1 Reis 12

પવિત્ર બાઇબલ (GUJ2009) vs ARC

Sair da comparação
ARC Almeida Revista e Corrigida 2009
1 રહાબઆમ શખેમમાં ગયો. કારણ કે ઇસ્રાએલના બધાં લોકો તેને રાજા બનાવવા માંટે ત્યાં ગયા હતા.
1 E foi Roboão para Siquém, porque todo o Israel veio a Siquém, para o fazerem rei.
2 તે વખતે યરોબઆમ મિસરમાં હતો, સુલેમાંન રાજાની આગળથી તે ત્યાં નાસી ગયો હતો. આ રાજયાભિષેક વિષે તેણે તેના મિત્રો પાસેથી સાંભળ્યું, અને તે મિસરમાંથી પાછો આવ્યો.
2 E sucedeu, pois, que, ouvindo-o Jeroboão, filho de Nebate, estando ainda no Egito (porque fugira de diante do rei Salomão e habitava Jeroboão no Egito),
3 કારણ કે ઇસ્રાએલના લોકોએ તેને બોલાવી લીધો હતો, પછી તે એ બધા લોકો સાથે રહાબઆમ પાસે ગયો અને કહ્યું,
3 enviaram e o mandaram chamar; e Jeroboão e toda a congregação de Israel vieram e falaram a Roboão, dizendo:
4 “તમાંરા પિતા અમાંરા પ્રત્યે બહુ કઠોર હતા અને અમાંરી પાસે સખત કામ કરાવ્યા, હવે તમે અમાંરા પર તમાંરા પિતાએ મૂકેલો આ ભાર હળવો કરો, અને અમે તમાંરી સેવા કરીશું.”
4 Teu pai agravou o nosso jugo; agora, pois, alivia tu a dura servidão de teu pai e o seu pesado jugo que nos impôs, e nós te serviremos.
5 પછી રહાબઆમે જણાવ્યું, “અહીંથી ચાલ્યા જાવ અને ત્રણ દિવસ પછી પાછા આવજો.” પછી લોકો તેમની પાસેથી દૂર ગયા.
5 E ele lhes disse: Ide-vos até ao terceiro dia e voltai a mim. E o povo se foi.
6 ત્યારબાદ રાજા રહાબઆમે પોતાના પિતા સુલેમાંન જીવતા હતા ત્યારે જે વડીલો તેના સલાહકારો હતા તેઓની સલાહ લીધી. તેણે પૂછયું, “તમે મને આ લોકોને શો જવાબ આપવો તેની સલાહ આપો.”
6 E teve o rei Roboão conselho com os anciãos que estavam na presença de Salomão, seu pai, quando este ainda vivia, dizendo: Como aconselhais vós que se responda a este povo?
7 તેમણે કહ્યું, “હવે આપ એ લોકોની ઇચ્છાને તાબે થઈ જાઓ અને એમની સાથે નમ્રતાથી વાત કરશો, તો તેઓ કાયમ માંટે તમાંરી સેવા કરશે.”
7 E eles lhe falaram, dizendo: Se hoje fores servo deste povo, e o servires, e, respondendo-lhe, lhe falares boas palavras, todos os dias serão teus servos.
8 પરંતુ રહાબઆમે આ વડીલોની સલાહની અવગણના કરી; અને તેણે પોતાની સાથે ઉછરેલા જુવાન મિત્રોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી,
8 Porém ele deixou o conselho que os anciãos lhe tinham aconselhado e teve conselho com os jovens que haviam crescido com ele, que estavam diante dele.
9 તેણે પૂછયું, “આ લોકોએ જે મને કહ્યું છે કે, ‘તમાંરા પિતાએ અમાંરા પર જે ભાર મૂકયો છે તે હળવો કરો.’ તેઓને જવાબ આપવા માંટે તમે શી સલાહ આપો છો?”
9 E disse-lhes: Que aconselhais vós que respondamos a este povo, que me falou, dizendo: Alivia o jugo que teu pai nos impôs?
10 જુવાન મિત્રોએ તેને કહ્યું, “તમે તેઓને એવો જવાબ આપો કે, ‘માંરા પિતાની કમર કરતાં માંરી ટચલી આંગળી જાડી છે.
10 E os jovens que haviam crescido com ele lhe falaram, dizendo: Assim falarás a este povo que te falou, dizendo: Teu pai fez pesadíssimo o nosso jugo, mas tu o alivia de sobre nós; assim lhe falarás: Meu dedo mínimo é mais grosso do que os lombos de meu pai.
11 અને માંરા પિતાએ તમાંરા પર જે બોજ મૂકયો હતો તેને હું વધારીશ. માંરા પિતા તમને કોરડાથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટૂકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.’”
11 Assim que, se meu pai vos carregou de um jugo pesado, ainda eu aumentarei o vosso jugo; meu pai vos castigou com açoites, porém eu vos castigarei com escorpiões.
