Deuteronômio 1

Gujarati Bible (GL_GUJARATI) vs NVT

Sair da comparação
NVT Nova Versão Transformadora
1 જયારે સર્વ ઇસ્રાએલી પ્રજા યર્દન નદીને પૂવેર્ આવેલા મોઆબના રણ પ્રદેશમાં હતી, મૂસાએ તે લોકોને જે વચનો કહ્યાં હતાં તે આ પ્રમાંણે છે, તે વખતે તેઓ યર્દનકાંઠામાં સૂફની સામે હતા. તેમની એક તરફ પારાનનું રણ આવેલું હતું અને બીજી તરફ તોફેલ, લાબાન, હસેરોથ અને દીઝાહાબ આવેલાં હતાં.
1 Estas são as palavras que Moisés disse a todo o povo de Israel quando estavam no deserto, a leste do rio Jordão, acampados no vale do Jordão, perto de Sufe, entre Parã, de um lado, e Tofel, Labã, Hazerote e Di-Zaabe, do outro.
2 હોરેબ પર્વતથી સેઇર પર્વતે કાદેશ-બાનેર્આ દ્વારા યાત્રાને અગિયાર દિવસ થતા.
2 Normalmente, são necessários apenas onze dias para viajar do monte Sinai até Cades-Barneia pelo caminho do monte Seir.
3 ઇસ્રાએલી લોકોએ મિસર છોડયા પછી ચાળીસમાં વષેના અગિયારમાં મહિનાના પ્રથમ દિવસે મૂસાએ, યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહી સંભળાવ્યાં.
3 No entanto, quarenta anos depois da saída do Egito, no primeiro dia do décimo primeiro mês, Moisés se dirigiu aos israelitas e lhes transmitiu tudo que o S enhor lhe havia ordenado.
4 યહોવાએ હેેશ્બોનમાં અમોરીઓના રાજા સીહોનને અને એડેઇ પાસે આશ્તારોથમાં બાશાનના રાજા ઓગને હરાવ્યા હતા ત્યાર પછીનું આ હતું.
4 Isso aconteceu depois que ele derrotou Seom, rei dos amorreus que vivia em Hesbom, e, em Edrei, derrotou Ogue, o rei de Basã que vivia em Astarote.
5 મૂસાએ લોકોને સંબોધ્યા અને દેવે ઇસ્રાએલ માંટે બનાવેલા નિયમો તેમને સમજાવ્યાં. તે સમયે ઇસાએલના લોકો મોઆબના દેશમાં યર્દન નદીની પૂર્વ દિશા પર હતાં.
5 Enquanto estavam na terra de Moabe, a leste do Jordão, Moisés começou a lhes explicar as seguintes instruções.
6 “જયારે આપણે હોરેબમાં હતા ત્યારે આપણા દેવ યહોવાએ આપણને આમ કહ્યું હતું કે, ‘તમે આ પર્વત આગળ ઘણું લાંબુ રહ્યાં.
6 “Quando estávamos no monte Sinai, o S enhor , nosso Deus, nos disse: ‘Vocês já ficaram muito tempo neste monte.
7 હવે આ જગ્યા છોડો, આગળ વધો અને અમોરીઓનો પર્વતીય પ્રદેશ, યર્દનની ખીણ, મધ્યનો પર્વતીય દેશ, દક્ષિણનો રણ પ્રદેશ, ભૂમધ્ય સમુદ્ર કિનારો, કનાન અને લબાનોનની જમીનો, છેક મહાનદી ફ્રાંત સુધી કબજે કરો.
7 É hora de levantar acampamento e seguir viagem. Vão à região montanhosa dos amorreus e a todas as regiões vizinhas: o vale do Jordão, a região montanhosa, as colinas do oeste, o Neguebe e a planície costeira. Vão à terra dos cananeus e ao Líbano, e avancem até o grande rio Eufrates.
8 જુઓ, એ સમગ્ર પ્રદેશ હું તમને સોંપી દઉ છું; તમાંરા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને તથા તેમના વંશજોને યહોવાએ જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તે પ્રદેશમાં તમે જાઓ અને તેનો કબજો મેળવો.’
