Gênesis 24

Gujarati Bible (GL_GUJARATI) vs VC

Sair da comparação
VC Versão Católica
1 હવે ઇબ્રાહિમ ખૂબ વૃદ્વ થયો હતો. યહોવાએ ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યા અને તેના પ્રત્યેક કામમાં સફળતા પ્રદાન કરી.
1 O velho Abraão estava avançado em idade, e o Senhor o tinha abençoado em todas as coisas.
2 ઇબ્રાહિમે પોતાના ઘરના જૂનામાં જૂના નોકરને બોલાવ્યો અને કહ્યું, “માંરી જાંઘ નીચે તારો હાથ મૂક.
2 Abraão disse ao servo mais antigo de sua casa, que administrava todos os seus bens: "Mete tua mão debaixo de minha coxa.
3 હું તને આકાશ અને પૃથ્વીના દેવ યહોવાને નામે સમ દેવા ઈચ્છું છું કે, તું કનાનીઓની કોઈ પણ કન્યા સાથે માંરા પુત્રના વિવાહ થવા દઈશ નહિ. અમે લોકો કનાનીઓની વચમાં રહીએ છીએ, પરંતુ કોઈ પણ કનાની કન્યા સાથે તેના લગ્ન થવા ન દેશો.
3 Quero que jures pelo Senhor, Deus do céu e da terra, que não escolherás para mulher de meu filho nenhuma das filhas dos cananeus, no meio dos quais habito;
4 તમે માંરા દેશમાં માંરાં સગાંસંબંધીઓમાં જાઓ અને ત્યાં શોધો. પછી ત્યાંથી માંરા દીકરા માંટે સ્ત્રી લાવજો.”
4 mas irás à minha terra, à minha parentela, e lá escolherás uma mulher para o meu filho Isaac."
5 નોકરે તેમને કહ્યું, “કદાચ તે કન્યા માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન પણ થાય. ત્યારે માંરે તમાંરા પુત્રને તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં પાછો લઈ જવો?”
5 O servo respondeu: "Talvez essa mulher não me quererá seguir a esta terra; nesse caso, poderei reconduzir o teu filho à terra de onde saíste?"
6 ઇબ્રાહિમે તેને કહ્યું, “ના, તું માંરા પુત્રને એ દેશમાં લઈ જઈશ નહિ.
6 "Guarda-te bem, disse-lhe Abraão, de reconduzir para lá o meu filho!
7 યહોવા આકાશના દેવે મને માંરી જન્મભૂમિનો અને માંરા બાપના ઘરનો ત્યાગ કરાવ્યો હતો. અને જેણે સમ ખાઈને મને એવું વચન આપ્યું હતું: ‘હું તારા વંશજોને આ દેશ આપીશ.’ તે તારી આગળ તને દોરવવા તેના દૂતને ત્યાંથી માંરા પુત્ર માંટે પત્ની લાવવા મોકલશે.
7 O Senhor Deus do céu, que me tirou da casa de meu pai e de minha pátria, que me disse e me jurou dar esta terra à minha posteridade, este Senhor mandará o seu anjo diante de ti, e tu escolherás lá uma mulher para o meu filho.
8 પરંતુ કન્યા જો તારી સાથે આવવા તૈયાર ન હોય તો તું માંરા આ સમથી મુકત છે. પરંતુ તું માંરા પુત્રને તે દેશમાં પાછો લઈ જઈશ નહિ.”
8 Mas, se ela não te quiser seguir, estarás desobrigado do juramento que te impus. Somente não reconduzas {de forma alguma} para lá o meu filho."
9 આ રીતે નોકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંધ નીચે હાથ મૂકયો અને એ પ્રકારના સમ લીધા.
9 Pôs, então, o servo sua mão debaixo da coxa de Abraão, seu senhor, e fez-lhe o juramento que ele pedia.
10 પછી નોકરે ઇબ્રાહિમના દશ ઊંટ લીધાં. અને ધણી પાસેથી જાતજાતની સારામાં સારી ભેટસોગાદો લઈને અરામ-નાહશ-ઇમનામાં આવેલા નાહોર નગરમાં જવા નીકળી પડયો.
