Deuteronômio 12

પવિત્ર બાઇબલ (GUJ2009) vs ARC

Sair da comparação
ARC Almeida Revista e Corrigida 2009
1 “તમાંરા પિતૃઓના દેવ યહોવાએ તમને સદાને માંટે વતન તરીકે જે ભૂમિ આપી છે, તેમાં તમાંરે નીચેના નિયમો તથા કાયદાઓ આજીવન પાળવાના છે.
1 Estes são os estatutos e os juízos que tereis cuidado em fazer na terra que vos deu o Senhor , Deus de vossos pais, para a possuirdes todos os dias que viverdes sobre a terra.
2 તમે જયાં જયાં ઊચા પર્વતો પર તથા ડુંગરાઓ પર અથવા વૃક્ષોની નીચે તમે જે પ્રજાઓની ભૂમિ કબજે કરો છો તેમની રચેલી વેદીઓ અને સ્થાનકો જુઓ-તે સર્વનો તમાંરે નાશ કરવો.
2 Totalmente destruireis todos os lugares onde as nações que possuireis serviram os seus deuses, sobre as altas montanhas, e sobre os outeiros, e debaixo de toda árvore verde;
3 તેમની અગ્નિ વેદીઓ વિખેરી નાખો, તેમના સ્માંરક સ્તંભોને ભાંગી નાખો. અશેરીમના થાંભલાને બાળી નાખવા અને તેમના દેવોની મૂર્તિઓ તોડી નાખો. યાદ રાખો- તમાંરે તેમનું નામ તે જગ્યાએથી ભૂંસી નાખવાનું છે.
3 e derribareis os seus altares, e quebrareis as suas estátuas, e os seus bosques queimareis a fogo, e abatereis as imagens esculpidas dos seus deuses, e apagareis o seu nome daquele lugar.
4 “એ લોકો તેમના પોતાના દેવોનું જે રીતે પૂજન કરે છે તે રીતે તમાંરે તમાંરા દેવ યહોવાની આરાધના કરવી નહિ.
4 Assim não fareis para com o Senhor , vosso Deus,
5 યહોવા તમાંરા દેવ તમાંરા કુળસમૂહો વચ્ચે એક ખાસ જગ્યા પસંદ કરશે. યહોવા તેમનું નામ ત્યાં મૂકશે. તે તેમનું ખાસ ઘર રહેશે. તમાંરે તેની ભકિત કરવા તે જગ્યાએ જ જવાનું છે.
5 mas buscareis o lugar que o Senhor , vosso Deus, escolher de todas as vossas tribos, para ali pôr o seu nome e sua habitação; e ali vireis.
6 ત્યાં જ તમાંરે તમાંરાં બધાં દહનાર્પણો અને અન્ય અર્પણો જે વેદી પર અર્પિત કરવામાં આવશે, કૃષિ ઉપજનો દશમો ભાગ, કૃષિ ઉપજના અન્ય અર્પણો, તમાંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં ખાસ અર્પણો, તમાંરી ખાસ ભેટો અને તમાંરાં ઘેટા, બકરાંના તથા ઢોરઢાંખરના પ્રથમજનિતો લાવવાં.
6 E ali trareis os vossos holocaustos, e os vossos sacrifícios, e os vossos dízimos, e a oferta alçada da vossa mão, e os vossos votos, e as vossas ofertas voluntárias, e os primogênitos das vossas vacas e das vossas ovelhas.
7 યહોવા તમાંરા દેવની હાજરીમાં તમે અને તમાંરા પરિવારોએ સાથે આનંદ માંણવો તમાંરા પરિશ્રમનાં ફળોથી સુખી રહો અને દેવે તમને જે બધાંથી આશીર્વાદીત કર્યા છે તેનાથી આનંદ માંણવો.
7 E ali comereis perante o Senhor , vosso Deus, e vos alegrareis em tudo em que poreis a vossa mão, vós e as vossas casas, no que te abençoar o Senhor , vosso Deus.
8 “જ્યારે તમે ભૂમિમાં પ્રવેશો ત્યારે તમાંરે અત્યારે જેમ પૂજા કરીએ છીએ તેમ ન કરવી. આજે પ્રત્યેક વ્યકિત પોતાને મન ફાવે ત્યાં પૂજા કરે છે.
