Deuteronômio 25
પવિત્ર બાઇબલ (GUJ2009) vs VC
1 “જો કોઈ બે માંણસો વચ્ચે ઝઘડો હોય કે તકરાર હોય તો તેઓએ ન્યાય માંટે અદાલતમાં જવું જોઇએ. અને ન્યાયાધીશો કોણ નિદોર્ષ છે અને કોણ ગુનેગાર છે તેનો ફેસલો કરશે.
1 Quando dois homens questionarem entre si e forem apresentados diante do tribunal para serem julgados e, tendo sido justificado o inocente e condenado o culpado,
2 ગુના અનુસાર જો ગુનેગાર ફટકા માંરવા યોગ્ય હોય તો એ નક્કી કરાશે કે તેને કેટલા ફટકા માંરવા. ગુનેગારે પોતાનું મોઢું નીચે તરફ રાખી સુવુ અને તેને ઉચીત માંત્રામાં ફટકા માંરવા.
2 se o culpado merecer ser açoitado, o juiz fá-lo-á deitar por terra e o fará açoitar em sua presença com um número de golpes proporcional ao seu delito.
3 ચાબુકના ચાળીસ ફટકાથી વધારે ફટકાની સજા કરી શકાય નહિ; જો ચાળીસથી વધારે ફટકા માંરવામાં આવે તો તે બતાવે છે કે તમે તેના જીવનનું મહત્વ જેટલું અાંકવું જોઇએ તેટલું આંકતા નથી.
3 Não se poderá ultrapassar o número de quarenta, para que não suceda que, sendo-lhe infligido mais do que isso, o teu irmão se retire aviltado aos teus olhos.
4 “કોઈ પણ વ્યકિતએ બળદ ડૂંડાં ખૂંદતો હોય ત્યારે તેને મોરી પહેરાવવી નહિ.
4 Não atarás a boca ao boi quando ele pisar o grão.
5 “બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષને પરણવું નહિ. તેના પતિના ભાઈએ તેની સાથે લગ્ન કરીને દિયર તરીકેની ફરજ બજાવવી.
5 Se alguns irmãos habitarem juntos, e um deles morrer sem deixar filhos, a mulher do defunto não se casará fora com um estranho: seu cunhado a desposará e se aproximará dela, observando o costume do levirato.
6 તેનાથી તે સ્ત્રીને જે પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય, જેથી તેનું નામ ઇસ્રાએલમાંથી ભૂસાઈ ન જાય.
6 Ao primeiro filho que ela tiver se porá o nome do irmão morto, a fim de que o seu nome não se extinga em Israel.
7 પરંતુ જો તે પોતાના મૃત ભાઈની પત્ની સાથે લગ્ન કરવા ઇચ્છતો ના હોય તો તે સ્ત્રીએ ચોરામાં નગરના આગેવાનો સમક્ષ જઈને કહેવું કે, ‘માંરો દિયર તેના ભાઈના કુળનું નામ ઇસ્રાએલમાં જીવંત રાખવા માંગતો નથી, વળી તે માંરા પ્રત્યેની પતિ તરીકેની જવાબદારી લેવા ઇચ્છતો નથી.’
7 Porém, se lhe repugnar receber a mulher do seu irmão, essa mulher irá ter com os anciães à porta da cidade e lhes dirá: meu cunhado recusa perpetuar o nome de seu irmão em Israel e não quer observar o costume do levirato, recebendo-me por mulher.
8 ત્યારબાદ ગામના આગેવાન વડીલો તેને બોલાવી તેને સમજાવે, અને તેમ છતાં તે હઠ પકડીને જણાવે કે, ‘હું તેને પરણવા માંગતો નથી.’
8 Eles o farão logo comparecer e o interrogarão. Se persistir em declarar que não a quer desposar,
9 તો પછી તે વિધવા વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેનાં ચંપલ કાઢી નાખે અને તેના મુખ પર થૂંકે, પછી કહે, ‘જે માંણસ પોતાના ભાઈનો વંશ ચાલુ રાખવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય છે.’
9 sua cunhada se aproximará dele em presença dos anciães, tirar-lhe-á a sandália do pé e lhe cuspirá no rosto, dizendo: eis o que se faz ao homem que recusa levantar a casa de seu irmão!
10 અને ત્યારબાદ હંમેશા તેનું ઘર ઇસ્રાએલમાં આ પ્રમાંણે ઓળખાશે જે વ્યકિતનાં ‘ચંપલ કાઢી નંખાયા હતા તેનું કુટુંબ.’
10 E a família desse homem se chamará em Israel a família do descalçado.
11 “જો બે વ્યકિતઓ વચ્ચે ઝઘડો થાય અને પોતાના પતિને બચાવવા તેમાંનાં એકની વહુ વચમાં પડે અને બીજા માંણસના વૃષણને પકડીને ખેંચે અને ઇજા પહોંચાડે,
11 Se dois homens estiverem em disputa, e a mulher de um vier em socorro de seu marido para livrá-lo do seu assaltante e pegar este pelas partes vergonhosas,
12 તો દયા બતાવ્યા વિના તમાંરે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો.
12 cortarás a mão dessa mulher, sem compaixão alguma
13 “તમાંરી થેલીમાં ખૂબ હલકાં કે ખૂબ ભારે કાટલાં ન હોવા જોઇએ.
13 Não terás em tua bolsa duas espécies de pesos, uma pedra grande e uma pequena.
14 વળી તમાંરા ઘરમાં તમાંરે ખૂબ નાનાં અને ખૂબ મોટા માંપ રાખવાં નહિ.
14 Não terás duas espécies de efás, um grande e um pequeno.
15 તમાંરે સાચા અને પ્રમાંણિત વજન અને માંપનો ઉપયોગ કરવો, જેથી યહોવાએ આપેલી ભૂમિમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો.
15 Tuas pedras serão um peso exato e justo, para que sejam prolongados os teus dias na terra que te dá o Senhor, teu Deus.
16 જે કોઈ વ્યકિત ખોટાં વજન અને ખોટા માંપથી છેતરપિંડી કરે છે, તે તમાંરા યહોવા દેવની નજરમાં ધૃણાજનક છે.
16 Porque quem faz essas coisas, quem comete fraude, é abominável aos olhos do Senhor, teu Deus.
17 “તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાંલેકી પ્રજાએ તમાંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે યાદ રાખજો.
17 Lembra-te do que te fez Amalec no caminho, quando saíste do Egito,
18 તે લોકો તમાંરી વિરુદ્ધ લડ્યાં અને તમાંરા લોકો જે થાકી ગયા હતા અને નબળા હતા અને જેઓ બધાની પાછળ ધીમે ચાલી રહ્યાં હતાં તેમના પર આક્રમણ કર્યુ, અમાંલેકીઓને દેવનો ડર ન હતો.
18 de como ele, sem temor algum de Deus, estando vós cansados e extenuados, veio atacar-te no caminho, atingindo todos os desfalecidos que te seguiam.
19 તેથી તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપી રહ્યા છે તેમાં તે તમાંરી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે તમાંરે અમાંલેકીઓનું નામનિશાન ધરતીના પટ ઉપરથી ભૂંસી નાખવાનું છે, તે બાબત કદી ભૂલશો નહિ.
19 Quando, pois, o Senhor, teu Deus, te tiver dado segurança na terra que te dá como herança, e te tiver livrado dos inimigos que te cercam, apagarás de debaixo dos céus a memória de Amalec. Não o esqueças.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Deuteronômio 25, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.