Juízes 16

Gujarati Bible (GL_GUJARATI) vs BKJ

Sair da comparação
1 પછી એક દિવસ સામસૂન પલિસ્તીઓના નગર ગાઝામાં ગયો, ત્યાં તેણે એક વારાંગના જોઈ અને તે તેની પાસે ગયો.
1 Então Sansão foi a Gaza, e lá viu uma prostituta, e entrou a ela.
2 ગાઝાનાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે, “સામસૂન ત્યાં આવ્યો છે,” એટલે તેઓ તેને ધેરી વળ્યા અને આખી રાત તેના બહાર આવવાની રાહ જોતા નગરના દરવાજે ટાંપીને તેને પકડવા માંટે બેસી રહ્યાં, આખી રાત એમ જ બેસી રહ્યાં. તેમણે વિચાર્યુ, “સવાર સુધી આપણે રાહ જોઈશું અને પછી તેને માંરી નાખીશું.”
2 E foi dito aos gazitas: Sansão veio para cá. E eles o cercaram, e ficaram esperando por ele toda a noite no portão da cidade, e ficaram quietos toda a noite, dizendo: Pela manhã, quando for dia, nós o mataremos.
3 પણ સામસૂન મધરાત સુધી સૂઈ રહ્યો અને અડધી રાતે ઊઠીને તેણે નગરના દરવાજાનાં બારણાં પકડીને અને બારસાખ તેમજ ભૂગળ જે દરવાજાને તાળુ માંરી દે તે બધું જ નીચે ખેંચી કાઢયું અને આ સર્વ ખભા ઉપર ઉપાડી લીધું અને તે બધું હેબ્રોન નગરની પાસે આવેલા પર્વતની ચોટ પર લઈ ગયો.
3 E Sansão ficou deitado até meia-noite, e se levantou à meia-noite, e pegou as portas do portão da cidade, e os dois postes, e saiu com eles, com a barra e tudo, e os pôs em cima dos seus ombros, e os carregou até o topo de uma colina que fica diante de Hebrom.
4 એ પછી સામસૂન સોરેકની ખીણમાં રહેતી દલીલાહ નામની એક સ્ત્રીના પ્રેમમાં પડયો.
4 E sucedeu que, posteriormente, ele amou uma mulher no vale de Soreque, cujo nome era Dalila.
5 નગરના પલિસ્તી શાસનકર્તાઓ દલીલાહ પાસે ગયા. અને કહ્યું, “સામસૂનને લલચાવીને તું જાણી લે કે, ‘એનામાં આટલી બધી શક્તિ કયાંથી આવે છે? અને અમે તેને કેવી રીતે બંદીવાન કરી શકીએ અને બાંધી શકીએ? અને અમે તેને કેવીરીતે લાચાર બનાવી શકીએ? તમે અમને આ સર્વ જણાવશો તો અમે તમને અગિયારસો ચાંદીના સિક્કા આપીશું.”
5 E os senhores dos filisteus subiram até ela, e lhe disseram: Seduz-lhe, e vê onde repousa a sua grande força, e por quais meios poderemos prevalecer contra ele, para que possamos amarrá-lo e afligi-lo, e te daremos, cada um de nós, mil e cem peças de prata.
6 દલીલાહે સામસૂનને કહ્યું, “તારું મહાબળ શામાં રહેલું છે, તથા તું સાથી બંધાય કે જેથી તને દુઃખ દઈ શકાય તે તું કૃપા કરીને મને કહે.
6 E Dalila disse a Sansão: Diz-me, rogo-te, onde repousa a tua grande força, e com o que tu podes ser amarrado e afligido.
7 સામસૂને કહ્યું, “મને જો તેઓ સાત લીલી પણછો કે જે સૂકાઈ ન હોયતે વડે બાંધે તો હું તેઓ જેવો દુર્બળ થઈ જાઉં.”
7 E Sansão lhe disse: Se me amarrarem com sete vimes verdes que jamais tenham sido ressecados, então ficarei fraco, e serei como qualquer outro homem.
8 આથી પલિસ્તી સરદારોએ દલીલાહને સાત લીલી પણછો તેને બાંધવા જે સૂકાયેલી ન હતી આપી તેથી તેણે તેનો બાંધવા માંટે ઊપયોગ કર્યો.
8 Então os senhores dos filisteus trouxeram até ela sete vimes verdes que não haviam sido ressecados, e ela o amarrou com eles.
9 સામસૂનને પકડવા થોડા માંણસો તેના ઓરડામાં સંતાયા હતાં. દલીલાહે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવે છે!” પણ અગ્નિ પાસે લઈ જતા જેમ શણની દોરી અચાનક તૂટી જાય તમે તેણે પણછો તોડી નાખી, આ રીતે તેની શક્તિનુ રહસ્ય તેઓ જાણી શકયા નહિ.