10 E, tendo tomado dez camelos do rebanho de seu senhor, partiu, levando as mãos cheias das riquezas de Abraão. E pôs-se a caminho, andando para a Mesopotâmia, para a cidade de Nacor.
11 તે નગર બહાર કૂવા પાસે ગયો, ત્યારે સંધ્યાકાળે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા જતી હતી. તે વખતે તેણે શહેર બહાર કૂવા પાસે ઊંટને બેસાડયાં.
11 E fez descansar os camelos fora da cidade, perto de um poço. Era pela tarde, à hora em que saíam as mulheres para ir buscar água.
12 નોકરે કહ્યું, “હે યહોવા, તું માંરા ધણી ઇબ્રાહિમનો દેવ છે. આજે તું માંરા ધણીના પુત્ર માંટે એક વહુ મેળવી આપ. કૃપા કરીને માંરા ધણી ઇબ્રાહિમ પર દયા કર.
12 "Senhor, disse ele, Deus de Abraão, meu senhor, fazei-me encontrar hoje o que desejo, e manifestar vossa bondade para com meu senhor Abraão.
13 હું આ પાણી ભરવાના કૂવા પાસે ઊભો છું અને નગરની કન્યાઓ પાણી ભરવા આવે છે.
13 Eis-me aqui, de pé, junto desta fonte onde as filhas dos habitantes da cidade virão buscar água.
14 હું એક વિશિષ્ટ પ્રકારના ચિન્હની પ્રતીક્ષા કરી રહ્યો છું, જેના વડે હું જાણી શકું કે, ઇસહાકને યોગ્ય કઈ કન્યા છે. હું કન્યાને કહું કે, ‘તારો ઘડો જરા વાંકો કર, એટલે હું પાણી પી શકું.’ અને જે કન્યા કહે કે, ‘પીઓને; અને હું તમાંરાં ઊંટને પણ પાઈશ.’ તે જ તારા સેવક ઇસહાકની વહુ થવા તેં નક્કી કરેલી કન્યા હોય. આના પરથી હું જાણીશ કે, માંરા ધણી પર તારી કૃપા છે.”
14 Portanto, a donzela a quem eu disser: Inclina o teu cântaro, por favor, para que eu beba -, e me responder: Bebe, e darei de beber também aos teus camelos -, essa seja a que destina ao vosso servo Isaac. Por isto conhecerei que manifestais vossa bondade para com meu senhor."
15 પછી નોકરની પ્રાર્થના પૂરી થતાં પહેલા જ ત્યાં રિબકા નામની કન્યા ખભા પર ઘડો લઈને આવી. રિબકા બથુએલની પુત્રી હતી. અને બથુએલ ઇબ્રાહિમના ભાઈ નાહોર અને મિલ્કાહનો પુત્ર હતો.
15 Ainda não tinha acabado de falar, quando sobreveio, com um cântaro aos ombros, Rebeca, filha de Batuel, filho de Melca, mulher de Nacor, irmão de Abraão.
16 કન્યા ખૂબ રૂપાળી હતી અને કુંવારી હતી. કોઈ પુરુષનો સ્પર્શ તેને થયો ન હતો. તે પોતાનો ઘડો ભરવા માંટે કૂવા ઉપર આવી.
16 A jovem era extremamente bela, virgem, e homem algum a havia possuído. Ela desceu à fonte, encheu o seu cântaro e ia voltando.
17 અને જ્યારે તેણી ગાગર ભરીને પાછી આવી, નોકર તેની તરફ દોડ્યો અને બોલ્યો, “કૃપા કરીને તમાંરા ઘડામાંથી થોડું પાણી પીવા આપશો?”
17 O servo correu-lhe ao encontro e disse-lhe: "Queres dar-me de beber um pouco da água de teu cântaro?"
18 રિબકાએ જલદીથી ખભા પરથી ઘડો ઉતાર્યો અને તેને પાણી પાયું. રિબકાએ કહ્યું, “શ્રીમાંન, લો આ પીઓ.”
