Gênesis 48
Gujarati Bible (GL_GUJARATI) vs NVI
NVI Nova Versão Internacional
1 સમય જતાં યૂસફને કોઈકે, સમાંચાર આપ્યા કે, તારા પિતાજી માંદા પડયા છે. તેથી તરત જ તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો.
1 Algum tempo depois, disseram a José: "Seu pai está doente"; e ele foi vê-lo, levando consigo seus dois filhos, Manassés e Efraim.
2 જયારે કોઈકે યાકૂબને ખબર આપી કે, “તારો પુત્ર યૂસફ મળવા આવ્યો છે.” એટલે તે શરીરની બધી તાકાત ભેગી કરીને ખાટલા પર બેઠો થઈ ગયો.
2 E anunciaram a Jacó: "Seu filho José veio vê-lo". Israel reuniu suas forças e assentou-se na cama.
3 અને ઇસ્રાએલે યૂસફને કહ્યું, “કનાન દેશના લૂઝ ગામે સર્વસમર્થ દેવે મને દર્શન આપ્યાં હતાં.
3 Então disse Jacó a José: "O Deus Todo-poderoso apareceu-me em Luz, na terra de Canaã, e ali me abençoou,
4 પછી આશીર્વાદ આપીને કહ્યું હતું કે, ‘જો, હું તારો વંશવેલો વધારીશ, તારાં સંતાનોની વૃધ્ધિ કરીશ; અને તારા પછી તારા વંશજોને આ દેશના કાયમના ધણી બનાવીશ.’
4 dizendo: ‘Eu o farei prolífero e o multiplicarei. Farei de você uma comunidade de povos e darei esta terra por propriedade perpétua aos seus descendentes’.
5 અને માંરા મિસરમાં આવતા પહેલાં મિસરમાં તને પ્રાપ્ત થયેલા બે પુત્રો હવે માંરા પુત્રો છે.
5 "Agora, pois, os seus dois filhos que lhe nasceram no Egito, antes da minha vinda para cá, serão reconhecidos como meus; Efraim e Manassés serão meus, como são meus Rúben e Simeão.
6 રૂબેન અને શિમયોનની જેમ હવે એફ્રાઈમ અને મનાશ્શા માંરા પુત્રો ગણાશે. એમના પછી થયેલાં તારાં સંતાનો તારાં કહેવાશે; અને તેમનો પ્રદેશ તેમના ભાઈઓનાં નામે ઓળખાશે.
6 Os filhos que lhe nascerem depois deles serão seus; serão convocados sob o nome dos seus irmãos para receberem sua herança.
7 જયારે હું પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો તે દરમ્યાન રસ્તામાં જ કનાન દેશમાં જ રાહેલનું દુ:ખદ અવસાન થયું; એટલે મેં તેને એફ્રાથના એટલે બેથલેહેમના માંર્ગમાં જ દફનાવી.”
7 Quando eu voltava de Padã, para minha tristeza Raquel morreu em Canaã, quando ainda estávamos a caminho, a pouca distância de Efrata. Eu a sepultei ali, ao lado do caminho para Efrata, que é Belém".
8 અને પછી જયારે યૂસફના પુત્રોને ઇસ્રાએલે જોયા ત્યારે તેણે તેમને સવાલ કર્યો, “આ કોણ છે?”
8 Quando Israel viu os filhos de José, perguntou: "Quem são estes? "
9 એટલે યૂસફે કહ્યું, “એ તો માંરા પુત્રો છે, જે દેવે મને અહીં આપ્યાં છે.”ઇસ્રાએલે કહ્યું, “એમને માંરી પાસે લાવ, જેથી હું એમને આશીર્વાદ આપું.”
9 Respondeu José a seu pai: "São os filhos que Deus me deu aqui". Então Israel disse: "Traga-os aqui para que eu os abençoe".
10 હવે વૃદ્વાવસ્થાને કારણે ઇસ્રાએલની આંખોનું તેજ ઓછું થયું હતું. તેને દેખાતું ન હતું. તેથી યૂસફ તેઓને તેમની પાસે લઈ આવ્યો એટલે તેણે તેઓને ચુંબન કર્યુ અને પછી તે તેઓને કોટે વળગ્યો.
10 Os olhos de Israel já estavam enfraquecidos por causa da idade avançada, e ele mal podia enxergar. Por isso José levou seus filhos para perto dele, e seu pai os beijou e os abraçou.
11 પછી ઇસ્રાએલે કહ્યું, “મને તો સ્વપ્નમાંય ખબર નહોતી કે, હું તારું મોઢું જોઈ શકીશ. પરંતુ દેવે તો મને તારાં સંતાનોનાં મુખ પણ બતાવ્યાં.”