8 Vejam, eu lhes dou toda esta terra! Entrem e tomem posse dela, pois é a terra que o S enhor jurou dar a seus antepassados Abraão, Isaque e Jacó, e a todos os seus descendentes’.”
9 “તે વખતે મેં તમને લોકોને જણાવ્યું હતું કે ‘હવે હું એકલો તમાંરા બધાનો બોજો ઉપાડી શકું તેમ નથી.
9 Moisés continuou: “Naquela ocasião, eu lhes disse: ‘Vocês são um peso grande demais para eu carregar sozinho.
10 કારણ કે યહોવાએ તમાંરો વંશવેલો ઘણો વધાર્યો છે, આજે તમે આકાશના તારાઓ જેટલા થઈ ગયા છો.
10 O S enhor , seu Deus, aumentou sua população e os tornou tão numerosos quanto as estrelas do céu.
11 તમાંરા પૂર્વજોના દેવ યહોવાએ તમાંરી સંખ્યા 1,000 ગણી વધારી છે. તે તમને તેના વચન પ્રમાંણે આશીર્વાદ આપે.
11 Que o S enhor , o Deus de seus antepassados, os multiplique mil vezes mais e os abençoe como ele prometeu.
12 પણ હું એકલો તમાંરા સૌના ઝઘડા અને પ્રશ્ર્નોનું નિરાકરણ કેવી રીતે કરી શકું?
12 Mas vocês são um peso grande demais para mim! Como poderei lidar com todos os seus problemas e conflitos?
13 ‘માંટે તમે પ્રત્યેક કુળસમૂહમાંથી શાણા, સમજુ અને અનુભવી માંણસોને પસંદ કરો અને હું તેમને તમાંરા આગેવાન તરીકે નિયુકત કરીશ.’
13 Escolham alguns homens respeitados de cada tribo, conhecidos por sua sabedoria e entendimento, e eu os designarei para serem seus líderes’.
14 “અને તમે સૌ સંમત થયા હતા અને કહ્યું કે ‘તમાંરો અભિપ્રાય સારો છે અમે તે કરીશું.’
14 “Então vocês responderam: ‘Seu plano é bom!’.
15 “તેથી પ્રત્યેક કુળમાંથી હોશિયાર અને અનુભવી માંણસોને મેં પસંદ કર્યા અને તેઓને તમાંરા આગેવાનો અને અમલદારો તરીકે નિમ્યા; કેટલાકને 1,000ના, કેટલાકને100ના, કેટલાકને 50ના તો કેટલાકને 10ના આગેવાનો બનાવ્યા. અને મેં બીજાને પ્રત્યેક કુળસમૂહના અમલદારો નીમ્યાં.
15 Assim, convoquei os homens respeitados que vocês selecionaram de suas tribos e os nomeei para serem juízes e oficiais sobre vocês. Alguns ficaram responsáveis por mil pessoas, outros por cem, outros por cinquenta, e outros por dez.
16 “મેં તમાંરા અધિકારીઓને તે વખતે આ પ્રમાંણે આજ્ઞા કરેલી: ‘તમાંરા જાતિભાઈઓ વચ્ચે જે ઝઘડા થાય તે તમાંરે સાંભળવા, કોઈને પોતાના જાતિભાઈઓ સાથે કે તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓ સાથે ઝઘડો હોય તો તેનો નિષ્પક્ષ રહીને નાનામોટા સૌનો ઉચિત ન્યાય કરવો.
16 “Naquela ocasião, ordenei aos juízes: ‘Deem atenção aos casos de seus irmãos israelitas e também dos estrangeiros que vivem entre vocês. Sejam completamente justos em todas as suas decisões
17 ન્યાય કરતી વખતે તમાંરા ઉપર કોઇનો પ્રભાવ ન પડવા દેવો. નાનામોટા સૌની સાથે સમાંન વ્યવહાર કરવો. જે ચુકાદો તમે આપો છો તે દેવનો ચુકાદો છે, તેથી કોઇનાથી ડરવું નહિ. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમાંરે માંરી પાસે લાવવો, હું તેનો નિકાલ કરીશ.’
17 e imparciais em seus julgamentos. Cuidem tanto dos casos dos pobres como dos ricos. Não deixem que ninguém os intimide, pois Deus dará a decisão por seu intermédio. Tragam-me os casos que forem difíceis demais para vocês, e eu cuidarei deles’.
