્રાએલી પ્રજાજનો, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; તો તમે જીવતા રહી શકશો અને તમાંરા પિતૃઓના દેવ યહોવા જે ભૂમિ તમને આપી રહ્યા છે, તેમાં પ્રવેશ કરી શકશો અને તેનો કબજો પણ તમને મળશે.
1 Depois Moisés disse ao povo de Israel: — Obedeçam a todas as
2 હું તમને જે આજ્ઞા કરું છું તેમાં તમાંરે કશો વધારો કે ઘટાડો કરવો નહિ. હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું તેનું જ તમાંરે પાલન કરવું.
2 Não acrescentem nada à lei que lhes estou dando, nem tirem dela uma só palavra. Guardem todos os mandamentos do Senhor , nosso Deus.
3 “બઆલ-પેઓરમાં યહોવાએ જે કંઈ કર્યુ તે તમે પ્રત્યક્ષ જોયું છે. તમાંરા દેવ યહોવાએ તમાંરામાંથી જે કોઈ બઆલ દેવની પૂજા કરવા લાગ્યા હતા તે બધાનો સંહાર કર્યો.
3 Vocês mesmos viram o que o Senhor fez perto do monte Peor, como matou todas as pessoas do nosso povo que ali adoraram o deus Baal .
4 પરંતુ તમે કે જેઓ તમાંરા દેવ યહોવાને દૃઢતાથી વફાદાર રહ્યા તે આજે જીવતા રહ્યા છો.
4 Mas aqueles que continuaram fiéis a Deus, o Senhor , ainda estão vivos.
5 “યહોવા માંરા દેવે મને આજ્ઞા કરી તે મુજબ મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, જયારે તમે તે પ્રદેશમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો, ત્યારે તમાંરે સૌએ એ કાનૂનો અને નિયમોનું પાલન કરવું.
5 — Como o Senhor , meu Deus, me ordenou, eu lhes tenho ensinado as leis e os mandamentos que vocês deverão guardar na terra que vão invadir e que vai ser de vocês.
6 અને જો તમે તેનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમે સચેત અને જ્ઞાની રાષ્ટ થશો, અને આજુબાજુના રાષ્ટો આ કાનૂનો વિષે સાંભળશે ત્યારે તેઓ કહેશે, ‘આ મહાન રાષ્ટને કેવી દક્ષતા અને સમજદારી છે!’
6 Portanto, obedeçam fielmente a todas essas leis, e assim os outros povos verão que vocês são sábios e inteligentes. Quando ouvirem falar dessas leis, eles dirão: “Como é sábio e inteligente o povo dessa grande nação!”
7 “આપણે જેમ આપણા દેવ યહોવાને જયારે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે જ હોય છે. એવો દેવ સાથેનો નિકટનો સંબંધ બીજી કંઈ મોટી કે નાની પ્રજાને છે?
7 — Nenhuma outra grande nação tem um deus que fique tão perto do seu povo como o Senhor , nosso Deus, fica perto de nós. Ele nos ouve todas as vezes que pedimos a sua ajuda.
8 બીજી કઈ પ્રજા એવી મહાન છે કે જેના કાયદા અને નિયમો આજે હું તમાંરી આગળ રજૂ કરું છું એ સમગ્ર આચારસંહિતા જેવા ન્યાયી હોય?
8 E será que existe outra grande nação que tenha mandamentos e ensinamentos tão direitos como essa lei que estou lhes dando hoje?
9 પણ ધ્યાન રાખીને સાવધ રહેજો, તમે તમાંરી સગી અાંખે જે જોયું છે તે ભૂલી જશો નહિ, અને મૃત્યુ પામો ત્યાં સુધી તેને તમાંરા મનમાંથી દૂર કરશો નહિ, પરંતુ તમાંરા સંતાનોને અને તેમનાં સંતાનોને એ શીખવજો.
9 Portanto, tenham cuidado e sejam fiéis para que nunca esqueçam as coisas que viram. E contem aos seus filhos e netos
10 એ દિવસને તમે કદાપિ ભૂલશો નહિ, જે દિવસે તમે હોરેબમાં તમાંરા દેવ યહોવા સંમુખ ઊભા હતા, અને યહોવાએ મને કહ્યું હતું કે, ‘લોકોને માંરી સમક્ષતામાં ભેગા કર. હું તે બધાને માંરાં વચનો સંભળાવીશ અને તેઓ પૃથ્વી પર જીવશે ત્યાં સુધી માંરાથી ડરીને ચાલતાં શીખશે અને પોતાનાં સંતાનોને પણ તેમ કરતાં શીખવશે.’
