Jó 20

Gujarati Bible (GL_GUJARATI) vs NVI

Sair da comparação
NVI Nova Versão Internacional
1 પછી નાઅમાથી સોફારે પ્રત્યુત્તર આપ્યો:
1 Então Zofar, de Naamate, respondeu:
2 “હવે હું અકળામણ અનુભવું છું અને જવાબ આપવાને અધીરો બની ગયો છું.
2 "Agitam-se os meus pensamentos e levam-me a responder porque estou profundamente perturbado.
3 તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું અને તને કેવી રીતે જવાબ આપવો તે જાણું છું.
3 Ouvi uma repreensão que me desonra, e o meu entendimento faz-me contestar.
4 શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી
4 "Certamente você sabe que sempre foi assim, desde a antigüidade; desde que o homem foi posto na terra,
5 દુષ્ટ લોકોની કીતિર્ ક્ષણભંગુર છે, તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે?
5 o riso dos maus é passageiro, e a alegria dos ímpios dura apenas um instante.
6 એનું ઘમંડ ભલેને આકાશ જેટલું ઉંચુ થાય, એનું મસ્તક ભલેને વાદળોને આંબી જાય;
6 Mesmo que o seu orgulho chegue aos céus e a sua cabeça toque as nuvens,
7 પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે; ‘તે ક્યાં છે?’
7 ele perecerá para sempre, como o seu próprio excremento; os que o tinham visto perguntarão: ‘Onde ele foi parar? ’
8 સ્વપ્નની જેમ તે અદ્રશ્ય થઇ જશે. રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઇ જશે.
8 Ele voa e vai-se como um sonho, para nunca mais ser encontrado, banido como uma visão noturna.
9 જેણે તેને જોયો હતો, તે તેને ફરી કદી જોઇ શકશે નહિ. તેનું કુટુંબ તેની સામે ક્યારેય નહિ જોવે.
9 O olho que o viu não o verá mais, nem o seu lugar o tornará a ver.
10 દુષ્ટ માણસનાં સંતાનો એ ગરીબ પાસેથી જે લીધું હતું તે પાછું આપશે.
10 Seus filhos têm que indenizar os pobres; ele próprio, com suas mãos, terá que refazer sua riqueza.
11 તે જ્યારે જુવાન હતો, તેના હાડકા મજબૂત હતા. પણ તેના બાકીના શરીરની જેમ, તેઓ ધૂળમાં મળી જશે.
11 O vigor juvenil que enche os seus ossos jazerá com ele no pó.
12 તેણે પોતાની દુષ્ટતાના સ્વાદમાં આનંદ માણ્યો છે. દુષ્ટતાને તેણે પોતાના મુખમાં ધીમે ધીમે ઓગળવા દીધી છે.
12 "Mesmo que o mal seja doce em sua boca e ele o esconda sob a língua,
13 દુષ્ટ માણસ અનિષ્ટ ને માણે છે. તે તેનાથી છૂટવા માગતો નથી. તે તેના મોઢામાં સાકરના ટૂકડા જેવું છે.
13 mesmo que o retenha na boca para saboreá-lo,
14 પરંતુ તેનાં પેટમાં એ અનિષ્ટ ઝેરમાં બદલાઇ જશે. તે તેની અંદર કડવા ઝેર જેવું થઇ જશે, સાપના ઝેર સમાન.
14 ainda assim a sua comida azedará no estômago; e será como veneno de cobra em seu interior.
15 એણે જે ધનસંપતિ ગળી ગયો છે તે એણે ઓકી નાખવી પડે છે. દેવ એનાં પેટમાંથી એ કઢાવે છે.
15 Ele vomitará as riquezas que engoliu; Deus fará seu estômago lançá-las fora.
16 એણે જે શોષી લીધું હતું તે સાપનું ઝેર હતું. સાપનો એ ડંખ એને મારી નાંખે છે.