18 તે જ વખતે મેં તેઓને તેમને કરવાની બધી બાબતો વિષે સૂચાનાઓ આપી હતી.
18 “Naquela ocasião, eu lhes ordenei tudo que deveriam fazer.”
19 “ત્યારબાદ આપણે દેવ યહોવાની આજ્ઞાને અનુસરીને હોરેબ પર્વત છોડીને પેલા વિશાળ અને ભયંકર રણપ્રદેશમાં થઈને અમોરીઓના પર્વતીય પ્રદેશ તરફ જવા નીકળી પડયા, અને કાદેશ-બાનેર્આ પહોંચ્યા.
19 “Em seguida, conforme o S enhor , nosso Deus, ordenou, partimos do monte Sinai e atravessamos o deserto imenso e assustador, como vocês lembram, e nos dirigimos à região montanhosa dos amorreus. Quando chegamos a Cades-Barneia,
20 ત્યારે મેં તમને કહ્યું હતું: ‘હવે તમે અમોરીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા છો, જે આપણા દેવ યહોવાએ આપણને આપવાનું વચન આપ્યું હતું.
20 eu lhes disse: ‘Vocês chegaram à região montanhosa dos amorreus, que o S enhor , nosso Deus, nos dá.
21 જુઓ, તમાંરા દેવ યહોવાએ તમને આ પ્રદેશ સોંપી દીધો છે. તમાંરા પિતૃઓના દેવ યહોવાની આજ્ઞાને અનુસરો, જાઓ અને એનો કબજો લઈ લો, ડરશો નહિ કે નાહિંમત પણ થશો નહિ.’
21 Vejam, o S enhor , seu Deus, colocou a terra diante de vocês! Vão e tomem posse dela, conforme o S enhor , o Deus de seus antepassados, lhes prometeu. Não tenham medo nem desanimem!’.
22 “પરંતુ તમે બધાએ માંરી પાસે આવીને મને જણાવ્યું કે, ‘આપણે પહેલાં દેશની તપાસ કરવા જાસૂસો મોકલીએ, તેઓ આવીને આપણને કહેશે કે આપણે ક્યા માંગેર્ જવું અને ત્યાંનાં નગરો કેવાં છે?’
22 “Então todos vocês vieram e me disseram: ‘Primeiro, enviemos espiões para que façam o reconhecimento da terra para nós. Eles recomendarão o melhor caminho e indicarão em quais cidades devemos entrar’.
23 “મને આ સૂચના ઠીક લાગી, તેથી મેં પ્રત્યેક વંશમાંથી એક એમ બાર વંશમાંથી બાર માંણસો પસંદ કર્યા.
23 “A ideia me pareceu boa, por isso escolhi doze espiões, um de cada tribo.
24 તે બધા પર્વતીય દેશમાં એશ્કોલના કોતર સુધી ગયા અને જમીનને જોઇ,
24 Eles foram à região montanhosa, chegaram ao vale de Escol e fizeram o reconhecimento.
25 ત્યાંથી તેમણે કેટલાંક ફળ ભેગાં કર્યા અને ત્યાંથી તેઓ પાછા આવ્યા અને જણાવ્યું કે, ‘આપણા દેવ યહોવાએ આપણને જે પ્રદેશ આપ્યો છે તે સમૃદ્ધ છે.’
25 Pegaram alguns dos frutos da região e os trouxeram para nós. Então, relataram: ‘A terra que o S enhor , nosso Deus, nos dá é, de fato, uma terra boa’.”
26 “પણ તમે લોકોએ તે પ્રદેશમાં જવાની ના પાડી અને યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો.
26 “Contudo, vocês se rebelaram contra a ordem do S enhor , seu Deus, e se recusaram a entrar.
27 તમે લોકોએ તમાંરા તંબુમાં બબડાટ શરૂ કર્યો કે, ‘યહોવા આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધાં જેથી તેઓ આપણા સૌનો વિનાશ કરે.
27 Queixaram-se dentro de suas tendas e disseram: ‘Com certeza o S enhor nos odeia. Por isso nos trouxe do Egito, a fim de nos entregar nas mãos dos amorreus para sermos exterminados.