18 "Bebe, meu senhor", respondeu ela. E prontamente inclinou o cântaro sobre o seu braço para lhe dar de beber.
19 જયારે તે પાણી પીવડાવી રહી એટલે તે બોલી, “તમાંરા ઊંટ માંટે પણ તેઓ પી રહે ત્યાં સુધી હું પાણી લાવી આપીશ.”
19 Tendo ele bebido, ela disse: "Vou buscar água também para os teus camelos, para que todos bebam."
20 એમ કહીને તેણે ઝટપટ ઘડો હવાડામાં ઠાલવી દીધો અને ફરી ભરવા માંટે કૂવે દોડી ગઈ. અને તેણે બધાં જ ઊંટોને પાણી પીવડાવ્યું.
20 E, despejando seu cântaro no bebedouro, correu a buscar água de novo na fonte para todos os camelos.
21 નોકરે ચૂપચાપ ધ્યાનથી તેને જોઈ. એ નક્કી જાણવા માંગતો હતો કે, કદાચ યહોવાએ એની વાત સ્વીકારીને તેનો પ્રવાસ સફળ કર્યો છે.
21 O homem contemplava em silêncio, curioso por saber se o Senhor tinha ou não tornado feliz a sua viagem.
22 ઊંટો પાણી પી રહ્યાં એટલે પેલા માંણસે અર્ધા તોલા સોનાની એક વાળી અને દશ તોલા સોનાની બે બંગડીઓ પેલી યુવતીને આપી.
22 Quando os camelos acabaram de beber, o homem tirou um anel de ouro pesando meio siclo, e dois braceletes de ouro pesando dez siclos.
23 પછી નોકરે પૂછયું, “તારા પિતા કોણ છે? તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરીએ એટલી જગ્યા છે?”
23 E disse à jovem: "Dize-me, por favor: De quem és filha? Haveria na casa de teu pai um lugar para passarmos a noite?"
24 રિબકાએ જવાબ આપ્યો, “માંરા પિતા બથુએલ છે, જે મિલ્કાહ અને નાહોરના પુત્ર છે.”
24 "Eu sou filha de Batuel, respondeu ela, o filho de Melca, que ela deu à luz a Nacor."
25 પછી તેને કહ્યું, “હા, અમાંરી પાસે તમાંરા ઊંટો માંટે પુષ્કળ ઘાસચારો છે. અને રાતવાસો કરવા માંટે જગ્યા પણ છે.”
25 E ajuntou: "Há em nossa casa palha e forragem em abundância, e também lugar para passar a noite."
26 નોકરે માંથું નમાંવીને યહોવાની ઉપાસના કરી.
26 Inclinou-se, então, o homem e prostrou-se diante do Senhor:
27 નોકરે કહ્યું, “માંરા ધણી ઇબ્રાહિમના દેવ યહોવાની પ્રશંસા થાઓ. યહોવા માંરા ધણી પ્રત્યે દયાળુ અને વફાદાર રહ્યાં છે. યહોવાએ મને માંરા ધણીના સગાઓના ઘરે દોરવ્યો છે. અને માંરા ધણીના પુત્ર માંટે યોગ્ય કન્યા તરફ દોરવ્યો છે.”
27 "Bendito seja, exclamou ele, o Senhor, o Deus de Abraão, meu senhor, que não faltou à sua bondade e à sua fidelidade para com ele. O Senhor conduziu-me diretamente à casa dos parentes de meu senhor."
28 પછી રિબકાએ ઘેર દોડી જઈને જે કાંઈ બન્યું હતું તે પોતાના પરિવારને જણાવ્યું,,
28 A jovem foi correndo contar à sua mãe tudo o que se tinha passado.
29 રિબકાના ભાઈનું નામ લાબાન હતું. રિબકાએ તે વ્યકિતએ જે વાત કરી હતી તે વાતો ભાઈને કહી. લાબાન તેની વાતો સાંભળી રહ્યો હતો ત્યારે,
29 Rebeca tinha rim irmão chamado Labão. Este apressou-se em ir ao encontro do homem que se encontrava junto da fonte.
30 તેણે પોતાની બહેનના હાથ પર બંગડીઓ અને વાળી જોઈ, તેથી તે દોડીને પેલા માંણસને મળવા ગયો. તે માંણસ કૂવા આગળ ઉંટો પાસે ઊભો હતો.