8 Não fareis conforme tudo o que hoje fazemos aqui, cada qual tudo o que bem parece aos seus olhos,
9 કારણ કે, યહોવા તમને જે વિશ્રામસ્થાન, જે ભૂમિ આપનાર છે,
9 porque até agora não entrastes no descanso e na herança que vos dá o Senhor , vosso Deus.
10 તમે યર્દન નદી પાર કરીને તમાંરા દેવ-યહોવાએ તમને જે ભૂમિ આપી છે તેમાં જયારે તમે વસવાટ કરશો, ત્યારે યહોવા તમને તમાંરા ચારે દિશાના દુશ્મનોથી રક્ષણ આપશે અને તમે બધા સુરક્ષિત રીતે સુખે રહી શકશો.
10 Mas passareis o Jordão e habitareis na terra que vos fará herdar o Senhor , vosso Deus; e vos dará repouso de todos os vossos inimigos em redor, e morareis seguros.
11 તે સમયે તમાંરા દેવ યહોવા તેમની પોતાની સેવા માંટે એક જગ્યાની પસંદગી કરશે ત્યાં હું આજ્ઞા કરું છું તે બધું તમાંરે લાવવું; તમાંરી ઊપજનો દશમો ભાગ, યજ્ઞો તેમજ તમાંરાં બધાં દહનાર્પણ તથા અન્ય અર્પણો તે જ જગ્યાએ ચડાવવાં. બાધા તરીકે ચઢાવવાની ખાસ ભેટો તમાંરે સાથે લાવવી.
11 Então, haverá um lugar que escolherá o Senhor , vosso Deus, para ali fazer habitar o seu nome; ali trareis tudo o que vos ordeno: os vossos holocaustos, e os vossos sacrifícios, e os vossos dízimos, e a oferta alçada da vossa mão, e toda escolha dos vossos votos que votardes ao Senhor .
12 ત્યાં તમાંરા દેવ યહોવાની સમક્ષ તમાંરાં સંતાનો, દાસદાસીઓ તેમ જ તમાંરાં ગામોમાં વસતા લેવીઓ સાથે આનંદ માંણવો; કારણ કે; એ લેવીઓને ભૂમિનો કોઈ ભાગ પોતાના માંટે પ્રાપ્ત થયેલ નથી.
12 E vos alegrareis perante o Senhor , vosso Deus, vós, e vossos filhos, e vossas filhas, e vossos servos, e vossas servas, e o levita que está dentro das vossas portas, pois convosco não tem ele parte nem herança.
13 ધ્યાન રાખજો, તમાંરે દહનાર્પણો ગમે તે જગ્યાએ અર્પણ કરવાના નથી.
13 Guarda-te que não ofereças os teus holocaustos em todo lugar que vires;
14 તમાંરા બધા વંશોના પ્રદેશમાંથી યહોવા જે એક જગ્યા પસંદ કરશે; ત્યાં જ તમાંરે તમાંરાં બલિદાનો અર્પવા અને તમાંરી ભેટો લાવવી અને હું તમને જે ચઢાવવાની આજ્ઞા કરુ તે બધું ચઢાવવું.
14 mas, no lugar que o Senhor escolher numa das tuas tribos, ali oferecerás os teus holocaustos e ali farás tudo o que te ordeno.
15 “તમાંરા વસવાટોમાં તમાંરા દેવ યહોવા આપે તેટલાં પ્રાણીઓનો તમે ખાવા માંટે ઉપયોગ કરી શકો છો. હરણ અથવા સાબર જેવા પ્રાણીઓ તમે છૂટથી ખાઇ શકો છો. તમે શુદ્વ કે અશુદ્વ હો તેનો કોઇ વાંધો નથી.
15 Porém, conforme todo o desejo da tua alma, degolarás e comerás carne segundo a bênção do Senhor , teu Deus, que te dá dentro de todas as tuas portas; o imundo e o limpo dela comerão, como do corço e do veado.
