Jó 38

Gujarati Bible (GL_GUJARATI) vs ACF

Sair da comparação
ACF Almeida Corrigida Fiel
1 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,
1 Depois disto o SENHOR respondeu a Jó de um redemoinho, dizendo:
2 “મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર આ વ્યકિત કોણ છે?”
2 Quem é este que escurece o conselho com palavras sem conhecimento?
3 તારી કમર બાંધ; કારણકે હું તને પૂછીશ, અને તું મને જવાબ આપીશ, જવાબ આપવાનો તારો વારો છે.
3 Agora cinge os teus lombos, como homem; e perguntar-te-ei, e tu me ensinarás.
4 જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો એ તો કહે કે
4 Onde estavas tu, quando eu fundava a terra? Faze-mo saber, se tens inteligência.
5 પૃથ્વીને ઘડવા માટે એનાં તોલમાપ કોણે નક્કી કર્યા હતાં? દુનિયાને એક માપરેખાથી કોણે માપી હતી?
5 Quem lhe pôs as medidas, se é que o sabes? Ou quem estendeu sobre ela o cordel?
6 એના મજબૂત પાયાં શાના ઉપર નાંખવામાં આવ્યા છે? તેની જગ્યામાં પહેલો પથ્થર કોણે મૂક્યો?
6 Sobre que estão fundadas as suas bases, ou quem assentou a sua pedra de esquina,
7 પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું અને દેવદૂતોએ જ્યારે તે થઇ ગયું ત્યારે આનંદથી બૂમો પાડી!
7 Quando as estrelas da alva juntas alegremente cantavam, e todos os filhos de Deus jubilavam?
8 સમુદ્રને પૃથ્વીના ઊંડાણમાંથી ધસી આવતા રોકવા દરવાજાઓ કોણે બંધ કર્યા હતા?
8 Ou quem encerrou o mar com portas, quando este rompeu e saiu da madre;
9 વાદળાં અને ગાઢ અંધકારરૂપી વસ્રો મેં તેને પહેરાવ્યંે.
9 Quando eu pus as nuvens por sua vestidura, e a escuridão por faixa?
10 મે તેની બાજુઓની હદ બનાવી અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી.
10 Quando eu lhe tracei limites, e lhe pus portas e ferrolhos,
11 મે સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી ગતિ કરજે, અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારા પ્રચંડ મોજા અહીં અટકી જશે.’
11 E disse: Até aqui virás, e não mais adiante, e aqui se parará o orgulho das tuas ondas?
12 શું આ પ્રભાત થાય છે, તે તમારા આદેશથી થાય છે? સવારે સૂર્યના કિરણોએ કઇં દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?
12 Ou desde os teus dias deste ordem à madrugada, ou mostraste à alva o seu lugar;
13 અયૂબ, તે ક્યારે પણ પ્રભાતના પ્રકાશને પૃથ્વીને ઝૂંટવી લઇને દુષ્ટ લોકોને તેઓની સંતાવાના સ્થાનેથી જાવી નાખવાનું કહ્યું છે?
13 Para que pegasse nas extremidades da terra, e os ímpios fossem sacudidos dela;
14 પ્રભાતનો પ્રકાશ ટેકરીઓ અને ખીણોને ષ્ટિ ગોચર કરે છે. જ્યારે દિવસનો પ્રકાશ પૃથ્વી પર પડે છે, ત્યારે તે જગ્યાઓની આકૃતિ, કપડાની ઘડીની જેમ બહાર દેખાય છે. તે સ્થળો પોચી માટી પર છાપ વડે પડેલી છાપ જેવો આકાર લે છે.
14 E se transformasse como o barro sob o selo, e se pusessem como vestidos;
15 દુષ્ટ લોકોને દિવસનો પ્રકાશ ગમતો નથી. જ્યારે તે તેજથી પ્રકાશે છે, તે તેઓને તેઓના દુષ્કમોર્ની યોજના કરતા રોકે છે.
15 E dos ímpios se desvie a sua luz, e o braço altivo se quebrante;
16 અયૂબ, તું કદી સમુદ્રના ઉદ્ગમસ્થાનના ઊંડાણમાં ગયો છે ખરો? તું ક્યારેય મહાસાગરની સપાટી પર ચાલ્યો છે?
16 Ou entraste tu até às origens do mar, ou passeaste no mais profundo do abismo?
17 શું તે કદી મૃત્યુના દ્વાર જોયા છે? તમે કદી મૃત્યુની અંધારી જગાના દ્વાર જોયા છે?
17 Ou descobriram-se-te as portas da morte, ou viste as portas da sombra da morte?
18 તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે. આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે!
18 Ou com o teu entendimento chegaste às larguras da terra? Faze-mo saber, se sabes tudo isto.
19 પ્રકાશનું ઉદગમસ્થાન ક્યાં છે? અંધકારની જગા ક્યાં છે? મને જણાવ.
19 Onde está o caminho onde mora a luz? E, quanto às trevas, onde está o seu lugar;
20 તમે પ્રકાશ અને અંધકારને તે જે સ્થાનેથી આવ્યા હતા, ત્યાં પાછા લઇ જઇ શકો છો? તમે તેના ઉદ્ભવસ્થાને જઇ શકો છો?
20 Para que as tragas aos seus limites, e para que saibas as veredas da sua casa?
21 આ બધું તો તું જાણે છે, કારણકે ત્યારે તારો જન્મ થઇ ચૂક્યો હતો ને! અને તું તો ઘણો અનુભવી વૃદ્ધ ખરું ને?
21 De certo tu o sabes, porque já então eras nascido, e por ser grande o número dos teus dias!