10 o que aconteceu no monte Sinai naquele dia em que vocês estiveram na presença do Senhor , nosso Deus, quando ele me disse: “Reúna esse povo na minha presença para que escutem o que vou dizer, a fim de que aprendam a temer-me a vida inteira e assim ensinem os seus filhos.”
11 તેથી તમે નજીક આવીને પર્વતની તળેટી આગળ ઊભા રહ્યા હતા. પર્વત અગ્નિથી ભડભડતો હતો અને જવાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. સર્વત્ર અંધકાર, વાદળ અને ગાઢ ઘુમ્મસ છવાયેલાં હતાં,
11 — Então vocês foram e ficaram ao pé do monte Sinai, que estava completamente coberto de escuridão e de nuvens negras. Em cima do monte havia um fogo, e as suas chamas subiam até o céu.
12 ત્યારે યહોવા તમાંરા દેવ અગ્નિમાંથી તમાંરી સાથે બોલ્યો. તેણે જે કહ્યું તમે સાંભળ્યું, પણ તમે તેમની આકૃતિ જોઈ નહિ તમે ફકત અવાજ સાંભળ્યો.
12 Do meio do fogo o Senhor Deus falou com vocês; vocês ouviram a voz dele, mas não viram ninguém; só escutaram a voz.
13 તેમણે તમને પોતાના કરારના દશ નિયમોનું પાલન કરવાનું કહ્યું. અને તે તેમણે પથ્થરની બે તકતીઓ પર લખ્યા.
13 Deus lhes anunciou a aliança que estava fazendo com vocês e mandou que obedecessem aos dez mandamentos, que depois escreveu em duas placas de pedra.
14 તે જ સમયે યહોવાએ તમે જે ભૂમિમાં પ્રવેશ કરીને કબજો લેવાના છો તે ભૂમિમાં તમાંરે એ જ કાયદાઓ અને નિયમો પાળવાના છે, તે તમને શિખવવાની મને આજ્ઞા કરી.
14 E ao mesmo tempo o Senhor mandou que eu lhes ensinasse as leis e os mandamentos que vocês devem seguir na terra que vão invadir e que vai ser de vocês.
15 “સાવધાન રહેજો. જે દિવસે તમે હોરેબમાં યહોવાને અગ્નિમાંથી તમાંરી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે દેવની કોઈ આકૃતિ જોઈ નહોતી,
15 Moisés continuou: — Quando o
16 તેથી દેવની મૂર્તિ બનાવીને પાપ કરશો નહિ, પુરુષ અથવા સ્ત્રી જેવી દેખાય તેવી મૂર્તિ બનાવશો નહિ.
16 e não cometam o erro de fazer imagens para adorar. Não façam nenhuma imagem que sirva de ídolo, seja em forma de homem, ou de mulher,
17 પૃથ્વી પર ચાલનારા કોઈ પ્રાણીની કે આકાશમાં ઊડતા પંખીની,
17 ou de animal, ou de ave,
18 પૃથ્વી તળેના પાણીમાંની માંછલીની મૂર્તિ કે આકૃતિ બનાવી ભ્રષ્ટ થશો નહિ.
18 ou de animal que se arrasta pelo chão, ou de peixe.
19 તમે, આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર કે તારાઓની સેવાપૂજા કરશો નહિ. તમાંરા દેવ યહોવાએ એમને તો પૃથ્વી પર વસતા બધાં લોકોના લાભ માંટે આપેલા છે.
19 E, quando olharem para o céu, não caiam na tentação de adorar o sol, a lua ou as estrelas. Pois o Senhor , nosso Deus, repartiu o sol, a lua e as estrelas entre os outros povos, para que eles os adorem.
20 પરંતુ તમને તો યહોવા મિસરની ભડભડતી ભઠ્ઠીમાંથી બહાર લઈ આવ્યો હતો, જેથી તમે એની પોતાની પ્રજા બની રહો અને તેમનો પોતાનો વારસો બનો, જેમ તમે આજે છો.
20 Mas vocês são o povo que o Senhor tirou do Egito, aquela fornalha acesa, para serem somente dele, como, de fato, são.
21 “પરંતુ તમાંરે કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને તેમણે સમ પૂર્વક જણાવ્યું હતું કે, “તું યર્દન નદી ઓળંગી હું જે સમૃદ્વ ભૂમિનો કબજો તમાંરા લોકોને સોંપી રહ્યો છું તેમાં પ્રવેશ પામશે નહિ.