12 યરોબઆમ અને તેના માંણસો ત્રણ દિવસ પછી રહાબઆમ પાસે ગયા. બરાબર જે પ્રમાંણે રાજાએ તેમને કરવા કહ્યું હતું તેમજ.
12 Veio, pois, Jeroboão e todo o povo, ao terceiro dia, a Roboão, como o rei havia falado, dizendo: Voltai a mim ao terceiro dia.
13 રાજાએ વડીલોની સલાહ માંની નહિ પણ લોકોને કઠોરતાથી જવાબ આપ્યો.
13 E o rei respondeu ao povo duramente, porque deixara o conselho que os anciãos lhe haviam aconselhado.
14 જેમ તેના મિત્રોએ તેને કહ્યું હતું તેમ તેણે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પર જે ભાર મૂકયો હતો તે ભાર હું હજી વધારીશ. માંરા પિતા તો તમને ચાબુકથી ફટકારતા હતા, હું તો તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”
14 E lhe falou conforme o conselho dos jovens, dizendo: Meu pai agravou o vosso jugo, porém eu ainda aumentarei o vosso jugo; meu pai vos castigou com açoites, porém eu vos castigarei com escorpiões.
15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું.
15 O rei, pois, não deu ouvidos ao povo, porque esta revolta vinha do Senhor , para confirmar a palavra que o Senhor tinha dito pelo ministério de Aías, o silonita, a Jeroboão, filho de Nebate.
16 જયારે લોકોએ જોયું કે રાજા આપણી વાત સાંભળતો નથી, ત્યારે તેઓએ જવાબ આપ્યો,
16 Vendo, pois, todo o Israel que o rei não lhe dava ouvidos, tornou-lhe o povo a responder, dizendo: Que parte temos nós com Davi? Não há para nós herança no filho de Jessé. Às tuas tendas, ó Israel! Provê, agora, à tua casa, ó Davi. Então, Israel se foi às suas tendas.
17 અને આમ રહાબઆમે યહૂદાના નગરમાં વસતા ઇસ્રાએલીઓ પર રાજય કર્યુ.
17 No tocante, porém, aos filhos de Israel que habitavam nas cidades de Judá, sobre eles reinou Roboão.
18 રાજા રહાબઆમે વેઠ મજૂરોનું ખાતુ સંભાળતા અદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો, પણ તેઓએ તેને પથ્થરો માંરીને માંરી નાંખ્યો, આથી રાજા રહાબઆમને રથમાં બેસી યરૂશાલેમ ભાગી જવું પડયું.
18 Então, o rei Roboão enviou a Adorão, que estava sobre os tributos; e todo o Israel o apedrejou com pedras e morreu; mas o rei Roboão se animou a subir ao seu carro para fugir para Jerusalém.
19 ત્યારથી ઇસ્રાએલીઓએ દાઉદના કુટુંબ સામે બળવો કર્યો છે અને તેઓ આજ સુધી અલગ રહેતા આવ્યા છે.
19 Assim se desligaram os israelitas da casa de Davi até ao dia de hoje.
20 જયારે ઇસ્રાએલના બધા લોકોએ સાંભળ્યું કે, યરોબઆમ પાછો આવ્યો છે, ત્યારે તેમણે તેને ઇસ્રાએલી સભા સમક્ષ બોલાવી, આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો. યહૂદાના કુળસમૂહ સિવાય કોઈ દાઉદના રાજવંશને વફાદાર રહ્યું નહિ.
20 E sucedeu que, ouvindo todo o Israel que Jeroboão tinha voltado, enviaram, e o chamaram para a congregação, e o fizeram rei sobre todo o Israel; e ninguém seguiu a casa de Davi, senão a tribo de Judá.
21 રહાબઆમે યરૂશાલેમ જઈને યહૂદાની ટોળીના અને બિન્યામીનના કુટુંબના કુલ 1,80,000 ચુનંદા યોદ્વાઓને લઇને ઇસ્રાએલના વંશો સામે યુદ્ધ કરી પોતાનું રાજય પાછું મેળવવા ભેગા કર્યા.
21 Vindo, pois, Roboão a Jerusalém, ajuntou toda a casa de Judá e a tribo de Benjamim, cento e oitenta mil escolhidos, destros para a guerra, para pelejar contra a casa de Israel, para restituir o reino a Roboão, filho de Salomão.
22 પણ ઇશ્વર ભકત શમાંયાને દેવની વાણી સંભળાઈ કે,
22 Porém veio a palavra de Deus a Semaías, homem de Deus, dizendo:
23 “યહૂદાના સુલેમાંનના રાજા પુત્ર રહાબઆમને, તથા યહૂદાના તથા બિન્યામીનના વંશના બધા લોકો જે આજ સુધી તેની સાથે છે તેમને કહે.
