Deuteronômio 2

પવિત્ર બાઇબલ (GUJ2009) vs ARIB

Sair da comparação
ARIB Almeida Revisada Imprensa Bíblica
1 “પછી યહોવાએ મને આપેલી આજ્ઞા મુજબ આપણે પાછા ફર્યા અને રાતા સમુદ્રને રસ્તે રણપ્રદેશમાં આગળ વધ્યા. ઘણા વષોર્ સુધી આપણે સેઇરના પર્વતીય પ્રદેશની આજુબાજુ ભટકયા.
1 Depois viramo-nos, e caminhamos para o deserto, pelo caminho do Mar Vermelho, como o Senhor me tinha dito, e por muitos dias rodeamos o monte Seir.
2 પછી યહોવાએ મને કહ્યું,
2 Então o Senhor me disse:
3 ‘આ પર્વતીય પ્રદેશમાં તમે બહુ સમય ભટકયા હવે ઉત્તરમાં જાઓ.
3 Basta de rodeardes este monte; virai-vos para o norte.
4 લોકોને આમ કહે: હવે તમે સેઇરની ભૂમિમાંથી પસાર થવાના છો, જ્યાં એસાવના વંશજો, તમાંરા સગાંઓ રહે છે. તેઓ તમાંરાથી ડરી જશે. છતાં કાળજી રાખજો.
4 Dá ordem ao povo, dizendo: Haveis de passar pelo território de vossos irmãos, os filhos de Esaú, que habitam em Seir; e eles terão medo de vós. Portanto guardai-vos bem;
5 તેઓની સાથે યુદ્ધ શરૂ કરશો નહિ. કારણ કે સેઇર પર્વતનો એ સમગ્ર પર્વતીય પ્રદેશ મેં એસાવને કાયમી વારસા તરીકે સોંપી દીધો છે. હું તમને એમના પ્રદેશમાંથી એક વેંત જેટલી જમીન પણ આપીશ નહિ.
5 não contendais com eles, porque não vos darei da sua terra nem sequer o que pisar a planta de um pé; porquanto a Esaú dei o monte Seir por herança.
6 તમે જે કંઈ ખાઓ કે જળ પીઓ તેની રકમ ચૂકવી દેજો; પૈસા ચૂકવ્યા વિના કશું જ ખાશો-પીશો નહિ,
6 Comprareis deles por dinheiro mantimento para comerdes, como também comprareis deles água para beberdes.
7 કારણ કે અત્યાર સુધી તમાંરાં બધાં જ કાર્યોમાં યહોવા તમાંરા દેવે તમને સફળતા આપી છે, અને આ વિશાળ રણપ્રદેશમાં 40 વર્ષ યહોવા તમાંરા દેવે મુસાફરી દરમ્યાન તમાંરું રક્ષણ કર્યુ છે, તે સદાય તમાંરી સાથે રહ્યા છે અને તમને જોઇતું બધું તમને મળી ગયું હતું.’
7 Pois o Senhor teu Deus te há abençoado em toda obra das tuas mãos; ele tem conhecido o teu caminho por este grande deserto; estes quarenta anos o Senhor teu Deus tem estado contigo; nada te há faltado.
8 “આથી આપણે સેઇરમાં વસતા આપણા સગાંઓ એસાવના વંશજોમાંથી પસાર થયા અને એલાથ અને એશ્યોન-ગેબેરથી મૃત સરોવર જતા માંગેર્ મુસાફરી કરી. પછી અમે વળ્યાં અને મોઆબના રણ તરફ આગળ વધ્યાં.
8 Assim, pois, passamos por nossos irmãos, os filhos de Esaú, que habitam em Seir, desde o caminho da Arabá de Elate e de Eziom-Geber: Depois nos viramos e passamos pelo caminho do deserto de Moabe.
9 “ત્યાં યહોવાએ આપણને ચેતવણી આપતાં કહ્યું, ‘લોટના વંશજો મોઆબીઓને પણ છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓના પ્રદેશમાંથી પણ હું તમને જમીન આપીશ નહિ. મેં આરનગર અને તે પ્રદેશ લોટના વંશજોને આપી દીધો છે.’”