9 Ora, havia homens deitados em espera junto a ela na câmara. E ela lhe disse: Os filisteus estão sobre ti, Sansão. E ele rompeu os vimes, como um fio de estopa se rompe quando encosta no fogo. Então, a sua força não foi conhecida.
10 ત્યાર પછી દલીલાહે તેને કહ્યું, “તું માંરી મશ્કરી કરે છે! તે મને જૂઠું કહ્યું છે! કૃપા કરીને મને કહે, તને કેવી રીતે બાંધી શકાય?
10 E Dalila disse a Sansão: Eis que zombaste de mim e me contaste mentiras; agora, diz-me, rogo-te, com o que tu podes ser amarrado.
11 તેણે કહ્યું, “જો મને કદી વપરાયાં ન હોય એવાં નવાંનકોર દોરડાં વડે બાંધે તો હું કોઈ પણ માંણસના જેવો દૂબળો થઈ જાઉં.”
11 E ele lhe disse: Se me amarrarem firmemente com cordas novas, que jamais foram usadas, então serei fraco, e como qualquer outro homem.
12 દલીલાહે તેને નવાં દોરડાં લઈને તેના વડે બાંધી દીધો. પછી તેણે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તમને પકડવા આવે છે! તેણે પોતાના ઓરડાનાં દરવાજાની બહાર માંણસોને સંતાડી રાખ્યા હતાં.” પણ સામસૂને પોતાને હાથે બાંધેલા નવા દોરડાંને તાંતણાની જેમ તોડી નાખ્યાં.
12 Dalila, portanto, tomou cordas novas, e com elas o amarrou, e lhe disse: Os filisteus estão sobre ti, Sansão. E havia homens deitados em espera na câmara. E ele as rompeu dos seus braços como se fossem um fio.
13 ત્યારે દલીલાહે સામસૂનને કહ્યું, “અત્યાર સુધી તમે માંરી હાંસી ઉડાવી અને મને ખોટું કહ્યું, પણ હવે મને કહો, માંરે જો તમને બાંધવા હોય તો માંરે કેવી રીતે કરવું?”સામસૂને કહ્યું, “જો તું માંરા માંથાના વાળની સાત લટોને સાળનો ઊપયોગ કરી તેની સાથે ગૂંથી લે અને મને ખીલીથી જકડી દે, તો હું કોઈ પણ બીજા માંણસ જેવો જ દૂર્બળ થઈ જાઉં,” તેથી તેણે તેને ઊંધાડી દીધો.
13 E Dalila disse a Sansão: Até aqui tu tens zombado de mim e me contado mentiras; conta-me com o que tu podes ser amarrado. E ele lhe disse: Se tu teceres as sete tranças da minha cabeça com a trama.
14 તે જ્યારે ઊંધી ગયો ત્યારે તેણે સાળ લીધી અને તેની સાત લટોને ગૂંથી અને તંબુના ખીલા સાથે જકડી દીધી અને પછી બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવ્યા છે!” તે ઊંધમાંથી જાગ્યો અને તંબૂનો ખીલો ખેંચી કાઢયો અને પોતાના વાળની સાત લટોને છોડી નાખી.
14 E ela o prendeu com o pino, e lhe disse: Os filisteus estão sobre ti, Sansão. E ele despertou do seu sono, e saiu com o pino da trave, e com a trama.
15 આથી દલીલાહે તેને ઠપકો આપતાં કહ્યું, “જો તને માંરામાં વિશ્વાસ ના હોય તો તું કેવી રીતે કહી શકે કે તું મને પ્રેમ કરે છે? આ ત્રીજી વાર તે માંરી હાંસી ઉડાવી, અને હજુ સુધી તમે મને બતાવ્યું નથી કે આટલી બધી તાકાત તમાંરામાં શાથી છે?”
15 E ela lhe disse: Como tu podes dizer: Eu te amo; quando o teu coração não está comigo? Zombaste de mim três vezes, e não me contaste onde repousa a tua grande força.
16 દલીલાહ દરરોજ તેને આ સવાલ પૂછતી અને દબાણ કરતી એટલે આખરે થાકીને તેણે તેને ક્યાંથી શક્તિ મળે છે, તે સાચું રહસ્ય જણાવી દીધું.