23 Fala a Roboão, filho de Salomão, rei de Judá, e a toda a casa de Judá, e a Benjamim, e ao resto do povo, dizendo:
24 ‘આ યહોવાનાં વચન છે: તમાંરા ભાઈઓ ઇસ્રાએલીઓ સામે લડવા જશો નહિ, સૌ કોઈ પોતપોતાને ઘેર પાછા જાય, જે કંઈ બન્યું છે તે માંરી ઇચ્છાથી બન્યું છે.’” તેમણે યહોવાનું કહ્યું માંન્યું અને તેની આજ્ઞા પ્રમાંણે તેઓ પાછા ઘેર ચાલ્યા ગયા.
24 Assim diz o Senhor : Não subireis, nem pelejareis contra vossos irmãos, os filhos de Israel; volte cada um para a sua casa, porque eu é que fiz esta obra. E ouviram a palavra do Senhor e voltaram segundo a palavra do Senhor .
25 પછી યરોબઆમે એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં શખેમ નગરની કિલ્લેબંધી કરી અને ત્યાં રહ્યો; અને ત્યાંથી તેણે પનુએલનગરની પણ કિલ્લેબંધી કરાવી.
25 E Jeroboão edificou a Siquém, no monte de Efraim, e habitou ali, e saiu dali, e edificou a Penuel.
26 યરોબઆમે વિચાર કર્યો, “આજે સ્થિતી એવી છે કે, માંરા રાજયના લોકો પાછા દાઉદના રાજવંશને સ્વીકારશે.
26 E disse Jeroboão no seu coração: Agora, tornará o reino à casa de Davi.
27 જો આ લોકો યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરે યજ્ઞો અર્પણ કરવાનું ચાલુ રાખશે, તો તેમના હૃદયમાં તેમના નેતા યહૂદાના રાજા રહાબઆમ પ્રત્યે ફરી વફાદારી જાગશે; અને તેઓ મને માંરી નાખશે, અને ફરી પાછા યહૂદાના રાજા રહાબઆમને અનુસરશે.”
27 Se este povo subir para fazer sacrifícios na Casa do Senhor , em Jerusalém, o coração deste povo se tornará a seu senhor, a Roboão, rei de Judá, e me matarão e tornarão a Roboão, rei de Judá.
28 આથી તેણે આ બાબત પર વિચારીને બે સોનાના વાછરડા કરાવ્યા અને લોકોને કહ્યું, “હવે તમાંરે બધાએ યરૂશાલેમ જવાની જરૂર નથી, ઓ ઇસ્રાએલીઓ; આ રહ્યા તમાંરા દેવ જે તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.”
28 Pelo que o rei tomou conselho, e fez dois bezerros de ouro, e lhes disse: Muito trabalho vos será o subir a Jerusalém; vês aqui teus deuses, ó Israel, que te fizeram subir da terra do Egito.
29 એક વાછરડાને તેણે બેથેલમાં સ્થાપ્યો અને બીજો દાનમાં આપ્યો.
29 E pôs um em Betel e colocou o outro em Dã.
30 આથી ઇસ્રાએલીઓએ પાપ કર્યુ. લોકો એક મૂર્તિ સામે પૂજા કરવા બેથેલ જતા અને બીજી મૂર્તિ સામે પૂજા કરવા દાન સુધી જતા.
30 E este feito se tornou em pecado, pois que o povo ia até Dã, cada um a adorar.
31 યરોબઆમે ટેકરીઓ પર કબરો બનાવી, અને લેવીવંશી ન હોય એવા બીજા કોઈ પણ કુટુંબોમાંથી યાજકો નિયુકત કર્યા.
31 Também fez casa dos altos e fez sacerdotes dos mais baixos do povo, que não eram dos filhos de Levi.
32 આઠમાં મહિનામાં પંદરમાં દિવસે, યરોબઆમે યહૂદામાં જે ઉજવાતો હતો તેવો એક ઉત્સવ શરૂ કર્યો, અને તે બેથેલની વેદી પર ઉજવાતો હતો જે તેણે બનાવી હતી. તેણે વાછરડાઓને બલિદાનો અર્પણ કરવાનું શરુ કર્યું જે તેણે બનાવ્યા હતાં. અને તેણે ઉચ્ચ સ્થાનો પરથી યાજકોને નિયુકત કર્યા, બેથેલની કબરોમાં સેવા કરવા માંટે જે તેણે બનાવી હતી.
32 E fez Jeroboão uma festa no oitavo mês, no dia décimo quinto do mês, como a festa que se fazia em Judá, e sacrificou no altar; semelhantemente, fez em Betel, sacrificando aos bezerros que fizera; também em Betel estabeleceu sacerdotes dos altos que fizera.
33 આમ, ઇસ્રાએલીઓ માંટે પોતે શરૂ કરેલો ઉત્સવ ઊજવવા પોતે પસંદ કરેલા આઠમાં મહિનાનાં પંદરમાં દિવસે તે બેથેલ ગયો, અને બલિદાનો અર્પણ કરવા તે પોતે બનાવેલી વેદી પર ગયો.
33 E sacrificou no altar que fizera em Betel, no dia décimo quinto do oitavo mês, do mês que ele tinha imaginado no seu coração, assim fez a festa aos filhos de Israel e sacrificou no altar, queimando incenso.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Reis 12, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.