9 Então o Senhor me disse: Não molestes aos de Moabe, e não contendas com eles em peleja, porque nada te darei da sua terra por herança; porquanto dei Ar por herança aos filhos de Ló.
10 (અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસતી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊચા તથા કદાવર હતા.
10 {Antes haviam habitado nela os emins, povo grande e numeroso, e alto como os anaquins;
11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાતા હતા પણ મોઆબીઓ તેમને એમીઓ કહેતા હતા.
11 eles também são considerados refains como os anaquins; mas os moabitas lhes chamam emins.
12 હોરીઓ પહેલા સેઇરમાં રહેતા હતા, પણ એસાવના વંશજો તેઓને હાંકી કાઢીને તેમની ભૂમિ પડાવી લીધી, અને તેમનું નામનિશાન ભૂંસી નાખ્યું. અને તેમની જગ્યાએ પોતે વસવા લાગ્યા, જેમ ઇસ્રાએલીઓએ યહોવાએ, તેમને આપેલી ભૂમિનાં મૂળ વતનીઓની સાથે કર્યુ તેમ.)
12 Outrora os horeus também habitaram em Seir; porém os filhos de Esaú os desapossaram, e os destruíram de diante de si, e habitaram no lugar deles, assim come Israel fez à terra da sua herança, que o Senhor lhe deu.}
13 પછી યહોવાએ આપણને કહ્યું, “‘હવે, ઝેરેદની ખીણ ઓળંગો.’ આથી આપણે ઝેરેદની ખીણ ઓળંગી.
13 Levantai-vos agora, e passai o ribeiro de Zerede. Passamos, pois, o ribeiro de Zerede.
14 આપણી મુસાફરી કાદેશ બાનેર્આથી નીકળીને ઝેરેદનું કોતર ઓળંગતા સુધીમાં આપણને આડત્રીસ વષોર્ લાગ્યાં. અને એ સમય દરમ્યાન યહોવાના કહ્યા પ્રમાંણે યોદ્વાઓની એક આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ.
14 E os dias que caminhamos, desde Cades-Barnéia até passarmos o ribeiro de Zerede, foram trinta e oito anos, até que toda aquela geração dos homens de guerra se consumiu do meio do arraial, como o Senhor lhes jurara.
15 તેઓ બધા મૃત્યુ પામે અને તેઓને ઇસ્રાએલી પડાવમાંથી દૂર કરવામાં આવે તેમ યહોવાએ કર્યુ.
15 Também foi contra eles a mão do Senhor, para os destruir do meio do arraial, até os haver consumido.
16 “જયારે એ લોકોમાંના બધા જ યોદ્વા મરી ગયા
16 Ora, sucedeu que, sendo já consumidos pela morte todos os homens de guerra dentre o povo,
17 ત્યારે યહોવાએ મને કહ્યું,
17 o Senhor me disse:
18 ‘આજે તારે મોઆબની સરહદે આવેલા આરને વટાવીને લોટના વંશજો
18 Hoje passarás por Ar, o limite de Moabe;
19 આમ્મોનીઓના પ્રદેશમાં પહોંચી જવાનું છે. પરંતુ તેમને છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓની ભૂમિમાંથી હું તમને એક વસ્તુ પણ આપવાનો નથી. મેં તે પ્રદેશ તો લોટના વંશજોને આપી દીધો છે.’”
19 e quando chegares defronte dos amonitas, não os molestes, e com eles não contendas, porque nada te darei da terra dos amonitas por herança; porquanto aos filhos de Ló a dei por herança.
20 એ પ્રદેશ પણ રફાઈઓનો ગણાતો કારણ કે, એક વખતે તેઓ ત્યાં વસતા હતા, જો કે આમ્મોનીઓ તેમને “ઝામઝુમીઓ” કહે છે.