30 Ele tinha visto o anel e os braceletes nas mãos de sua irmã, e ouvido a narração de sua irmã Rebeca: "Esse homem me disse isso e aquilo." Foi ele, pois, ao encontro do estrangeiro e o achou perto dos camelos, na fonte.
31 લાબાને કહ્યું, “પધારો શ્રીમાંન, આપનું સ્વાગત કરું છું, તમે અહીં બહાર કેમ ઊભા છો? મેં તમાંરા ઊંટોને માંટે એક જગ્યા તૈયાર રાખી છે, અને તમાંરા માંટે સૂવાનો ઓરડો પણ તૈયાર કરી દીધો છે.”
31 "Vem, bendito do Senhor, disse ele, por que permaneces aí fora? Preparei a casa e um lugar para os camelos."
32 તેથી ઇબ્રાહિમનો નોકર ઘરમાં ગયો. લાબાને ઊંટના બંધનો છોડી નાખ્યા, ઊંટો માંટે ઘાસચારો આપ્યો. અને તેને અને તેના માંણસોને પગ ધોવા માંટે પાણી આપ્યું.
32 E o homem entrou na casa. Descarregaram os camelos, deram-lhes palha e forragem, enquanto traziam ao estrangeiro e aos seus companheiros água para lavar os pés.
33 પછી લાબાને તેમને ખાવા માંટે ભોજન આપ્યું. પરંતુ તેણે કહ્યું, “હું શા કામે આવ્યો છું તે કહ્યાં પહેલા હું જમીશ નહિ.” લાબાન બોલ્યો, “તો કહો.”
33 Serviu-se-lhe em seguida de comer; mas ele disse: "Não comerei nada enquanto não expuser o que tenho a dizer." "Fala", disse Labão.
34 નોકરે કહ્યું, “હું ઇબ્રાહિમનો નોકર છું, યહોવાએ અમાંરા ધણી ઉપર દરેક બાબતમાં કૃપા કરી છે. માંરા ધણી મહાન વ્યકિત થઈ ગયા છે.
34 "Eu sou, disse ele, escravo de Abraão.
35 યહોવાએ તેમને ઘેટાંબકરાં, ઊંટો અને ગધેડાં, ઢોરઢાંખર, સોનુંરૂપું, દાસ દાસીઓ આપ્યાં છે.
35 O Senhor encheu de bênçãos o meu senhor, que se tornou poderoso; e deu-lhe ovelhas e bois, prata e ouro, servos e servas, camelos e jumentos.
36 માંરા ધણીની પત્ની સારાને વૃદ્વાવસ્થામાં એક પુત્ર અવતર્યો અને માંરા ધણીએ તેને બધી મિલકત સોંપી દીધી છે.
36 Sara, mulher do meu senhor, apesar de sua velhice, deu-lhe à luz um filho, ao qual ele deu todos os seus bens.
37 માંરા માંલિકે મને એવા સમ દીધા છે કે, ‘જે કનાનીઓના દેશમાં હું વસું છું તેમની પુત્રીઓમાંથી તારે માંરા પુત્ર માંટે સ્ત્રી લાવવી નહિ.
37 Então o meu senhor fez-me jurar que eu não escolheria para o seu filho uma mulher entre as filhas dos cananeus, em cuja terra ele mora,
38 એટલા માંટે તારે વચન આપવું પડશે કે, તું માંરા પિતાના દેશમાં અને માંરા કુટુંબમાં જઈને ત્યાંથી માંરા પુત્ર માંટે કન્યા લાવીશ.’
38 mas que viria à casa de seu pai, à sua família, para aí escolher uma mulher para o seu filho.