28 આપણે કયાં જઈ રહ્યા છીએ? આપણા જ જાતિભાઈઓએ એમ કહી આપણામાં ખૂબ ભય ઉત્પન કર્યો છે કે, “ત્યાંના લોકો આપણા કરતાં કદમાં મોટાં અને શકિતશાળી છે, તેમનાં નગરો મોટાં છે અને તેના કોટ આકાશે અડે તેવા ઊચા છે અને અમે ત્યાં કદાવરો પણ જોયાં!”‘
28 Para onde podemos ir? Nossos irmãos nos desanimaram com seu relatório. Eles disseram: ‘Os habitantes da terra são mais altos e poderosos que nós, e suas cidades são grandes, com muros que sobem até o céu! Vimos até os descendentes de Enaque!’.
29 “ત્યારે મેં તમને કહ્યું, ‘તમે ગભરાશો નહિ, એમનાથી ડરશો નહિ.
29 “Eu lhes disse: ‘Não entrem em pânico nem tenham medo deles!
30 તમાંરા દેવ યહોવા તમાંરી આગળ જશે, અને તમેે મિસરમાં હતા ત્યારે તમાંરા માંટે જેમ પરાક્રમી કૃત્યો કર્યા તેમ તમાંરા માંટે લડશે.
30 O S enhor , seu Deus, irá adiante de vocês. Ele lutará em seu favor, conforme tudo que vocês o viram fazer no Egito.
31 રણપ્રદેશની યાત્રા દરમ્યાન તમે જોયું છે કે કોઈ પિતા પોતાના બાળકને ઉપાડી લે તેમ યહોવા તમને અહીં સુધી સતત તમાંરી સંભાળ રાખીને લાવ્યા છે.’
31 Também viram como o S enhor , seu Deus, cuidou de vocês ao longo do caminho, enquanto viajavam pelo deserto, como um pai cuida de seu filho. Agora ele os trouxe a este lugar’.
32 “છતાં માંરા કહેવાનો કોઈ પ્રભાવ તમાંરા પર પડયો નહિ, તમે તમાંરા દેવ યહોવા ઉપર વિશ્વાસ ન કર્યો.
32 “No entanto, mesmo depois de tudo que ele fez, vocês se recusaram a confiar no S enhor , seu Deus,
33 યહોવા આખા રસ્તે તમાંરા મુકામ માંટે જગ્યા શોધવા તમાંરી આગળ ચાલતા હતા. રાત્રે અગ્નિસ્તંભ દ્વારા અને દિવસે મેઘસ્તંભ દ્વારા તે આગળ રહી તમને માંર્ગ બતાવતા હતા.
33 que vai adiante de vocês buscando lugares para acamparem e guiando-os com uma coluna de fogo durante a noite e uma coluna de nuvem durante o dia.
34 “યહોવા તમાંરો બડબડાટ સાંભળીને ખૂબ કોપાયમાંન થયા અને તેમણે પ્રતિજ્ઞા કરી કે,
34 “Quando o S enhor ouviu vocês se queixarem, ficou irado e, por isso, fez um juramento:
35 ‘તમાંરા પિતૃઓને મેં જે સમૃદ્વ પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું તે આ લોકોમાંના કોઈને-આ દુષ્ટ પેઢીમાંના કોઈને, જોવા ન દેવો.
35 ‘Nenhum de vocês desta geração perversa viverá para ver a boa terra que eu jurei dar a seus antepassados.
36 ફકત યફૂન્નેહના પુત્ર કાલેબને તે પ્રદેશ જોવા મળશે. તે જે ભૂમિમાંથી ફરી આવ્યો છે તે હું તેને અને તેના વંશજોને આપીશ, કારણ, તે મને પૂરેપૂરો વિશ્વાસુ રહ્યો છે.’
36 A única exceção será Calebe, filho de Jefoné. Ele verá a terra, pois seguiu o S enhor em tudo. Darei a ele e a seus descendentes parte da terra que ele explorou durante sua missão de reconhecimento’.
37 “વળી તમાંરા કારણે યહોવાએ માંરા ઉપર રોષે ભરાઈને કહ્યું, ‘તું પણ એ પ્રદેશમાં પ્રવેશ કરી શકશે નહિ.