20 {Também essa é considerada terra de refains; outrora habitavam nela refains, mas os amonitas lhes chamam zanzumins,
21 તે પ્રજા પણ અનાકીઓની જેમ કદમાં ઊચી અને કદાવર હતી. તેઓની વસ્તી ઘણી વધારે હતી. પરંતુ આમ્મોનીઓનો ધસારો થતાં યહોવાએ તેઓનો નાશ કર્યો અને આમ્મોનીઓ તેઓની જગ્યાએ વસ્યા.
21 povo grande e numeroso, e alto como os anaquins; mas o Senhor os destruiu de diante dos amonitas; e estes, tendo-os desapossado, habitaram no lugar deles;
22 તેવી જ રીતે સેઇરમાં વસતા એસાવના વંશજોને દેવે મદદ કરી. જ્યારે હોરીઓએ એમના ઉપર હુમલો કર્યો ત્યારે દેવે હોરીઓનો નાશ કરવામાં તેમની મદદ કરી. અને એસાવના વંશજોએ તે લોકોના પ્રદેશનો કબજો લઈને ત્યાં વસવાટ કર્યો અને આજે પણ તેઓ ત્યાં રહે છે.
22 assim como fez pelos filhos de Esaú, que habitam em Seir, quando de diante deles destruiu os horeus; e os filhos de Esaú, havendo-os desapossado, habitaram no lugar deles até hoje.
23 છેક ગાઝા સુધીના ગામોમાં રહેતા આવ્વીઓનું પણ એમ જ થયું હતું. કાફતોરથી આવેલા કાફતોરીઓએ તેઓનું નિકંદન કાઢીને તેઓની જગ્યાએ વસવા માંડ્યું.
23 Também os caftorins, que saíram de Caftor, destruíram os aveus, que habitavam em aldeias até Gaza, e habitaram no lugar deles.}
24 “પદ્ધી યહોવાએ આપણને કહ્યું, ‘હવે, ચાલો, નીકળી પડો અને આનોર્નંની ખીણ વટાવી જાઓ, કારણ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમજ તેના પ્રદેશને તમાંરા હાથમાં સોંપી દીધા છે. તેના ઉપર હુમલો કરો અને પ્રદેશ કબજે લેવા માંડો.
24 Levantai-vos, parti e passai o ribeiro de Arnom; eis que entreguei nas tuas mãos a Siom, o amorreu, rei de Hesbom, e à sua terra; começa a te apoderares dela, contendendo com eles em peleja.
25 આકાશ નીચે વસતા બધા લોકોને આદ્વથી તમાંરાથી ગભરાતા અને બીતા રહે એમ હું કરીશ; બધા ભયથી થથરશે જ્યારે તેઓ તમાંરા વિષે સાંભળશે.’
25 Neste dia começarei a meter terror e medo de ti aos povos que estão debaixo de todo o céu; os quais, ao ouvirem a tua fama, tremerão e se angustiarão por causa de ti.
26 “ત્યારબાદ મેં કદેમોથના વગડામાંથી હેશ્બોનના રાજા સીહોનને આ મુજબ શાંતિનો સંદેશો એલચીઓ માંરફતે મોકલાવ્યો કે,
26 Então, do deserto de Quedemote, mandei mensageiros a Siom, rei de Hesbom, com palavras de paz, dizendo:
27 ‘મહેરબાની કરીને અમને તમાંરા પ્રદેશમાંથી પસાર થવાદો. ડાબી કે જમણી બાજુ ફંટાયા વિના અમે સધા ધોરી માંર્ગે ચાલ્યા જઈશું.
27 Deixa-me passar pela tua terra; somente pela estrada irei, não me desviando nem para a direita nem para a esquerda.
28 રસ્તામાં અમે જે કાંઈ ખાઈશું કે જલપાન કરીશું એના પૈસા ચૂકવી દઈશું; અમાંરે ફકત તમાંરા પ્રદેશમાંથી પસાર થઇ.
28 Por dinheiro me venderás mantimento, para que eu coma; e por dinheiro me darás a água, para que eu beba. Tão-somente deixa-me passar a pé,
29 યર્દન નદી ઓળંગીને અમાંરા દેવ યહોવા અમને જે ભૂમિ આપે છે ત્યાં અમાંરે જવું છે. અમને પસાર થવા દે જેમ સેઇરમાં વસતા એસાવના વંશજોએ તથા આરમાં વસતા મોઆબીઓએ થવા દીધાં.’