39 મેં માંરા ધણીને કહ્યું, ‘કદાચ એમ પણ બને કે, સ્ત્રી માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન થાય.’
39 E eu disse-lhe: Talvez a mulher não me quererá seguir.
40 પરંતુ માંરા ધણીએ કહ્યું, ‘હું યહોવાની સેવા કરું છું. અને યહોવા તારી સાથે એમનો દૂત મોકલશે, જે તમાંરી મદદ કરશે. ત્યાં તને અમાંરા લોકોમાં માંરા પુત્ર માંટે સ્ત્રી મળશે.
40 'O Senhor, respondeu-me ele, em cujo caminho sempre andei, mandará o seu anjo contigo e fará bem-sucedida a tua viagem: escolherás para o meu filho uma mulher de minha família, na casa de meu pai.
41 એ પછી તું મને આપેલા તારા વચનથી મુકત થઇશ. પરંતુ જો તું માંરા પિતાના દેશમાં જા અને તે લોકો માંરા પુત્ર માંટે કન્યા આપવાની ના પાડે તો પણ તું તારા સમથી મુકત છે.’
41 Mas serás desobrigado do juramento que me fazes, se, tendo visitado minha parentela, encontrares oposição e não fores recebido.'
42 “આજે હું આ કૂવા આગળ આવ્યો અને મેં કહ્યું, ‘હે યહોવા, માંરા ધણીના દેવ, કૃપા કરીને માંરા પ્રવાસને સફળ બનાવો.”
42 Ora, chegando hoje à fonte, eu disse: Senhor, Deus de meu senhor Abraão, se vos dignardes tornar bem-sucedida a viagem que empreendi {concedei-me isto:}
43 જો હું આ કૂવા આગળ ઊભો રહું છું. હવે જે યુવાન કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું કે, “તારા ઘડામાંથી મને થોડું પાણી પા.”
43 Ficarei perto da fonte; a jovem que vier buscar água, e a quem eu disser: Deixa-me, por favor, beber um pouco da água de teu cântaro,
44 અને જો તેણી મને કહે, “પાણી પીઓ, હું તમાંરાં ઊંટો માંટે પણ પાણી લાવીશ. એ રીતે હું જાણીશ કે, તેણી માંરા ધણીના પુત્ર માંટે યહોવાએ પસંદ કરેલ યોગ્ય કન્યા છે.’
44 e que me responder:'Bebe, e buscarei também água para os teus camelos', essa será a mulher que o Senhor destina ao filho de meu senhor.
45 “માંરી પ્રાર્થના પૂરી થતાં પહેલા જ રિબકા કૂવા પર પાણી ભરવા આવી. પાણીનો ઘડો તેના ખભા પર હતો તે ઊતારીને પાણી ભર્યું. મેં તેને કહ્યું, કૃપા કરીને મને થોડું પાણી આપો.
45 Eu não tinha ainda acabado de falar comigo mesmo, quando veio Rebeca com o seu cântaro aos ombros, e desceu à fonte para buscar água. Eu disse-lhe: Dá-me de beber, por favor.
46 તેણીએ તરત જ ઘડો નમાંવ્યો અને કહ્યું, ‘પીઓ અને હું તમાંરા ઊંટો માંટે પણ પાણી લાવીશ.’ તેથી મેં પાણી પીધું અને તેણીએ માંરા ઉંટોને પણ પીવા માંટે પાણી આપ્યું.
46 E, descendo logo o cântaro dos seus ombros, ela me disse: 'Bebe, e darei também de beber aos camelos.'
47 પછી મેં એને પૂછયું, ‘તારા પિતા કોણ છે?’ એણે ઉત્તર આપ્યો, ‘માંરા પિતા બથુએલ છે. માંરા પિતાના માંતાપિતા મિલ્કાહ અને નાહોર છે.’ એટલે મેં એના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી.
47 Perguntei-lhe então de quem era filha. Ela respondeu-me: 'Sou filha de Batuel, filho de Nacor, que Melca lhe deu à luz.' Eu, pois, coloquei o anel em suas narinas e os braceletes em seus punhos.