21 Por causa de vocês o Senhor Deus ficou irado comigo e jurou que eu nunca atravessaria o rio Jordão, nem entraria na boa terra que o Senhor , nosso Deus, lhes está dando.
22 હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. માંરે નદીની આ બાજુના દેશમાં જ મરવાનું છે. પણ તમે યર્દન ઓળંગીને તે સમૃદ્વ ભૂમિનો કબજો પ્રાપ્ત કરશો.
22 Eu não vou atravessar o rio Jordão; vou morrer aqui mesmo. Mas vocês vão atravessá-lo e tomar posse daquela boa terra.
23 પણ સાવધાન! તમાંરા દેવ યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને ભૂલશો નહિ, તમાંરા દેવ યહોવાએ જેની સ્પષ્ટ મનાઈ કરી છે એવી કોઈ પણ મૂર્તિ બનાવશો નહિ.
23 Tenham o cuidado de não esquecerem a aliança que o Senhor , nosso Deus, fez com vocês. Obedeçam à sua ordem e não façam nenhuma imagem para adorar.
24 દેવ તો ભસ્મ કરી નાખનાર અગ્નિરૂપ છે. એ તો સંપૂર્ણ નિષ્ઠા માંગનાર દેવ છે, તે મૂર્તિ પૂજા સહન નહિ કરે.
24 Pois o Senhor , nosso Deus, é um fogo destruidor; ele não tolera outros deuses.
25 “ભવિષ્યમાં તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો થાય અને તમે બધાં તે દેશમાં સ્થાયી થશો, તમે જો મૂર્તિઓ બનાવીને પાપ કરશો તો તમાંરા દેવ યહોવા તમાંરા પાપને કારણે અતિ ક્રોધિત થશે.
25 — E mesmo depois de muitos anos na terra de Canaã, quando vocês já estiverem velhos e tiverem filhos e netos, não cometam o erro de fazer ídolos. Para Deus isso é um pecado grave, e ele ficará irado com vocês.
26 અને હું આકાશ તથા પૃથ્વીની સાક્ષીએ તમને કહું છું કે, તમે યર્દન ઓળંગ્યા પછી જે ભૂમિનો કબજો લેવાના છો તેમાંથી તમે થોડા જ સમયમાં સમાંપ્ત થઈ જશો. ત્યાં તમે લાંબો સમય નહિ રહો અને તમાંરો નાશ થશે.
26 Chamo o céu e a terra como testemunhas contra vocês: se adorarem ídolos, vocês desaparecerão logo da terra que vai ser de vocês no outro lado do rio Jordão. Vocês viverão pouco tempo naquela terra e logo serão completamente destruídos.
27 યહોવા તમને અન્ય પ્રજાઓમાં વેરવિખેર કરી નાખશે અને તમને જે લોકોમાં તે દોરી જશે તેમની વચ્ચે તમે બહુ થોડા જ બાકી રહેશો.
27 O Senhor Deus os espalhará pelas nações estrangeiras, onde poucos de vocês ficarão vivos.
28 તમે ત્યાં લાકડાની અને પથ્થરની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ શકતી નથી કે સાંભળી શકતી નથી અને ખાતી નથી કે સૂંઘતી પણ નથી, ને શ્વાસ પણ નથી લેતી, તેની સેવા પૂજા કરશો.
28 Naquelas nações vocês adorarão deuses feitos de madeira e de pedra, que não veem, nem ouvem, não comem, nem cheiram.
29 જો તમે યહોવા તમાંરા દેવ માંટે આ બીજી ભૂમિઓમાં શોધખોળ કરશો તો તમને તે મળી જશે. પણ તમાંરે શોધ પૂર્ણ હૃદય પૂર્વક કરવી પડશે.
29 Lá vocês procurarão o Senhor , seu Deus, e o encontrarão, se o buscarem com todo o coração e com toda a alma.
30 તો પાછલા દિવસોમાં જયારે આફતમાં આવી પડશો અને તમને આ બધું વીતશે ત્યારે તમે ફરી તમાંરા દેવ યહોવા તરફ વળશો અને તેમની આજ્ઞા મસ્તક પર ઘારણ કરશો.