11 E Israel disse a José: "Nunca pensei que veria a sua face novamente, e agora Deus me concede ver também os seus filhos! "
12 પછી યૂસફે તેમને તેમના ખોળામાંથી લઈ લીધા અને જમીનને માંથું અડાડીને પ્રણામ કર્યા.
12 Em seguida, José os tirou do colo de Israel e curvou-se, rosto em terra.
13 ત્યાર બાદ યૂસફે તે બંનેને લીધા, એફ્રાઈમને જમણી બાજુએ રાખ્યો જેથી તે ઇસ્રાએલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને ડાબી બાજુએ રાખ્યો, જેથી તે ઇસ્રાએલની જમણી બાજુએ રહે; ને એમ તે તેઓને ઇસ્રાએલની પાસે લઈને આવ્યો.
13 E José tomou os dois, Efraim à sua direita, perto da mão esquerda de Israel, e Manassés à sua esquerda, perto da mão direita de Israel, e os aproximou dele.
14 પરંતુ ઇસ્રાએલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માંથા પર મૂક્યો, અને પોતાનો ડાબો હાથ આંટી પાડીને મનાશ્શાના માંથા પર મૂકયો, જો કે, મનાશ્શા જયેષ્ઠ હતો;
14 Israel, porém, estendeu a mão direita e a pôs sobre a cabeça de Efraim, embora este fosse o mais novo e, cruzando os braços, pôs a mão esquerda sobre a cabeça de Manassés, embora Manassés fosse o filho mais velho.
15 પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા, જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.
15 E abençoou a José, dizendo: "Que o Deus, a quem serviram meus pais Abraão e Isaque, o Deus que tem sido o meu pastor em toda a minha vida até o dia de hoje,
16 જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો; અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો. અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”
16 o Anjo que me redimiu de todo o mal, abençoe estes meninos. Sejam eles chamados pelo meu nome e pelos nomes de meus pais Abraão e Isaque, e cresçam muito na terra".
17 પરંતુ જયારે યૂસફે જોયું કે, તેના બાપે પોતાનો જમણો હાથ એફ્રાઈમને માંથે મૂકયો તો એ બાબતે નાખુશ હતો; અને એફ્રાઈમના માંથા પરથી હાથ ખસેડીને મનાશ્શાના માંથા પર લઈ જવા તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો.
17 Quando José viu seu pai colocar a mão direita sobre a cabeça de Efraim, não gostou; por isso pegou a mão do pai, a fim de mudá-la da cabeça de Efraim para a de Manassés,
18 અને પિતાને કહ્યું, “એમ નહિ, પિતાજી, કારણ કે આ જયેષ્ઠ છે; તમાંરો જમણો હાથ એના માંથા પર મૂકો.”
18 e lhe disse: "Não, meu pai, este aqui é o mais velho; ponha a mão direita sobre a cabeça dele".
19 પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”
19 Mas seu pai recusou-se e respondeu: "Eu sei, meu filho, eu sei. Ele também se tornará um povo, também será grande. Apesar disso, seu irmão mais novo será maior do que ele, e seus descendentes se tornarão muitos povos".
20 આમ, તે દિવસે તેમને આશીર્વાદ આપી ઇસ્રાએલે કહ્યું,“ઇસ્રાએલના લોકો જ્યારે પણ કોઇને આશીર્વાદ આપશે ત્યારે તમાંરા નામનો ઉપયોગ કરશે, તેઓ કહેશે, ‘દેવ તમને એફ્રાઈમ અને મનાશ્શા જેવા બનાવો.”આમ તેણે એફ્રાઈમને મનાશ્શાથી આગળ મૂકયો.
20 Assim, Jacó os abençoou naquele dia, dizendo: "O povo de Israel usará os seus nomes para abençoar uns aos outros: Que Deus faça a você como fez a Efraim e a Manassés! " E colocou Efraim à frente de Manassés.
21 પછી યૂસફને ઇસ્રાએલે કહ્યું, “જુઓ, હવે માંરો અંત નજીક છે, પરંતુ દેવ તમને સાથ આપશે. અને ફરીથી તમને તમાંરા પિતૃઓના દેશમાં લઈ જશે.
21 A seguir, Israel disse a José: "Estou para morrer, mas Deus estará com vocês e os levará de volta à terra de seus antepassados.
22 પરંતુ મે તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, શખેમ પહાડ આપું છું જે મેં અમોરીઓ પાસેથી માંરી તરવાર તથા માંરા ધનુષ્યની તાકાતથી એ જીતી લીધો હતો.”
22 E a você, como alguém que está acima de seus irmãos, dou a região montanhosa que tomei dos amorreus com a minha espada e com o meu arco".
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Gênesis 48, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.