16 એનું લોહી તમાંરે ખાવું નહિ, એ તમાંરે પાણીની જેમ જમીન પર રેડી દેવુ.
16 Tão somente o sangue não comereis; sobre a terra o derramareis como água.
17 “પરંતુ અર્પણોમાંનું કશું જ ઘરે ખાવું નહિ, અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમાંરાં ઢોરનાં કે ઘેટાંબકરાંનાં પ્રથમજનિત અથવા બાધાબલિઓ, સ્વૈચ્છિક બલિઓ કે દાનબલિઓ તમાંરે તમાંરા વસવાટોમાં ખાવાના નથી.
17 Nas tuas portas, não poderás comer o dízimo do teu cereal, nem do teu mosto, nem do teu azeite, nem as primogenituras das tuas vacas, nem das tuas ovelhas; nem nenhum dos teus votos, que houveres votado, nem as tuas ofertas voluntárias, nem a oferta alçada da tua mão;
18 આ બધું તમાંરે એક જ જગ્યાએ લાવવું, જે યહોવા તમાંરા દેવ પસંદ કરશે જયાં તમે, તમાંરાં બાળકો અને લેવીઓ યહોવા તમાંરા દેવની સમક્ષ તે તમાંરા નર અને નારી સેવકો, અને તમાંરા શહેરોમાં વસતા સાથે ખાઇ શકો. તમાંરાં પરિશ્રમનાં ફળોનો આનંદ યહોવા સમક્ષ સાથે માંણો.
18 mas o comerás perante o Senhor , teu Deus, no lugar que escolher o Senhor , teu Deus, tu, e teu filho, e tua filha, e teu servo, e tua serva, e o levita que está dentro das tuas portas; e perante o Senhor , teu Deus, te alegrarás em tudo em que puseres a tua mão.
19 પણ તમે એ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓની જીવનભર કાળજીપૂર્વક સારસંભાળ લેવાનું ચૂકશો નહિ. તમે લેવીઓને ભૂલી ન જતા. તેઓને તમાંરા ભાગીદાર બનાવજો.
19 Guarda-te que não desampares o levita todos os teus dias na terra.
20 “જયારે તમાંરા દેવ યહોવા પોતે વચન આપ્યા મુજબ તમાંરો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઈચ્છા થાય તો ખાવું હોય એટલું ખાવાની છૂટ છે.
20 Quando o Senhor , teu Deus, dilatar os teus termos como te disse, e disseres: Comerei carne, porquanto a tua alma tem desejo de comer carne; conforme todo desejo da tua alma, comerás carne.
21 તમાંરા દેવ યહોવાએ પોતાના નામ માંટે પસંદ કરેલું સ્થાન જો બહુ દૂર હોય તો મેં તમને કહ્યું તેમ, તમે યહોવાએ આપેલાં તમાંરાં ઢોર કે ઘેટાં બકરાંમાંથી કોઈને માંરી નાખીને તેનું માંસ તમાંરા ગામમાં છૂટથી તમાંરે ઘરે ખાઈ શકો છો.
21 Se estiver longe de ti o lugar que o Senhor , teu Deus, escolher para ali pôr o seu nome, então, degolarás das tuas vacas e tuas ovelhas, que o Senhor te tiver dado, como te tenho ordenado; e comerás dentro das tuas portas, conforme todo o desejo da tua alma.
22 શુદ્વ કે અશુદ્વ ગમે તે સ્થિતિમાં તેમ એ પ્રાણી, હરણ કે સાબર ખાઓ છો તેમ ખાઈ શકો છો;
22 Porém, como se come o corço e o veado, assim comerás; o imundo e o limpo juntamente comerão delas.
23 પરંતુ તમાંરે તેનું લોહી કદી પણ ખાવું નહિ, કારણ કે, લોહીમાં જ જીવ છે, અને તમાંરે તે માંસ નથી જ ખાવાનું જેમાં જીવ છે.
23 Somente esforça-te para que não comas o sangue, pois o sangue é a vida; pelo que não comerás a vida com a carne.
24 તમાંરે લોહી ખાવું નહિ, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું.