30 E, no futuro, quando estiverem em dificuldades, e tudo isso acontecer, então se vocês voltarem para o Senhor , nosso Deus, e obedecerem aos seus mandamentos,
31 તમાંરા દેવ યહોવા દયાળુ છે; તે તમાંરો ત્યાગ કરશે નહિ કે, તમાંરો નાશ પણ કરશે નહિ કે, તમાંરા પૂર્વજોને આપેલાં વચનો પણ ભૂલશે નહિ.
31 ele não os abandonará. Ele é Deus misericordioso e não os destruirá, nem esquecerá a aliança que fez com os nossos antepassados e que jurou cumprir.
32 “દેવે પૃથ્વી પર માંનવીનું સર્જન કર્યું ત્યારથી માંડીને આજ સુધીના ઇતિહાસના પૃષ્ઠો તપાસી જાઓ, આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ફરી વળો અને પૂછો કે, પહેલાં કદી આ પ્રમાંણેની અદૃભૂત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે?
32 — Estudem o passado, toda a história desde a criação da humanidade. Caminhem pelo mundo inteiro e perguntem se alguém já viu ou ouviu falar de haver acontecido alguma coisa tão impressionante como esta.
33 તમે લોકોએ જેમ દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા છે તેમ અન્ય કોઈ પ્રજાએ સાંભળ્યા છે ખરા? અને છતાં પણ તે જીવતી રહી છે?
33 Será que já houve alguém que, depois de ter ouvido um deus falando do meio do fogo, ainda continuasse vivo, como aconteceu com vocês?
34 અથવા તમાંરા દેવ યહોવાની જેમ કોઈએ એક પ્રજાને બીજી પ્રજા પાસેથી પોતાને માંટે લઈ લેવાની હિંમત કરી છે? તેમણે તો મિસરમાં તમાંરે માંટે તમાંરા દેખતાં, પોતાના પ્રચંડ બાહુબળના ચમત્કારો બતાવીને ભયંકર આફતોનો વરસાદ વરસાવ્યો હતો. યુદ્ધો, ચમત્કારો, પરાક્રમો અને ભયાનક કૃત્યો કર્યા હતાં.
34 Será que já houve um deus que resolveu ir tirar do meio de outra nação um povo para ser completamente dele, como o Senhor , nosso Deus, fez com vocês? Vocês viram como ele mostrou o seu poder e a sua força; viram como ele, por meio de pragas e milagres maravilhosos, de guerras e feitos espantosos, tirou vocês do Egito.
35 આ તમાંમ તેમણે એટલા માંટે કર્યુ કે પોતે જ દેવ છે, બીજું કોઈ નથી, એની ખાતરી તમને કરાવી શકાય.
35 Deus deixou que vocês vissem tudo isso para que soubessem que o Senhor é Deus; não há nenhum outro deus, a não ser ele.
36 તમને ઉપદેશ મળે એ માંટે યહોવાએ આકાશમાંથી તેમની બોધ આપતી વાણી સંભળાવી. અને તમને પૃથ્વી પર પોતાના મહાઅગ્નિનાં દર્શન કરાવ્યાં. અને એ જ અગ્નિમાંથી તમે તેમનાં વચનો સાંભળ્યાં
36 Para ensiná-los, Deus falou do céu, e na terra ele lhes mostrou um grande fogo, e do meio desse fogo falou com vocês.
37 “યહોવા તમાંરા પૂર્વજો પર પ્રેમ રાખતા હતા. અને તેઓના વંશજોને આશીર્વાદ આપવા માંટે તેમણે પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પ્રચંડ બાહુબળથી મિસરમાંથી બહાર લઈ આવ્યા.
37 Deus amou os nossos antepassados e por isso escolheu vocês; e ele mesmo, com a sua grande força, os tirou do Egito.
38 તમાંરા કરતા મોટા અને શકિતશાળી રાષ્ટોને તેમણે હાંકી કાઢી અને તેઓના દેશો તમને સોંપ્યા, જેમ આજે છે તેમ.
38 Depois foi na frente de vocês, expulsando povos que eram mais numerosos e mais poderosos do que vocês, e assim deu a vocês as terras daquelas nações, onde vocês estão morando agora.
39 “એટલે તમે ચોક્કસ રીતે મનમાં રાખો કે યહોવા જ દેવ છે, અને બીજા કોઇ દેવ નથી. તે આકાશમાં અને પૃથ્વી ઉપર દેવ છે.
39 — Fiquem sabendo agora e nunca esqueçam isto: somente o Senhor é Deus lá em cima no céu e aqui embaixo na terra. Não há outro deus.
