Provérbios 17

Gujarati Bible (GL_GUJARATI) vs NVT

Sair da comparação
NVT Nova Versão Transformadora
1 જે ઘરમાં કજિયા-કંકાસ હોય અને ત્યાં મિજબાની હોય તો તેના કરતાં શાંતિસહિત સૂકો રોટલો મળે તો તે વધારે સારો છે.
1 É melhor um pedaço de pão seco e paz que uma casa cheia de banquetes e conflitos.
2 ડાહ્યો નોકર નકામા પુત્ર ઉપર અમલ ચલાવશે અને ભાઇઓ સાથે વારસામાંથી ભાગ લેશે.
2 O servo prudente governará sobre o filho que envergonha o pai e terá parte na herança com os filhos de seu senhor.
3 ચાંદીની પરીક્ષા કુલડી કરે છે. સોનાની પરીક્ષા ભઠ્ઠી કરે છે. પણ અંત:કરણની પરીક્ષા યહોવા કરે છે.
3 O fogo prova a pureza da prata e do ouro, mas o S
4 જે કોઇ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ વ્યકિત છે, જે કોઇ કિન્ના ખોરી ભરેલી વાતો સાંભળે છે તે જુઠ્ઠો છે.
4 A pessoa má gosta de ouvir maldades; o mentiroso dá atenção a palavras destrutivas.
5 જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહાર દેવની નિંદા કરે છે; જે કોઇ કોઇની વિપત્તિને જોઇને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
5 Quem zomba do pobre insulta seu Criador; quem se alegra com a desgraça alheia será castigado.
6 છોકરાનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને સંતાનોનો મહિમા તેઓના પૂર્વજ છે.
6 Os netos são coroa de honra para os idosos; os pais são o orgulho de seus filhos.
7 મૂર્ખના મુખમાં ઉમદા વાણી શોભતી નથી, તો પછી મહાપુરુષના મુખમાં જૂઠી વાણી કેવી રીતે શોભે?
7 Não convém ao tolo falar com eloquência, e muito menos ao governante mentir.
8 જેને બક્ષિસ મળે છે તેની નજરમાં તે મૂલ્યવાન મણિ જેવી છે; તે જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે.
8 O suborno é como um amuleto da sorte; quem o oferece sempre alcança o que quer.
9 દોષ જતો કરવાથી મૈત્રી વધે છે. પણ તેને જ વારંવાર સંભારવાથી મૈત્રી તૂટે છે.
9 Quem perdoa a ofensa mostra amor, mas quem insiste nela separa amigos.
10 મૂર્ખને સો ફટકા કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.
10 Uma repreensão é mais eficaz para o prudente que cem açoites para o tolo.
11 દુર્જન હંમેશા આફતો શોધ્યા કર્યા કરે છે.આથી તેની સામે નિર્દય દૂત મોકલવામાં આવશે.
11 A pessoa má sempre procura razão para se rebelar, por isso será severamente castigada.
12 જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઇને મળજો; પણ મૂર્ખાઇ કરતો મૂર્ખ કોઇને ન મળો.
12 É melhor deparar com uma ursa da qual roubaram os filhotes que confrontar um tolo em sua insensatez.
13 જે કોઇ ભલાઇનો બદલો ભૂંડાઇથી વાળે છે, તેના ઘરમાંથી ભૂંડાઇ દૂર થશે નહિ.
13 Quem paga o bem com o mal sempre terá o mal em sua casa.
14 ઝગડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઇ ફાટી નીકળે તે પહેલાં જ વાતનો નિવેડો લાવી દો.
14 Começar uma briga é como abrir a comporta de uma represa; portanto, pare antes que irrompa a discussão.
15 દોષિતને જે નિદોર્ષ ઠરાવે અને નિદોર્ષને જે સજા કરે તે બન્નેને યહોવા ધિક્કારે છે.
15 Absolver o culpado e condenar o inocente são duas coisas detestáveis para o S
16 મૂર્ખના હાથમાં પૈસા શા કામના? તેનામાં અક્કલ તો છે નહિ, તે થોડો જ જ્ઞાન ખરીદવાનો છે?
16 De nada adianta pagar para instruir o tolo, pois ele não tem vontade de aprender.
17 મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, ખરો ભાઇ મુશ્કેલીઓને વહેંચી લેવાજ જન્મ્યો હોય છે.
17 O amigo é sempre leal, e um irmão nasce na hora da dificuldade.
18 અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.
18 É falta de juízo dar garantia pela dívida de alguém ou aceitar ser fiador de um amigo.
19 પાપ ગમતું હોય છે તેને કજિયો ગમે છે; જે દ્વારમાર્ગ વિશાળ બનાવે છે. તે વિનાશ નોતરે છે.
19 Quem gosta de brigar ama o pecado; quem confia em muralhas procura a própria ruína.
20 કુટિલ હૃદયના માણસનું કદી ભલું થતું જ નથી, વાંકાબોલો માણસ વિપત્તિમાં પડે છે.
20 O coração perverso não prospera; a língua mentirosa se mete em dificuldades.
21 મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે, મૂર્ખના બાપને કદી આનંદ થતો નથી.
21 O filho tolo causa tristeza ao pai; não há alegria para o pai de um rebelde.
22 આનંદી હૈયું એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.
22 O coração alegre é um bom remédio, mas o espírito abatido consome as forças.
23 દુર્જન છૂપી રીતે લાંચ લે છે અને પછી અન્યાય કરે છે.
23 O perverso recebe suborno em segredo, para desviar o rumo da justiça.
24 બુદ્ધિમાન વ્યકિતની આંખ જ્ઞાન ઉપર જ મંડાયેલી હોય છે, પણ મૂર્ખની આંખ ચોગરદમ ભટકે છે.
24 O sensato mantém os olhos fixos na sabedoria, mas os olhos do tolo vagueiam até os confins da terra.
25 મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ લાગે છે.
25 O filho tolo causa tristeza a seu pai e amargura àquela que o deu à luz.
26 નિદોર્ષને દંડ કરવો એ સારું નથી, તેવી જ રીતે પ્રામાણિકપણાને તેની વિશ્વસનીયતા માટે દંડ ફટકારવો યોગ્ય નથી.
26 É errado castigar os justos por serem bons e açoitar os líderes por serem honestos.
27 સાચો જાણકાર કરકસરથી બોલે છે, જે મગજ ઠંડુ રાખે એ ડાહ્યો છે.
27 Quem é verdadeiramente sábio usa poucas palavras; quem tem entendimento controla suas emoções.
28 બોલે નહિ તે મૂર્ખ પણ ડાહ્યામાં ગણાય, મોઢું સીવેલું રાખે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે.
28 Até o insensato passa por sábio quando fica calado; de boca fechada, até parece inteligente.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Provérbios 17, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.