16 Sugará veneno de cobra; as presas de uma víbora o matarão.
17 તેણે હડપ કરી લીધેલી વસ્તુઓ તેને આનંદ આપશે નહિ, તેને દૂધ અને મધની નદીઓનો આનંદ મળશે નહિ.
17 Não terá gosto na contemplação dos regatos, e dos rios que vertem mel e nata.
18 એણે મહેનતથી જે મેળવ્યું છે તે ભોગવ્યાં વિનાજ એને પાછું આપવું પડશે. જે ધનસંપતિ એ કમાયો છે તે એ માણી શકશે નહિ.
18 Terá que devolver aquilo pelo que lutou, sem aproveitá-lo, e não desfrutará dos lucros do seu comércio.
19 કારણકે એણે ગરીબોને રંજાડ્યાં છે ને તરછોડ્યાં છે, બીજાના બાંધેલા ઘર પચાવી પાડ્યાં છે.
19 Sim, pois ele tem oprimido os pobres e os tem deixado desamparados; apoderou-se de casas que não construiu.
20 તે કદી ધરાયો નથી. તેની ધનસંપતિ તેને બચાવી શકશે નહિ.
20 "Certo é que a sua cobiça não lhe trará descanso, e o seu tesouro não o salvará.
21 તે જ્યારે ખાય છે, કાંઇ બાકી રહેતું નથી. તેની સફળતા સતત રહેતી નથી.
21 Nada lhe restou para devorar; sua prosperidade não durará muito.
22 એ સિદ્ધિના શિખરે હશે ત્યારે જ આફતો તેને હંફાવશે. તેની આફતો સંપૂર્ણ શકિત પૂર્વક તેના ઉપર ઊતરી પડશે.
22 Em meio à sua fartura, a aflição o dominará; a força total da desgraça o atingirá.
23 જ્યારે તેનું પેટ તેને જે જોઇએ છે તેનાથી ભરાયું હશે, દેવ તેની સામે ભભૂકતા ક્રોધનો વરસાદ વરસાવશે. દેવ તેના પર સજાનો વડસાદ વરસાવશે.
23 Quando ele estiver de estômago cheio, Deus dará vazão às tremendas chamas de sua ira, e sobre ele despejará o seu furor.
24 જો એ લોઢાની તરવારમાંથી છટકી જશે તો કાંસાનું બાણ એને વીંધી નાખશે.
24 Se escapar da arma de ferro, o bronze da sua flecha o atravessará.
25 તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે, અને પીઠમાંથી ભોંકાઇને બહાર આવશે. તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તે ભયથી આઘાત પામશે.
25 Ele o arrancará das suas costas, a ponta reluzente saindo do seu fígado. Grande pavor virá sobre ele;
26 તેનો ખજાનો અંધકારના ઊંડાણમાં ખોવાઇ જશે. પ્રચંડ અગ્નિ કે જેનો કોઇ માનવે આરંભ કર્યો નથી. તેના માલ સામાનનો નાશ કરશે અને તેનું જે કાંઇ બાકી છે તે સર્વ ભસ્મીભૂત થઇ જશે.
26 densas trevas estarão à espera dos seus tesouros. Um fogo não assoprado o consumirá e devorará o que sobrar em sua tenda.
27 આકાશ તેનો ગુનો ઉઘાડો પાડશે; પૃથ્વી એની વિરુદ્ધ સાક્ષી પૂરશે.
27 Os céus porão à mostra a sua culpa; a terra se levantará contra ele.
28 જે દિવસે દેવનો પ્રકોપ ફાટી નીકળશે તે દિવસે ધસમસતાં પૂરમાં એનાં ઘરબાર તણાઇ જશે.
28 Uma inundação arrastará a sua casa, águas avassaladoras, no dia da ira de Deus.
29 દેવ દુષ્ટ લોકોને આ પ્રમાણે કરશે અને આ એજ છે જે તે તેમને આપવાની યોજના કરે છે. “
29 Esse é o destino que Deus dá aos ímpios, é a herança designada por Deus para eles".

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 20, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.