40 આજે હું તમને જે કાનૂનો અને નિયમો આપું છું તેનું તમે પાલન કરજો, જેથી તમાંરું અને તમાંરાં સંતાનોનું ભલું થાય અને તમાંરા યહોવા દેવ જે ભૂમિ તમને આપે છે તેમાં તમે દીર્ધકાળ વસો અને દીર્ધાયુ ભોગવો.”
40 Portanto, obedeçam a todas as suas leis que eu lhes estou dando hoje. Assim vocês e os seus descendentes serão felizes e viverão muitos anos na terra que o Senhor , nosso Deus, lhes está dando para sempre.
41 ત્યાર બાદ મૂસાએ ઇસ્રાએલી લોકોને યર્દન નદીની પૂર્વમાં ત્રણ નગરોમાં અલગ કાઢયાં.
41 Depois Moisés escolheu três cidades no lado leste do rio Jordão
42 જયાં કોઈ માંણસે અગાઉના કોઈ પણ વેરઝેર વગર અજાણતાં કોઈ વ્યકિતનું ખૂન કર્યુ હોય, તો તે ત્યાં આશ્રય લઈ શકે. એવો માંણસ જો આ નગરમાંના કોઈનું શરણું લે તો તેનો જીવનો બચાવ થાય.
42 para onde poderia fugir qualquer homem que, sem querer ou por engano, tivesse matado alguém de quem não tinha ódio. Em qualquer uma dessas cidades esse homem estaria seguro, e ninguém poderia matá-lo.
43 એ ત્રણ નગરો આ પ્રમાંણે હતા: રૂબેનીઓના વંશજોને માંટે રણના સપાટ પ્રદેશમાં આવેલું “બેસેર” ગાદના વંશજો માંટે ગિલયાદમાં આવેલું રામોથ અને મનાશ્શાના વંશજો માંટે બાશાનમાં આવેલું ગોલાન.
43 Para a tribo de Rúben, Moisés escolheu Bezer, no deserto, no planalto; para a tribo de Gade, ele escolheu Ramote, na região de Gileade; e, para a tribo de Manassés do Leste, ele escolheu Golã, na região de Basã. O segundo discurso de Moisés
44 ઇસ્રાએલી પ્રજાને મૂસાએ દેવની નિયમસંહિતા આપી.
44 Moisés deu ao povo de Israel a lei de Deus,
45 તેઓ મિસરમાંથી નીકળ્યા ત્યારે મૂસાએ તે લોકોને આ નિયમો આપ્યા હતા.
45 com os seus mandamentos, ordens e ensinamentos. Isso foi depois que os israelitas tinham saído do Egito
46 યર્દન નદીની પૂર્વમાં બેથ-પેઓર નગર પાસે મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં. અગાઉ આ દેશ અમોરીઓના રાજા સીહોનના કબજામાં હતો, તેની રાજધાની હેશ્બોન હતી. મૂસા તથા ઇસ્રાએલીઓએ મિસરમાંથી આવતાં એ રાજાને હરાવ્યો હતો.
46 e haviam chegado ao vale que fica perto de Bete-Peor, na região a leste do rio Jordão. Essa terra era de Seom, o rei dos amorreus, que morava em Hesbom. Moisés e os israelitas derrotaram Seom
47 અને તેના પ્રદેશનો તેમ જ બાશાનના રાજા ઓગના પ્રદેશનો એમ યર્દનના પૂર્વકાંઠે આવેલા બે અમોરી રાજાઓના પ્રદેશનો કબજો લીધો હતો.
47 e tomaram posse da sua terra. E fizeram a mesma coisa com Ogue, rei de Basã. Assim os israelitas invadiram e ocuparam as terras desses dois reis amorreus, a leste do rio Jordão.
48 આમ ઇસ્રાએલે આનોર્નની ખીણની સરહદે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેમોર્ન પર્વત તરીકે પણ ઓળખાય છે.
48 As terras deles iam desde a cidade de Aroer, que fica perto do vale do rio Arnom, no Sul, até o monte Siriom (isto é, o monte Hermom), no Norte.
49 અને યર્દન નદીની પૂર્વે આવેલો સમગ્ર અરાબાહનો પ્રદેશ તેમજ પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલો મૃત સમુદ્ર અરાબાહ સુધીનો પ્રદેશ કબજે કરી લીધો.
49 Fazia parte delas a região a leste do rio Jordão até o mar Morto, no Sul, e até o pé do monte Pisga, no Leste.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Deuteronômio 4, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.