16 E sucedeu que, quando ela o pressionava diariamente com as suas palavras, e com ele insistia, a sua alma ficou atormentada até a morte;
17 તેણે કહ્યું, “માંરા માંથાના વાળ કદી અસ્ત્રાથી કાપવામાં આવ્યા નથી, કારણ કે હું જન્મ્યો તે દિવસથી એક નાઝીરી થવા માંટે હું દેવને સમર્પિત થયેલો છું. જો માંરું માંથું મૂંડાવામાં આવે તો માંરી તાકાત જતી રહે અને હું બીજા સામાંન્ય માંણસ જેવો દૂર્બળ થઈ જાઉં.”
17 até que ele contou-lhe todo o seu coração, e lhe disse: Jamais veio navalha sobre a minha cabeça; pois sou um nazireu para Deus desde o ventre da minha mãe. Se eu for raspado, então a minha força se irá de mim, e eu me tornarei fraco, e serei como qualquer outro homem.
18 દલીલાહને લાગ્યું કે આખરે તેણે તેને સાચું કહ્યું હતું, આથી તેણે પલિસ્તી સરદારોને તેડવા માંણસો મોકલી કહેવડાવ્યું, “હવે આ વખતે છેલ્લી વાર તમે સૌ આવો. કારણ કે છેવટે તેણે મને પોતાની સાચી શક્તિના રહસ્ય વિશે મને કહ્યું છે.” આથી પલિસ્તી આગેવાનો તેઓની સાથે નાણાં લઈને આવ્યા.
18 E quando Dalila viu que ele havia lhe contado todo o seu coração, ela enviou e chamou os senhores dos filisteus, dizendo: Subi mais esta única vez, pois ele me revelou todo o seu coração. Então, os senhores dos filisteus subiram até ela, e trouxeram dinheiro nas suas mãos.
19 દલીલાહે સામસૂનને પોતાના ખોળામાં ઊધાડી દીધો અને એક માંણસને બોલાવી તેના વાળની સાત લટો બોડાવી નખાવી; આ રીતે દલીલાહે તેને નિર્બળ બનાવી દીધો અને તેની તાકાત તેને છોડી ચાલી ગઈ.
19 E ela fez com que ele dormisse sobre os seus joelhos; e chamou um homem, e fez com que ele raspasse as sete tranças da sua cabeça; e ela começou a afligi-lo, e a sua força se foi dele.
20 ત્યાર પછી દલીલાહે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તમને પકડવા આવ્યા છે!” તે ઊધમાંથી જાગી ઊઠયો અને વિચાર કરવા લાગ્યો કે, “હું ઝટકો માંરીને દર વખતની જેમ છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર ન પડી કે યહોવા તેને છોડીને જતાં રહ્યાં છે.
20 E ela lhe disse: Os filisteus estão sobre ti, Sansão. E ele despertou do seu sono, e disse: Eu sairei como nas outras vezes anteriores, e me sacudirei. E ele não sabia que o ­SENHOR havia se retirado dele.
21 પલિસ્તીઓએ તેને પકડી લીધો અને તેની આંખો કાઢી નાખી, અને તેને ગાઝા લઈ ગયા, ત્યાં તેને પિત્તળની સાંકળોથી બાંધીને કેદખાનામાં અનાજ દળવાનું કામ સોંપવામાં આવ્યું.
21 Mas os filisteus o apanharam, e lhe arrancaram os olhos, e o fizeram descer até Gaza, e o amarraram com grilhões de bronze; e ele fazia moagem na casa prisional.
22 પરંતુ તેના મૂંડી નાખેલા વાળ ફરી ઊગવા માંડયા.
22 Todavia, o cabelo da sua cabeça começou a crescer novamente, depois de ter sido raspado.
23 પલિસ્તી આગેવાનોએ તેમના દેવ દાગોનને મોટો ઉત્સવ અને અર્પણો આપવા માંટે તૈયારી કરતા હતાં અને આનંદ કરવા ભેગા થયા. તેઓ કહેતા હતાં, “આપણા દેવે, આપણા શત્રુ સામસૂનને આપણા હવાલે કરી દીધો છે.”
23 Então, os senhores dos filisteus se reuniram para oferecer um grande sacrifício a Dagom, o seu deus, e para se alegrar, pois diziam: O nosso deus entregou Sansão, o nosso inimigo, na nossa mão.
24 અને તેને જોઈને તેઓએ તેમના દેવની સ્તુતિ કરી અને કહ્યું, આપણા દેવે આપણા શત્રુને આપણે હવાલે કરી દીધો છે.“જે માંણસે દેશનો નાશ કર્યો, અને જેણે આપણાં લોકોને માંરી નાખ્યા હવે તે આપણા કબજામાં છો!”
24 E quando o povo o viu, louvou o seu deus; pois diziam: O nosso deus entregou em nossas mãos o nosso inimigo, e o destruidor da nossa terra, o qual matou muitos de nós.