37 “Foi por causa de vocês que o S enhor se irou contra mim. Ele me disse: ‘Você também não entrará na terra!
38 પણ તારો સેવક યહોશુઆ જે નૂનનો પુત્ર છે તે લોકોને દોરી જશે, તેને હિંમત આપજે, કારણ કે એ જ ઇસ્રાએલને એ પ્રદેશનો કબજો અપાવનાર છે.’
38 Seu auxiliar, Josué, filho de Num, entrará na terra. Encoraje-o, pois ele conduzirá o povo quando Israel tomar posse dela.
39 “પણ તે તમાંરા બાળકો છે જે ત્યાં જશે તે બાળકો કે જેના વિષે તમે કહેલું કે, ‘તેઓ રણમાં મૃત્યુ પામશે અને તે દિવસોમાં જેઓને સારા અને દુષ્ટ વચ્ચેના અંતરની ખબર ન હતી. હું જમીન તે બાળકોને આપી દઇશ અને તેઓ તેને કબજે કરશે.
39 Darei a terra a seus filhos pequenos, às crianças que não sabem a diferença entre certo e errado. Vocês temiam que seus pequeninos fossem capturados, mas serão eles que tomarão posse da terra.
40 હવે તમાંરે સૌએ તો પાછા ફરીને રાતા સમુદ્રનાં રસ્તે પાછા રણમાં જ જવાનું છે.’
40 Quanto a vocês, deem meia-volta e retornem ao deserto, em direção ao mar Vermelho’.
41 “ત્યારે તમે કબૂલ થયા અને મને એવો જવાબ આપ્યો હતો કે, ‘અમે યહોવાનો ગુનો કરીને પાપ કર્યું છે, હવે અમે અમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ જઈશું અને તે પ્રદેશ કબજે કરવા યુદ્ધ કરીશું.’“પછી તેઓ બધાએ હથિયાર ધારણ કર્યા અને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા અધીરા થઇ નીકળી પડ્યા.
41 “Então vocês admitiram: ‘Pecamos contra o S enhor ! Agora, subiremos e lutaremos pela terra, como o S enhor , nosso Deus, ordenou’. Seus homens se armaram para a guerra, pensando que seria fácil atacar a região montanhosa.
42 પરંતુ યહોવાએ મને કહ્યું, ‘તું એ લોકોને જણાવી કે, તેઓ યુદ્ધ કરવા જાય નહિ, હું તેઓની સાથે નથી, તેઓ તેમના શત્રુઓ સામે હાર પામશે.’
42 “Mas o S enhor me encarregou de lhes dizer: ‘Não ataquem, pois não estou com vocês. Se forem por conta própria, serão derrotados por seus inimigos’.
43 “મેં તે બધાને એ મુજબ કહ્યું, પણ તે લોકોએ સાંભળ્યું નહિ, અને તેઓએ ફરીથી યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો અને આવેશમાં પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો.
43 “Foi o que eu lhes disse, mas vocês não deram ouvidos. Em vez disso, rebelaram-se mais uma vez contra a ordem do S enhor e, arrogantemente, foram à região montanhosa para lutar.
44 પરંતુ ત્યાં પર્વતોમાં વસતા અમોરીઓ તમાંરો સામનો કરવા બહાર નીકળી આવ્યા અને મધમાંખીઓ જેમ તમાંરો પીછો પકડી સેઇરમાં આવેલા હોર્માંહ આગળ તમાંરી સેનાને ભયંકર નુકસાન પહોચાડ્યું અને હાર આપી.
44 Os amorreus que viviam ali saíram e os atacaram como um enxame de abelhas. Eles os perseguiram e os massacraram ao longo de todo o caminho, desde Seir até Hormá.
45 એટલે તમે પાછા આવ્યા અને યહોવા સમક્ષ આક્રંદ કરવા લાગ્યા, છતાં પણ યહોવાએ તમાંરો પોકાર સાંભળ્યો નહિ,
45 Então vocês voltaram e choraram diante do S enhor , mas o S enhor se recusou a ouvi-los.
46 આથી તમાંરે કાદેશમાં લાંબા સમય સુધી રોકાવું પડ્યું.
46 Por isso, ficaram em Cades por um longo tempo.”

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Deuteronômio 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.