24 Não o comerás; na terra o derramarás como água.
25 જો તમે એ નહિ ખાઓ તો તમને અને તમાંરા સંતાનો માંટે બધું જ સારું રહેશે, કારણ કે, યહોવાની દૃષ્ટિએ તમે સાચું કામ કર્યુ છે.
25 Não o comerás, para que bem te suceda a ti e a teus filhos, depois de ti, quando fizeres o que for reto aos olhos do Senhor .
26 “દેવ સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં અર્પણો તથા દાન યહોવાએ પસંદ કરેલા સ્થાનમાં જ લઈ જવાં.
26 Porém as tuas coisas santas que tiveres e os teus votos tomarás e virás ao lugar que o Senhor escolher.
27 તમે દહનાર્પણ કરો તો તેનું માંસ અને લોહી બંને તમાંરા દેવ યહોવાની વેદી પર ધરાવવાં જોઈએ, જો તે ખાદ્યાર્પણ હોય તો તેનું માંસ તમે ખાઈ શકો છો, પણ તેનું લોહી તમાંરે દેવ યહોવાની વેદી પર રેડવું.
27 E oferecerás os teus holocaustos, a carne e o sangue sobre o altar do Senhor , teu Deus; e o sangue dos teus sacrifícios se derramará sobre o altar do Senhor , teu Deus; porém a carne comerás.
28 હું જે આ સર્વ આજ્ઞાઓ તમને કહું છું તેનું પાલન કરવામાં કાળજી રાખવી, યાદ રાખો, યહોવા તમાંરા દેવની દૃષ્ટિમાં જે સારું અને યોગ્ય છે તે તમે કરશો તો તમને અને તમાંરાં સંતાનોને સદાસર્વદા બધુ સારું થાય.
28 Guarda e ouve todas estas palavras que te ordeno, para que bem te suceda a ti e a teus filhos, depois de ti para sempre, quando fizeres o que for bom e reto aos olhos do Senhor , teu Deus.
29 “તમાંરા દેવ યહોવા તમાંરે માંટે તમે જેમના પ્રદેશનો કબજો લો છો તે પ્રજાઓનો નાશ કરશે અને તમે તે પ્રદેશમાં વસવાટ કરશો,
29 Quando o Senhor , teu Deus, desarraigar de diante de ti as nações, aonde vais a possuí-las, e as possuíres e habitares na sua terra,
30 ત્યારે જોજો, તમે ફસાઈ ન જતા અને ત્યાંની પ્રજાઓના પગલે ચાલીને તેઓના દેવોનું પૂજન કરવામાં તેઓનું અનુસરણ ન કરશો. એમની જેમ પૂજા કરવાના હેતુથી એ લોકો પોતાના દેવની પૂજા કઈ રીતે કરે છે તે જાણવાનો પ્રયત્ન પણ કરશો નહિે,
30 guarda-te que te não enlaces após elas, depois que forem destruídas diante de ti; e que não perguntes acerca dos seus deuses, dizendo: Assim como serviram estas nações os seus deuses, do mesmo modo também farei eu.
31 તેઓ જે રીતે પોતાના દેવોની પૂજા કરે છે તે રીતે તમાંરે તમાંરા દેવ યહોવાની ઉપાસના કરવી નહંી, કારણ કે, તેઓ પોતાના દેવો માંટે જે કંઈ કરે છે તે યહોવાની દૃષ્ટિેએ ધિક્કારજનક અને ધૃણાને પાત્ર છે. તેઓ પોતાના દેવોની સમક્ષ પોતાના પુત્રો તથા પુત્રીઓને સુદ્ધાં બલિઓ તરીકે હોમી દે છે.
31 Assim não farás ao Senhor , teu Deus, porque tudo o que é abominável ao Senhor e que ele aborrece fizeram eles a seus deuses, pois até seus filhos e suas filhas queimaram com fogo aos seus deuses.
32 “મેં તમને જે કંઈ આજ્ઞાઓ કરી છે તે સર્વનું પાલન કરજો. તેમાં કશો ઉમેરો કે ઘટાડો ન કરશો.
32 Tudo o que eu te ordeno observarás; nada lhe acrescentarás nem diminuirás.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Deuteronômio 12, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.