48 પછી મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને માંરા ધણીના દેવની સ્તુતિ કરી. કારણ કે તે મને સાચા માંર્ગે દોરી લાવ્યા, જેથી હું માંરા ધણીના પુત્ર માંટે તેના ભાઈની પુત્રી પસંદ કરી શકું.
48 Inclinei-me, então, prostrando-me diante do Senhor, e bendisse o Senhor, o Deus de meu senhor Abraão, que me conduziu diretamente ao lugar onde eu podia tomar a filha do parente de meu senhor para o seu filho.
49 હવે તમે શું કરશો? તે કહો. શું તમે માંરા ધણી પ્રત્યે દયાળુ અને શ્રધ્ધાળુ બનશો અને તમાંરી પુત્રી તેને આપશો? કે, પછી તમાંરી પુત્રી આપવાની ના પાડશો? એ મને જણાવો, જેથી માંરે કયે રસ્તે જવું તેની ખબર પડે.”
49 Agora, se quiserdes testemunhar afeição e fidelidade ao meu senhor, dizei-mo; senão, dizei-mo também, para que eu tome outra direção."
50 પછી લાબાને અને બથુએલે જવાબ આપ્યો, “અમે જોઈએ છીએ કે, આ બધું યહોવાની ઈચ્છાથી થયું છે. તેથી અમે તેને બદલવા માંટે કઇ પણ કહી શકીએ નહિ.
50 Labão e Batuel tomaram então a palavra: "Do Senhor veio tudo isso, disseram eles. Nada temos a dizer.
51 આ રિબકા તમાંરી આગળ છે, એને લઈ જાઓ અને તમાંરા ધણીના પુત્ર સાથે પરણાવો.”
51 Eis aí Rebeca: toma-a e parte. Que ela seja a mulher do filho de teu senhor, como o Senhor disse."
52 ઇબ્રાહિમના નોકરે આ સાંભળ્યું અને તેણે યહોવાને સાષ્ટાંગ પ્રણામ કર્યા.
52 Ouvindo estas palavras, o servo de Abraão prostrou-se por terra diante do Senhor.
53 પછી તેણે પોતે જે સાથે લાવ્યો હતો તે ભેટો રિબકાને આપી. તેણે રિબકાને સોનારૂપાના દાગીના તથા સુંદર વસ્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈ અને તેની માંને કિંમતી ભેટો આપી.
53 Tomando em seguida objetos de prata, objetos de ouro e vestidos, ofereceu-os como presente a Rebeca. Ofereceu também ricos presentes ao seu irmão e à sua mãe.
54 તેણે અને તેની સાથેના માંણસોએ ત્યાં ખાધુંપીધું અને ત્યાં જ રાત રહ્યાં. બીજે દિવસે સવારે ઊઠયા અને બોલ્યા, “હવે અમે અમાંરા ધણીની પાસે જઈશું.”
54 Puseram-se então à mesa, ele e os seus companheiros, e passaram a noite. Levantando-se no dia seguinte, disse o servo: "Deixai-me partir para a casa do meu senhor."
55 રિબકાની માં અને ભાઈએ કહ્યું, “રિબકાને અમાંરા લોકોની સાથે થોડા દિવસ રહેવા દો; કંઈ નહિ તો દશ દિવસ તો રહેવા દો, ત્યાર પછી તે આવશે.”
55 Ao que o irmão e a mãe de Rebeca responderam: "Fique a jovem ainda conosco alguns dias, ao menos dez dias; depois disto partirá."
56 પરંતુ નોકરે તેઓને કહ્યું, “મને રોકશો નહિ, યહોવાએ માંરો પ્રવાસ સફળ બનાવ્યો છે. હવે મને જવા દો જેથી હું માંરા ધણીને જઈને મળું.”
56 "Não me retenhais, tornou ele: pois que o Senhor fez bem-sucedida a minha viagem, deixai-me partir e voltar para o meu senhor."