22 બરફના તથા કરાઁ ભંડારોમાં બેઠો છે? તથા સંગ્રહસ્થાન છે, શું તેઁ જોયાં છે?
22 Ou entraste tu até aos tesouros da neve, e viste os tesouros da saraiva,
23 મેં બરફ અને કરાઁની જગાઓને આફતના સમય અને લડાઇ અને યુદ્ધના સમય માટે બચાવી રાખી છે.
23 Que eu retenho até ao tempo da angústia, até ao dia da peleja e da guerra?
24 તમે કદી જ્યાં સૂર્ય ઊગે છે, જ્યાં તે પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફૂંકાવે છે તે સ્થળે ગયા છો?
24 Onde está o caminho em que se reparte a luz, e se espalha o vento oriental sobre a terra?
25 વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે? ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
25 Quem abriu para a inundação um leito, e um caminho para os relâmpagos dos trovões,
26 જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસે છે.
26 Para chover sobre a terra, onde não há ninguém, e no deserto, em que não há homem;
27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે, તે માટે ત્યાં વરસાદ કોણ મોકલે છે?
27 Para fartar a terra deserta e assolada, e para fazer crescer os renovos da erva?
28 શું વરસાદનો કોઇ જનક છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
28 A chuva porventura tem pai? Ou quem gerou as gotas do orvalho?
29 કોના ગર્ભમાંથી હિમ ને કોણ જન્મ આપે છે?
29 De que ventre procedeu o gelo? E quem gerou a geada do céu?
30 પાણી તો પથ્થરના ચોસલા જેવું થઇ જાય છે, અને મહાસગાર પણ થીજી જાય છે.
30 Como debaixo de pedra as águas se endurecem, e a superfície do abismo se congela.
31 આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? શું તું કૃતિકા અથવા મૃગશીર્ષના બંધ નક્ષત્રોને છોડી શકે છે?
31 Ou poderás tu ajuntar as delícias do Sete-estrelo ou soltar os cordéis do Órion?
32 શું તું રાશિઓને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે? શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?
32 Ou produzir as constelações a seu tempo, e guiar a Ursa com seus filhos?
33 શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? શું તું તેઓને પૃથ્વી પર શાસન કરાવી શકે છે?
33 Sabes tu as ordenanças dos céus, ou podes estabelecer o domínio deles sobre a terra?
34 શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો? જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો?
34 Ou podes levantar a tua voz até às nuvens, para que a abundância das águas te cubra?
35 શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો? એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’ તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે?
35 Ou mandarás aos raios para que saiam, e te digam: Eis-nos aqui?
36 અયૂબ, વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે? અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે?
36 Quem pôs a sabedoria no íntimo, ou quem deu à mente o entendimento?
37 બધાં વાદળોની ગણતરી કરી શકે અથવા પાણી ભરેલી આકાશની મશકો રેડી શકે એવો પર્યાપ્ત વિદ્વાન કોઇ છે?
37 Quem numerará as nuvens com sabedoria? Ou os odres dos céus, quem os esvaziará,
38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ અને ઢેફાં પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે.
38 Quando se funde o pó numa massa, e se apegam os torrões uns aos outros?
39 શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો? શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?
39 Porventura caçarás tu presa para a leoa, ou saciarás a fome dos filhos dos leões,
40 એટલે જ્યારે તેઓ તેમની બોડમાં લપાઇને બેઠા હોય ત્યારે અથવા ઝાડીમાં સંતાઇને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?
40 Quando se agacham nos covis, e estão à espreita nas covas?
41 જ્યારે કાગડીનાં બચ્ચાં તેઓના માળામાં ભૂખે ટળવળતાં હોય અને દેવને પોકારતાં હોય ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?
41 Quem prepara aos corvos o seu alimento, quando os seus filhotes gritam a Deus e andam vagueando, por não terem o que comer?

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 38, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.