25 નશાની હાલતમાં તેઓએ કહ્યું, “સામસૂનને બોલોવો; જેથી તે અમાંરું મનોરંજન કરી શકે!” આમ સામસૂનને કેદખાનામાંથી બહાર લાવવામાં આવ્યો અને તેણે તેઓ માંટે અભિનય કર્યો. પછી તેને મંદિરના બે થામભલાઓની વચ્ચે ઊભો રાખવામાં આવ્યો.
25 E sucedeu que, quando o coração deles estava alegre, disseram: Chamai Sansão, para que ele nos faça diversão. E chamaram Sansão da casa prisional; e ele lhes fez diversão; e eles o colocaram no meio de duas colunas.
26 સામસૂને જે છોકરાએ તેનો હાથ પકડી રાખ્યો હતો, તેને કહ્યું, “મને એવી રીતે ઊભો રાખ કે મંદિરના મુખ્ય થાંભલાને હું અડી શકું, જેથી હું તેને અઢેલી આરામ કરી શકું.”
26 E Sansão disse ao moço que o segurava pela mão: Permite que eu possa sentir as colunas sobre as quais a casa se apoia, para que nelas eu possa me encostar.
27 મંદિર સ્ત્રી-પુરુષોથી ખીચોખીચ ભરેલું હતું. બધા જ પલિસ્તી સરદારો ત્યાં હાજર હતાં. અને આશરે 3,000 સ્ત્રી પુરુષો ધાબા ઉપરથી સામસૂનના ખેલ જોતાં હતાં,
27 Ora, a casa estava repleta de homens e mulheres; e todos os senhores dos filisteus lá estavam; e havia sobre o telhado cerca de três mil homens e mulheres, que observavam enquanto Sansão os divertia.
28 પછી સામસૂને યહોવાને પોકાર કરીને કહ્યું, “ઓ સર્વસમર્થ યહોવા, મને સાંભળો, અને આ છેલ્લી વાર મને શક્તિ આપો કે જેથી હું માંરી આંખો માંટે પલિસ્તીઓ ઉપર બદલો લઈ શકું.”
28 E Sansão clamou ao ­SENHOR, e disse: Ó ­Senhor DEUS, recorda-te de mim, rogo-te, e me fortalece, rogo-te, só mais esta vez, ó Deus, para que eu possa ser, de uma vez, vingado dos filisteus pelos meus dois olhos.
29 પછી મંદિરના બે ટેકારૂપ વચ્ચેના થાંભલાને તેણે બાથમાં લીધા, તેણે જમણો હાથ એક થાંભલા ઉપર અને ડાબો હાત બીજા થાંભલા ઉપર મૂકીને બધું વજન તેના ઉપર નાખ્યું અને પોકાર કર્યો,
29 E Sansão se agarrou às duas colunas centrais sobre as quais a casa se colocava de pé, e sobre as quais ela se sustentava, uma com a sua mão direita, e outra com a sua esquerda.
30 સામસૂને કહ્યું, “મને પલિસ્તીઓની સાથે મરવા દો.” પછી તેણે મંદિરના થાંભલા પર સંપૂર્ણ બળ વાપરીને નીચે એવી રીતે ખેચી પાડ્યા કે તે મંદિરના તમાંમ લોકો ઉપર તૂટી પડે જેમાં પલિસ્તીના આગેવાનો પણ હતાં આમ, તેણે ઘણા માંણસો માંરી નાખ્યા તે મરી રહ્યો હોવાથી તેણે જેટલા લોકોને માંર્યા હતાં તેના કરતા વધારે સંખ્યામાં લોકોને માંર્યા.
30 E Sansão disse: Que morra eu com os filisteus. E ele se curvou com toda a sua força; e a casa caiu sobre os senhores, e sobre todo o povo dentro dela. Assim, os mortos que ele provocou na sua morte foram mais do que aqueles que ele matou na sua vida.
31 પછીથી તેના ભાઈઓ અને તેનું આખુ કુટુંબ તેનો મૃતદેહ લેવા માંટે આવ્યાં. તેઓ તેને સોરાહ અને એશ્તાઓલ વચ્ચે આવેલી તેના પિતા માંનોઆહની કબરે લઈ ગયા; તેઓ તેને ત્યાં લઈ ગયા અને તેને દફનાવ્યો, તેણે વીસ વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો હતો.
31 Então, os seus irmãos e toda a casa do seu pai desceram, e o tomaram, e o fizeram subir, e o sepultaram entre Zorá e Estaol no sepulcro de Manoá, seu pai. E ele julgou Israel por vinte anos.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Juízes 16, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.