57 રિબકાના ભાઈ અને માંએ કહ્યું, “અમે રિબકાને બોલાવીને પૂછીએ છીએ કે, તે શું ઈચ્છે છે?”
57 "Chamemos a jovem, disseram eles, e perguntemos-lhe o seu parecer."
58 તેઓએ રિબકાને બોલાવી અને તેને પૂછયું, “શું તું આ માંણસ સાથે હમણા જ જવા ઈચ્છે છે?”
58 Chamaram Rebeca e disseram-lhe: "Queres partir com este homem?" "Sim", respondeu ela.
59 તેથી તેઓએ રિબકાને ઇબ્રાહિમના નોકર અને તેના સાથીઓ સાથે વિદાય કર્યા. રિબકાની દાસી પણ તેની સાથે ગઈ.
59 Deixaram-na, pois, partir juntamente com sua ama-de-leite, com o servo de Abraão e seus companheiros.
60 જયારે તે વિદાય થતી હતી ત્યારે આશીર્વાદ આપ્યા કે,“અમાંરી બહેન, લાખો પુત્રોની માંતા થાઓ, અને તારા વંશજો દુશ્મનોના શહેરો કબજે કરો.”
60 Eles abençoaram-na, dizendo: "Ó nossa irmã: possas tu tornar-te a mãe de milhares de miríades! E possua a tua posteridade a porta dos seus inimigos!"
61 પછી રિબકા અને તેની દાસીઓ ઊંટ પર સવાર થઈ અને નોકર તથા તેની સાથીઓની પાછળ પાછળ ચાલવા લાગી. આ રીતે નોકરે રિબકાને સાથે લીધી અને ઘેર પાછા ફરવા માંટેની યાત્રા શરુ કરી.
61 Rebeca e suas servas levantaram-se, montaram nos camelos e seguiram o homem. Este conduzindo Rebeca, pôs-se logo a caminho.
62 તે સમયે ઇસહાકે બેર-લાહાય-રોઇ છોડી દીધું હતું અને નેગેબમાં રહેવાનું શરૂ કર્યુ હતું.
62 Entretanto, Isaac tinha voltado do poço de Lacai-Roi, e habitava no Negeb.
63 એક દિવસ સાંજે તે ખેતરમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે આંખ ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં દેખાયાં.
63 Uma tarde em que saíra para meditar no campo, levantando os olhos, viu alguns camelos que se aproximavam.
64 રિબકાએ નજર કરી અને ઈસહાકને જોયો. એટલે તે ઊંટ પરથી ઊતરી પડી.
64 Rebeca também, tendo levantado os olhos, viu Isaac, e desceu do camelo.
65 તેણે નોકરને પૂછયું, “પેલો માંણસ ખેતરમાં ફરનારો, આપણને મળવા આવે છે તે કોણ છે?”નોકરે કહ્યું, “તે માંરા ધણીનો પુત્ર છે.” એટલે રિબકાએ પોતાનો ચહેરો બુરખામાં છુપાવી દીધો.
65 Ela disse ao servo de Abraão: "Quem é aquele homem que vem ao nosso encontro no campo?" "É o meu senhor", respondeu ele. E ela tomou depressa o véu e cobriu-se.
66 નોકરે ઇસહાકને જે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું.
66 O servo contou a Isaac tudo o que tinha feito.
67 પછી ઇસહાક રિબકાને પોતાની માંતાના તંબુમાં લઈ ગયો. તે દિવસે ઇસહાકે રિબકા સાથે વિવાહ કરી લીધા. તે તેની સાથે ખૂબ પ્રેમભાવ રાખતો હતો, તેથી તેને માંતાના મૃત્યુ પછી પણ સાંત્વન પ્રાપ્ત થયું. માંતાના મરણનું દુ:ખ તે ભૂલી શકયો.
67 E Isaac introduziu Rebeca na tenda de Sara, sua mãe. Desposou-a, e ela tornou-se sua mulher muito amada. E desse modo Isaac consolou-se da morte de sua mãe.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Gênesis 24, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.