29 assim como me fizeram os filhos de Esaú, que habitam em Seir, e os moabitas que habitam em Ar; até que eu passe o Jordão para a terra que o Senhor nosso Deus nos dá.
30 “પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને માંર્ગ આપવાની ના પૅંડી, કારણ, તમાંરા દેવ યહોવાએ તેને હઠીલો અને બળવાખોર બનાવી દીધો, જેથી તે તમાંરા હાથે સીહોનનો વિનાશ કરે અને તેના પ્રદેશનો તમે કબજો કરી શકો, જે હજી પણ અમાંરી પાસે છે.
30 Mas Siom, rei de Hesbom, não nos quis deixar passar por sua terra, porquanto o Senhor teu Deus lhe endurecera o espírito, e lhe fizera obstinado o coração, para to entregar nas mãos, como hoje se vê.
31 “પદ્ધી યહોવાએ મને કહ્યું, ‘જો મેં સીહોનને અને તેના પ્રદેશને તારા હાથમાં સોંપી દેવા માંડયા છે, એની ભૂમિનો કબજો લેવાનું તું શરૂ કરી દે.’
31 Disse-me, pois, o Senhor: Eis aqui, comecei a entregar-te Siom e a sua terra; começa, pois, a te apoderares dela, para possuíres a sua terra por herança.
32 “ત્યારબાદ સીહોન પોતાનું સમગ્ર સૈન્ય લઈને યાહાસ આગળ આપણી સામે યદ્ધ કરવાને બહાર પડ્યો,
32 Então Siom nos saiu ao encontro, ele e todo o seu povo, à peleja, em Jaza;
33 પરંતુ આપણા દેવ યહોવાએ તેને આપણા હાથમાં સોંપી દીધા; અંતે આપણે તેને તેના પુત્રોને તથા તેના સમગ્ર સૈન્યને હરાવ્યા.
33 e o Senhor nosso Deus no-lo entregou, e o ferimos a ele, e a seus filhos, e a todo o seu povo.
34 ત્યારબાદ આપણે તેનાં બધાં શહેરો કબજે કર્યા, અને દરેક શહેરમાંના બધાં જ સ્ત્રી, પુરુષો અને બાળકોની હત્યા કરી, કોઈનેય જીવતા રહેવા ન દીધા;
34 Também naquele tempo lhe tomamos todas as cidades, e fizemos perecer a todos, homens, mulheres e pequeninos, não deixando sobrevivente algum;
35 પણ આપણે જીતેલાં નગરોમાંથી મળેલી લૂંટ તથા પશધન આપણે રાખ્યાં.
35 somente tomamos por presa o gado para nós, juntamente com o despojo das cidades que havíamos tomado.
36 અનોર્નની ખીણની ધારે આવેલા અરોએરથી માંડીને ગિલયાદ સધીના સપાટ પ્રદેશમાં એક પણ નગર આપણી સામે ટકી શકયું નહોતું, આપણા દેવ યહોવાએ બધાં જ નગરો આપણા હાથમાં સોંપી દીધાં.
36 Desde Aroer, que está à borda do vale do Arnom, e desde a cidade que está no vale, até Gileade, nenhuma cidade houve tão alta que de nós escapasse; tudo o Senhor nosso Deus no-lo entregou.
37 પરંતુ આમ્મોનીઓના પ્રદેશમાં-યબ્બોક ખીણની આસપાસના કે પર્વતીય પ્રદેશમાં આવેલાં ગામોમાં જયાં જયાં જવાની આપણા દેવ યહોવાએ આપણને મનાઈ કરી હતી ત્યાં ત્યાં આપણે ગયા જ નહિ.
37 Somente à terra dos amonitas não chegastes, nem a parte alguma da borda do ribeiro de Jaboque, nem a cidade alguma da região montanhosa, nem a coisa alguma que o Senhor nosso Deus proibira.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Deuteronômio 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.