Jó 5

Gujarati Bible (GL_GUJARATI) vs VC

Sair da comparação
VC Versão Católica
1 “હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું? તું હવે ક્યા દેવદૂતને શરણે જશે?
1 Chama para ver se te respondem; a qual dos santos te dirigirás?
2 ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે, ઇર્ષ્યા મૂર્ખનો નાશ કરે છે.
2 O arrebatamento mata o insensato, a inveja leva o tolo à morte.
3 મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે, પણ પછી અચાનક આફત આવી પડે છે.
3 Vi o insensato deitar raiz, e de repente sua morada apodreceu.
4 તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે. અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી.
4 Seus filhos são privados de qualquer socorro, são pisados à porta, ninguém os defende.
5 તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે, થોરકાંટામાંથી પણ તેઓ લૂંટી જાય છે. તેઓની સંપત્તિનો ઉપયોગ તેઓને બદલે બીજા કરે છે!
5 O faminto come sua colheita e a leva embora, por detrás da cerca de espinhos, e os sequiosos engolem seus bens.
6 જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી, અને મુશ્કેલીઓ જમીનમાંથી નથી ફૂટતી.
6 Pois o mal não sai do pó, e o sofrimento não brota da terra:
7 પરંતુ જેમ અગ્નિ તણખો પેદા કરે છે તેવીજ રીતે મનુષ્ય જટિલ સમસ્યાઓનો સામનો કરવા જ જન્મ્યો છે.
7 é o homem quem causa o sofrimento como as faíscas voam no ar.
8 છતાં જો તમે મને પૂછો તો હું દેવ પાસે જઇશ અને તેમની સામે મારો કિસ્સો રજુ કરીશ.
8 Por isso, eu rogarei a Deus, apresentarei minha súplica ao Senhor.
9 દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી. તે અગણિત ચમત્કારો કરે છે.
9 Ele faz coisas grandes e insondáveis, maravilhas incalculáveis;
10 તે પૃથ્વી પર વર્ષા વરસાવે છે અને ખેતરોમાં જળ પહોંચાડે છે.
10 espalha a chuva sobre a terra, e derrama as águas sobre os campos;
11 તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવી સુરક્ષા આપે છે અને શાંતિ આપે છે.
11 exalta os humildes, e dá nova alegria aos que estão de luto;
12 તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે જેથી તેઓ સફળ ન થાય.
12 frustra os projetos dos maus, cujas mãos não podem executar os planos;
13 કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે. દેવ તેમના દુષ્ટકમોર્નો નાશ કરે છે.
13 apanha os jeitosos em suas próprias manhas, e os projetos dos astutos se tornam prematuros;
14 ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે, તેઓ અંધજનની જેમ ખરે બપોરે રાતની જેમ ફાંફા મારે છે.
14 em pleno dia encontram as trevas, e andam às apalpadelas ao meio-dia como se fosse noite.
15 દેવ ગરીબને મોતમાંથી બચાવે છે. તે તેઓને મજબૂત લોકોના બળથી બચાવે છે.
15 Salva o fraco da espada da língua deles, e o pobre da mão do poderoso;
16 તેથી ગરીબને આશા રહે છે અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે.
16 volta a esperança ao infeliz, e é fechada a boca da iniqüidade.
17 દેવ જેને સુધારે છે તે ભાગ્યશાળી છે, માટે તું સર્વ સમર્થ દેવની શિક્ષાની અવજ્ઞા કરીશ નહિ.
17 Bem-aventurado o homem a quem Deus corrige! Não desprezes a lição do Todo-poderoso,
18 કારણકે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; ઘા કરે છે અને ઘા રુઝાવે પણ છે.
18 pois ele fere e cuida; se golpeia, sua mão cura.
19 તેઓ તમને છ આફતોમાંથી બચાવશે, સાતમીથી તમને દુ:ખ થશે નહિ.
19 Seis vezes te salvará da angústia, e, na sétima, o mal não te atingirá.
20 તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.
20 No tempo de fome, te preservará da morte, e, no combate, do gume da espada;
21 નિંદાખોરોથી તું સુરક્ષિત રહીશ, અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
21 estarás a coberto do açoite da língua, não terás medo quando vires a ruína;
22 વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ગભરાઇશ નહિ,
22 rirás das calamidades e da fome, não temerás as feras selvagens.
23 તારા ખેતરના પથ્થરો પણ તારી દલીલમાં ભાગ લેશે, જંગલી જાનવરો પણ તારી સાથે સુલેહ કરશે.
23 Farás um pacto com as pedras do chão, e os animais dos campos estarão em paz contigo.
24 તું બહાર હોઇશ ત્યારે પણ તારે તારા ઘરની કશી ચિંતા કરવાની રહેશે નહિ, અને તું તારા પોતાના વાડાને તપાસી જોઇશ, તો બધું સુરક્ષિત હશે.
24 Dentro de tua tenda conhecerás a paz, visitarás tuas terras, onde nada faltará;
25 તને પુષ્કળ સંતાનો થશે અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.
25 verás tua posteridade multiplicar-se, e teus descendentes crescerem como a erva dos campos.
26 તું જેમ લણણીની ઋતું સુધી ઘંઉ ઊગે છે તેમ, તું તારી બરોબર પાકી ઉંમરે તારી કબરમાં જઇશ.
26 Entrarás maduro no sepulcro, como um feixe de trigo que se recolhe a seu tempo.
27 અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે. તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.”
27 Eis o que observamos; é assim; eis o que aprendemos; tira proveito disso.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 5, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.